Book Title: Lalit Vistarakhya Chaitya Stavvrutti
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhandrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 13
________________ છેલ્લીવાર જ્યારે તેઓ સ્વગુરૂ પાસે આવ્યા, ગુરૂદેવે એમને સ્વયં સમજાવવાનો રાહ ન લીધો. એના બદલે એમના હાથમાં લલિતવિસ્તરા મહાન ગ્રન્થ મૂકી પોતે જિનાલયને જુહારવાને નામે નીકળી ગયા. અલલિતવિસ્તરા પ્રત્યે ચમત્કાર કર્યો. બૌદ્ધદર્શનની દલીલો અને તક સામે જૈનદર્શનની મહાનતા - વિશાળતા અને સત્યતાની પ્રતીતિ સિદ્ધર્ષિને થઈ ગઈ. તેઓ હવે નિઃશંકપણે જૈન સાધુ બની ગયા. બૌદ્ધ વગેરે દરેક દર્શનોને જડબાતોડ જવાબ આપી શકે એવા કેવા ઠોસ તકલલિતવિસ્તરા ગ્રન્થમાં ભય છે તે આના પરથી હેજે કલ્પી શકાય છે. બસ, આ જ પ્રસ્તુત ગ્રન્થનું મહાન સૌભાગ્ય છે. નમુથુણં સૂત્ર એટલે ભક્તિ - શ્રદ્ધાની પરાકાષ્ઠા ! લલિતવિસ્તરા વૃત્તિ એટલે તર્કની પરાકાષ્ઠા ! કમાલ કરી સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરી મહારાજે ... સોનામાં સુગંધ ભેળવી દીધી . શ્રદ્ધા સાથે તર્કનો સુમેળ કર્યો ! સામાન્યથી શ્રદ્ધા અને તર્ક વિરોધી કહેવાય છે. શ્રદ્ધાનો આવિભવ થાય દિલમાં, તર્કનો દિમાગમાં ... શ્રદ્ધામાં જોર હોય ભાવનું, તર્કમાં બુદ્ધિનું ... શ્રદ્ધામાં સમર્પણ હોય છે, તર્કમાં “આ આવું શા માટે ?’ એમ માથું ઉંચકવાનું હોય છે. પરસ્પર વિરુદ્ધ ભાસતા આ બન્નેનો સંબંધ સધાયો છે, ચૈત્યવંદન સૂત્રો અને તેની લલિતવિસ્તરા વૃત્તિમાં ......... શ્રદ્ધામાં આગળ વધવું છે ? શ્રીજિનેશ્વરદેવ પ્રત્યે ભક્તિભાવની છોળો ઉછાળવી છે ? નમુસ્કુર્ણ વગેરે સૂત્રના એક એક પદને મમરાવતા જાઓ ... તર્કની સૂક્ષ્મતાનો પરિચય કેળવવો છે ? શ્રી જૈનદર્શનમાં તત્ત્વોનું ત્રિકાળ અબાધિત, પૂર્વાપર અવિરુદ્ધ યથાર્થ નિરૂપણ છે એવી પ્રતીતિ કરવી છે ? લલિતવિસ્તરાના એક એક વાક્યને વાગોળતા રહો ... સિદ્ધર્ષિ ગણિને એ પ્રતીતિ થઈ તો આપણને કેમ નહીં થાય ? સિદ્ધર્ષિ ગણિ જો બોલી ઉઠયા કે ...

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 550