Book Title: Lalit Vistarakhya Chaitya Stavvrutti
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhandrankar Sahitya Prachar Kendra
View full book text
________________
આવે છે.
આ ઉપરથી તેમણે જૈન દીક્ષા ધારણ કરી અને તે પછી આચાર્ય યાકિની મહત્તરાનો પરિચય આપ્યો, એ ઉપરથી તેમણે કહ્યું “આ દેવતાસ્વરૂપીણી ધર્મમાતાએ જ મને બોધ આપ્યો છે' ઉપરની હકીકત પ્રભાવકચરિત્રમાં છે પણ કથાવલી પ્રમાણે હરિભદ્રે ‘ચક્કિદુર્ગં’ એ ગાથાનો અર્થ પૂછયો ત્યારે યાકિની તેને લઈને જિનદત્તસૂરિ પાસે ગઈ અને સર્વ હકીકત કહી સંભળાવી. તે ઉપરથી આચાર્યે તે ગાથાનો સવિસ્તર અર્થ હિરભદ્રને કહ્યો. તે સાંભળીને હિરભદ્રે પણ પોતાની પ્રતિજ્ઞાની વાત કહી. તેના ઉત્તરમાં આચાર્યે કહ્યું - ભદ્રે ! જો એમ છે તો તું એ મહત્તાનો “ધર્મપુત્ર થઈ જા' હરિભદ્રે કહ્યું - ભગવન્ ! ધર્મ કેવો હોય ?
એ ઉપરથી આચાર્યે ધર્મનું સ્વરૂપ કહ્યું. તે પછી હિરભદ્રે પૂછ્યું ધર્મનું ફલ શું ? ઉત્તરમાં આચાર્યે કહ્યું - સકામવૃત્તિવાળાઓને ધર્મનું ફળ સ્વર્ગાદિ પ્રાપ્તિ છે, જ્યારે નિષ્કામવૃત્તિવાળાઓને માટે ધર્મનું ફળ ‘ભવિરહ' (સંસારનો અંત) છે. આ સાંભળીને હિરભદ્રે કહ્યું - ભગવન્ ! મને ‘ભવવિરહ જ પ્રિય છે માટે તેમ કરો જેથી ભવવિરહની પ્રાપ્તિ થાય, આચાર્યે કહ્યું જો એવી ઈચ્છા હોય તો સર્વપાપનિવૃત્તિમય શ્રમણવૃત્તિ ધારણ કર ! હિ૨ભદ્રે તેમ કરવા ખુશી બતાવી અને જિનદત્તસૂરીએ તેમને દીક્ષા આપી.
જૈન શાસ્ત્રોમાં પ્રવીણ થતાં ગુરુએ શ્રી હરિભદ્રને આચાર્યપદ આપીને પોતાના પટ્ટધર બનાવ્યા. શ્રી હરિભદ્રસૂરીના હંસ અને પરમહંસ નામના બે શિષ્ય કે જેઓ સંસાર પક્ષમાં તેમના ભાણેજ થતા હતા, તે પછી ત્યાં જ તેમની દીક્ષા, શાસ્ત્રાધ્યયન, બૌદ્ધતર્ક ભણવા માટે બૌદ્ધોના નગરમાં ગમન, ત્યાં તેમની પરીક્ષા, ત્યાંથી ભાગવું, રસ્તામાં બૌદ્ધોની સાથે લડીને હંસનું મરણ, પરમહંસનું સૂરપાલ રાજાને શરણે જવું, બૌદ્ધોનો તેની સાથે વાદ, ત્યાંથી નાશીને ચિત્તોડ જવું અને બનેલ વૃતાંત કહેતા પરમહંસનું પણ મરણ, હિરભદ્રસૂરીનો ક્રોધ અને બૌદ્ધોની સાથે સૂરપાલની સભા વાદ, શરત પ્રમાણે બોદ્ધોનું તપ્તતૈલકુંડમાં પડવું, જિનભટ્ટસૂરી દ્વારા શ્રી હરિભદ્રસૂરીના ક્રોધની શાંતિ, નિરાશા અને ગ્રન્થ રચના કરવાનો નિશ્ચય ઈત્યાદિ વાતોનુ સવિસ્તર વર્ણન છે. કથાવલી પ્રમાણે શ્રી હરિભદ્રસૂરીને સર્વશાસ્ત્રકુશલ જિનભદ્ર અને વીરભદ્ર નામના બે શિષ્યો હતા. તે સમયે ચિત્તોડમાં બૌદ્ધમતનું પ્રાબલ્ય હતું તેથી સૂરીજીના જ્ઞાન અને કલાની બૌદ્ધો ઈર્ષ્યા કરતા હતા, અને એજ સબલથી સૂરીજીના તે બંને શિષ્યોને બૌદ્ધોએ એકાંતમાં મારી નાખ્યા, કોઈપણ રીતે સૂરીજીને એ વાતની ખબર પડતાં સૂરીજીએ ધણાજ દીલગીર થઈને અનશન કરવાનો નિર્ધાર કર્યો પણ પ્રવચનના પ્રભાવક જાણીને તેમને તેમ કરતાં રોક્યા. છેવટે સૂરીજીએ ગ્રન્થરાશિને જ પોતાની શિષ્યસંતતિ માનીને તેની રચનામાં તેઓ વિશેષ ઉદ્યમવાન થયા.
શ્રી પ્રભાવકચરિત્રમાં આગળ લખે છે કે, સૂરીજીએ ગુરુના ઉપદેશથી ક્રોધનો ત્યાગ કર્યો પણ એમના મનમાંથી શિષ્યોના વિરહનું દુઃખ મટતું ન હતું, જેથી અંબાદેવીએ આવીને સાન્ડ્સન દીધું અને કહ્યું કે શિષ્યસંતતિ જોગું તમારૂં પુણ્ય નથી માટે ગ્રન્થસમૂહ એજ તમારી સંતિત રહેશે.
૧૯