Book Title: Lalit Vistarakhya Chaitya Stavvrutti
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhandrankar Sahitya Prachar Kendra
View full book text
________________
અમૂર્વજ્ઞાનમાં આકાર વગેરેની છણાવટ
સિવ. - આત્મવિભુત્વમતનું અને વૈશૈષિકમાન્ય દ્રવ્યાદિનું ખંડન, વ્યવહાર - નિશ્ચય દ્રષ્ટિ - પરિણામીનિત્યતાનું નિરૂપણ
નમો જિ. - અદ્વૈતમુક્તિમતા નિરાકરણ પ્રજ્ઞાના ૩ સંસ્કાર
આટલા નિરૂપણ બાદ સંપદાઓનું પ્રયોજન, સંપદાઓથી અનેકાંતવાદ - સ્યાદ્વાદની સિદ્ધિ એમાં વાસનામૂલક વ્યવહારવાદી બૌદ્ધમતનું ખંડન વગેરે કરી “નમુત્થણ નું વિવેચન સમાપ્ત કર્યું છે. છેવટે સ્તોત્ર કેવા અને કેમ બોલવા એ જણાવી અરિહંતચેઈઆણં સૂત્રનું વિવેચેન ગ્રન્થકારે કર્યું છે. જેમાં અહચૈત્યના વંદનાદિનો અધિકાધિક લાભ પામવાની શ્રાવકની લાલસા, વંદન - પૂજનાદિ પર તેમજ કાયોત્સર્ગ શ્રદ્ધા - મેધા વગેરે પાંચ સાધનો પર સુંદર પ્રકાશ ફેંક્યો છે. છેવટે શ્રદ્ધા વગેરે હોય તો જ સદ્અનુષ્ઠાન થાય એ દશવી અન્નત્ય સૂત્રના વિવેચનનો પ્રારંભ કર્યો છે. એમાં આગાર' નો અર્થ, એનું વિભાગીકરણ, એની આવશ્યક્તા, કાયોત્સર્ગનું પરિણામ, ધ્યેય, કાયોત્સર્ગના છે. પ્રકાર વગેરેનું નિરૂપણ કરીને ત્યારબાદ લોગસ્સસૂત્રની વિવેચનાનો લલિતવિસ્તરામાં પ્રારંભ થાય છે. એમાં લોગસ્સઉજ્જો અગરે વગેરે પદોનું પદકૃત્ય વગેરે દર્શાવી “પસીયંતુ એ પ્રાર્થના નથી પણ સ્તુતિ છે એનું સ્પષ્ટીકરણ છે. આરોગ્યબોધિ લાભ વગેરેની માંગણી એ નિયાણું નથી કે મૃષાવાદ નથી એનું વિશદ વિવેચન વગેરે કરી લોગસ્સસૂત્રની વ્યાખ્યા પૂર્ણ થાય છે.
પુફખરવર સૂત્રની વ્યાખ્યામાં આગમ અપૌરુષેયત્વવાદનું ખંડન, કૃતવૃદ્ધિની આશંસાથી નિરાશસભાવપ્રાપ્તિ વગેરેનું દિગ્દર્શન કરાવીને ગ્રન્થકારે સિદ્ધાણં સૂત્રની વ્યાખ્યાનો પ્રારંભ કર્યો છે. એમાં, સંસાર - મોક્ષ ઉભયને છોડીને સિદ્ધો રહે છે તે મતનું, અક્રમ મુક્તિવાદનું અનિયતદેશવાદનું તેમજ સ્ત્રીમુક્તિનિષેધક દિગંબરમતનું ખંડન અને ઈક્કોવિ વચન અર્થવાદ છે કે વિધિવાદ એની રસપ્રદ ચર્ચા કરવામાં આવી છે. વૈયાવચ્ચ સૂત્રમાં વૈયાવૃજ્યકર દેવો સ્મરણીય કેમ ? ઈત્યાદિની પ્રરૂપણા છે.
જયવીયરાય સૂત્રની વિવેચનામાં ભવનિર્વેદ વગેરે આશંસાઓનું સ્પષ્ટીકરણ, પ્રણિધાનની ૧૧ મુદ્દાથી વિચારણા, ચૈત્યવંદન સિદ્ધ કરવા માટેની ભૂમિકાનાં ૩૩ કર્તવ્યો વગેરેનું વિશદ વિવરણ ગ્રન્થકારે કર્યું છે.
આટલા બધા વિષયોને આવરી લેતા આ લલિતવિસ્તરવૃત્તિ મહાગ્રન્થનો વિસ્તાર કાંઈ હજારો શ્લોક પ્રમાણ વિશાળ નથી. એટલે સમજી શકાય છે કે આ લલિતવિસ્તરા ગ્રન્થ પણ અર્થગંભીર છે. એટલે કર્મપ્રકૃતિચૂર્ણિ પરની ટીપ્પણ વગેરેના રચયિતા આચાર્યવર્ય શ્રીમદ્ મુનિચન્દ્રસૂરિમહારાજે એને સ્પષ્ટ કરવા એના પર પંજિકાવૃત્તિની રચના કરી છે. આની એકદમ સરળ સંસ્કૃત ભાષામાં - જાણે કે પરસ્પર ગુજરાતીમાં જ વાતો કરાતી ન હોય એવી સંસ્કૃત ભાષામાં અનેકવિધ સાહિત્યસર્જક કર્નાટકકેસરી પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજે ભદ્રને કરનારી ભદ્રંકરા વૃત્તિ રચી સંઘ સમક્ષ રજુ કરી છે. ચારે બાજુ ફરી વળેલું ભૌતિકતાનું મોજાં ચતુર્વિધ સંઘને પણ