Book Title: Lalit Vistarakhya Chaitya Stavvrutti
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhandrankar Sahitya Prachar Kendra
View full book text
________________
સૂરીજીએ તેનું વચન સ્વીકાર્યું અને સમરાદિત્ય ચરિત્ર વગેરે ૧૪૪ ગ્રન્યપ્રકરણોની રચના કરી છે અને શિષ્યોના વિરહની સૂચના રૂપે દરેક ગ્રન્થ વિરહ' શબ્દથી અંકિત કર્યો. આ ગ્રન્થરાશિને લખાવીને તેનો ફેલાવો કરવા માટે સૂરીએ “કાણસિક' નામક એક ગૃહસ્થને ધૂખ્યાન દ્વારા ઉપદેશ દઈને ણ જૈન બનાવ્યો. કાણસિકને સૂરીજીના કથન પ્રમાણે વ્યાપાર કરતા લાભ થયો તેથી તેણે તે દ્રવ્ય વડે સૂરીજીના ગ્રન્થો લખાવીને સર્વસ્થળે પહોંચાડવા અને ચોરાશી દેવકુલિકા યુક્ત એક જૈન મંદિર પણ કરાવ્યું.
કથાવલી પ્રમાણે શ્રી હરિભદ્રસૂરીએ દશવૈકાલિક, ન્યાયપ્રવેશક આદિ ગ્રન્થોની યાકિનીપુત્રે નામાંકિત વૃત્તિઓ બનાવી અને અનેકાન્ત - જયપતાકા, સમરાદિત્યકથા આદિ ભવવિરહાંકિત ગ્રન્થોની રચના કીધી. આ ગ્રન્થનિમણ અને લેખનકાર્યમાં આચાર્યને લલિગ’ નામના ગૃહસ્થ ઘણી મદદ કરી. આ લલિગ એમના શિષ્યો જિનભદ્ર અને વીરભદ્રનો કાકો હતો. ગરીબાઈથી કંટાળીને એણે પણ આચાર્ય પાસે દીક્ષા લેવાનો વિચાર કરેલ પણ આચાર્યે એને દીક્ષા ન આપી અને બજારમાં આવેલ મગ્સની ખરીદી કરવાનો એને સંકેત કર્યો. લલ્લિગે તે પ્રમાણે કર્યું તેથી તેને ઘણો લાભ થયો, તેથી તે હરિભદ્રના કાર્યમાં ઘણી સહાયતા કરતો, હરિભદ્રના ઉપાશ્રયમાં એણે એક એવું રત્ન મૂકી દીધું હતું કે તેના પ્રકાશથી રાત્રે પણ આચાર્ય ગ્રન્થનિર્માણ કરતા અને ભીત - પાટી આદિ ઉપર લખી નાખતા, જે દિવસમાં લહિયાઓ પાસે પુસ્તક રૂપે લખાવી લેવાતું હરિભદ્ર જ્યારે ભોજન કરવા બેસતા ત્યારે લલ્લિગ તેમને મન ઈચ્છિત ભોજન કરાવતો. ભોજન કર્યા પછી યાચકો હરિભદ્રસૂરીને જ નમસ્કાર કરતા અને હરિભદ્રસૂરીજી તેમને “ભવવિરહ કરવામાં ઉદ્યમી બનો આવો આશીર્વાદ આપતા, તેઓ પોતાના સ્થાનકે જતા. આ પ્રમાણે હરિભદ્રસૂરી “ભવવિરહસૂરી એ નામથી પ્રસિદ્ધ થયા.
એકવાર બનારસથી વ્યાપારાર્થે આવેલ વાસુકા શ્રાવક પાસેથી હરિભદ્રસૂરીને વકિવલીનું મૂલ પુસ્તક મળ્યું અને સંઘના અગ્રેસરોના કહેવાથી તે ઉપર તેમણે વિવરણ લખ્યું પણ પાછળથી તેજ સંઘપ્રધાનોના કહેવાથી તે વિવરણ રદ્દ કરી નાખ્યું હતું.
શ્રી પ્રભાવક ચરિત્રમાં, હરિભદ્રસૂરીએ મહાનિશીથસૂત્રનો ઉદ્ધાર કર્યો, એમ જણાવ્યું છે.
૧૪૪ ગ્રન્થોના નિર્માતા, વાદી, માવચનિક, નૈમિત્તિક, યોગનિષ્ઠ યુપ્રધાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી ભગવંતની જય હો !
શ્રી હરિભદ્રસૂરીશ્વરજીનો સત્તાસમય –
(૧) પ્રથમ મતે વિ.સં૫૮૫માં શ્રી હરિભદ્રસૂરીશ્વરજીનો સ્વર્ગવાસ, એક પ્રાચીન પરંપરાગત ગાથામાં દર્શાવ્યો છે.
(૨) દ્વિતીયમતે શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ પોતાના ગ્રન્થોમાં ધર્મકીર્તિ, કુમારિલ નામનો ઉલ્લેખ કર્યો છે તથા વિશેષાવશ્યકભાખ્યાદિ કતાં પ્રસિદ્ધ યુગપ્રધાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના ગ્રન્થોના અવતરણો પોતાના ગ્રન્થોમાં આપ્યા છે. આ બે હેતુઓથી ધમકીર્તિ, કુમારિલ અને શ્રી જિનભદ્રગણિથી