Book Title: Lalit Vistarakhya Chaitya Stavvrutti
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhandrankar Sahitya Prachar Kendra
View full book text
________________
2સ્તાવના
પ્રસ્તાવના
આત્મકલ્યાણનો ઉદ્દેશ રાખી કરાતી સર્વજ્ઞભાષિત ક્રિયા અધ્યાત્મ કહેવાય છે. આવા અધ્યાત્મપ્રધાન જૈન શાસનના સંપૂર્ણ રીત્યા પરીક્ષક સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ જ્ઞાનક્રિયા મોક્ષ એ ન્યાયાનુસારે જ્ઞાનસમન્વિત ક્રિયા મોક્ષનું પરમ સાધન છે. એ મુખ્ય ધ્વનિ આ ગ્રન્થમાં રજૂ કર્યો છે.
એટલે આજે કેટલાક એકલા જ્ઞાનને ત્યારે કેટલાક એકલી ક્રિયાને માત્ર જે મોક્ષના મુખ્ય સાધન તરીકે જાહેર કરે છે તેમણે આ ગ્રન્થ બહુ ધ્યાનપૂર્વક સાદ્યન્ત મનન પૂર્વક વાંચવો જોઈએ કે જેથી બોધિની ઉત્પત્તિ અને મિથ્યાત્વાંધકાર વિલીન થાય !
વળી આજના યુગમાં સક્રિયજ્ઞાન કે જ્ઞાનક્રિયાની અતિ અગત્ય હોય તેને દશાવનાર પ્રત્યે અતિ ઉપયોગી થાય એમાં સંશય નથી.
જો કે સર્વશભાષિત જૈનશાસનમાં અનેક અધ્યાત્મરૂપ ક્રિયાઓ છે તો પણ સર્વ ક્રિયા શિરોમણીભૂત તથા ચતુર્વિધ સંઘને સદા કરણીય દૈનિક ક્રિયા આવશ્યક ક્રિયા અન્તર્ગત ચૈત્યવંદન ક્રિયા છે જે સકલ શ્રીસંઘના પ્રારૂપ છે તેમાં જરાય અતિશયોક્તિ નથી.
ચૈત્યવંદનની વિધેયતા ––
શ્રી અરિહંત ભગવંતના ગુણગુણના અનન્ય અનુરાગીઓએ ત્રણેય કાલ સદા ચૈત્યવંદન, અસાધારણ સમ્યગુદર્શનની શુદ્ધિ માટે કરવું જોઈએ, તથા સમ્યગુદર્શનની (પરમવિવેકની) શુદ્ધિથી જ્ઞાન પરિણતિ, યથાર્થ થાય છે અને ક્રમશઃ ચારિત્રાચારનો પરિણામ પ્રગટે છે વાસ્તે વિધિના અનુરાગી ભવ્ય પુરુષોએ અવશ્ય ચૈત્યવંદન કરવું જોઈએ એવી જિનેશ્વરોની આજ્ઞા છે.
પ્રસ્તુત ગ્રન્થની સફલતા અને ઉપયોગિતા –
આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે આ લલિતવિસ્તરા' નામક ગ્રન્થ, અનુષ્ઠનોપયોગીરૂપે છું. રચેલો છે. જેમ દ્રવ્ય - ગણિત - કથાનુયોગોને આરિત્રપ્રતિપત્તિહેતુરૂપે પ્રધાનપણામે સ્વીકારી, તેઓનું શાનદાયી બને છે. તેમ પ્રસ્તુત શાસ્ત્રનું જ્ઞાન, શાસ્ત્રમાં કહેલ અનુષ્ઠાન કરવા બસ સલ છે.
આ રથ, આવશ્યક ચત્યવંદન સૂત્રોના અનન્ય - અસાધારણ વ્યાખ્યાથી સુશોભિત હોઈ વિશેષથી ઉપયોગી તરીકે પ્રસિદ્ધ છે.
જ્યારે સૂત્રોના પરમ રહસ્યનું જ્ઞાન થાય ત્યારે પરિણામનો ઉલ્લાસ જાગે છે અને તેથી કમના ક્ષય ક્ષયોપશમથી અપૂર્વ આત્મગુણોનો વિકાસ થાય છે.
આ મુદ્દાસર શૈત્યવંદન સૂત્રોનું અનુપમ અને સર્વોપયોગી વિવરણ કરવું વ્યાજબી ઠરે
વ