Book Title: Lakshanik Sahitya Jain History Series 5
Author(s): Ambalal P Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ - ----- ---- મુખપૃષ્ઠ પરના ચિત્રનો પરિચય -- -- -- મુખપૃષ્ઠ પર પ્રસિદ્ધ જૈનાચાર્ય યાકિની મહત્તાપુત્ર હરિભદ્રસૂરિના જીવન પ્રસંગોનું આલેખન થયેલું છે. વિ. સં. ૭પ૭ થી ૮૨૭ સુધીના જીવનકાળમાં આચાર્ય હરિભદ્રસૂરિએ વિપુલ સાહિત્યનું સર્જન કરેલું. એમણે ૧૪૪૪ ગ્રંથોનું પ્રણયન કર્યું હતું એમ કહેવાય છે. આગમિક સાહિત્યની સર્વપ્રથમ સંસ્કૃત ટીકાઓની રચના અને યોગ વિષયક વિશિષ્ટ ગ્રંથો દ્વારા તેમણે જૈન સાહિત્યમાં નવી કેડી કંડારેલી. . વૈદિક શાસ્ત્રોના પ્રકાંડ પંડિત હરિભદ્ર જૈન સાધ્વી યાકિનીએ ઉચ્ચારેલ એક પ્રાકૃત ગાથાનો અર્થ ન સમજતાં તેમના શિષ્ય અને જૈનધર્માનુયાયી બની ગયા. અપૂર્વ જ્ઞાનતેજ, નિષ્પક્ષ વિવેચન શક્તિ, અદ્ભુત ભાષા પ્રભુત્વ અને સૌથી વિશેષ કરુણામય સમભાવના કારણે સમગ્ર ભારતીય સાહિત્યમાં હરિભદ્રસૂરિજી વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પ્રસ્તુત ચિત્રમાં ૧. હાથી પાછળ પડવા છતાં જૈન મંદિરમાં ન પ્રવેશતા ૨. યાકિની મહત્તરાના શ્લોકનું શ્રવણ કરતા ૩. અનેક સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું લેખન કરતા-કરાવતા આચાર્યશ્રીનું ! આલેખન થયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 362