________________
પ.પૂ.પ્રભુશ્રીજીના દર્શનની ભાવનાનું રટણ શ્રીયુત હીરાલાલ શાહ અમદાવાદમાં પોતાના નવા બંગલામાં પરમકૃપાળુદેવના ચિત્રપટની સ્થાપના કરવા પ્રભુશ્રીને કોઈ કોઈવાર વિનંતી કરતા ત્યારે પ્રભુશ્રી જણાવતા કે અવસરે જોઈશું.
સં.૧૯૯૧ના માગશર મહીનામાં એક અપૂર્વ બનાવ બન્યો. ડૉકટર શારદાબેન પંડિત ઘણીવાર આશ્રમમાં સત્સંગ અર્થે આવતા જોઈ તેમના ભાઈ શ્રી પંડિતને કોઈ પૂર્વ પુણ્યના ઉદયે એકદમ આશ્રમમાં આવવાની ભાવના જાગી. શુક્રવારે આશ્રમમાં જવાનું નક્કી કર્યું. પરંતુ ભાઈ શ્રી પંડિત એકાએક ન્યુમોનિયાથી પથારીવશ થઈ પડ્યા. હવે એ મહાત્માના દર્શન મને કેમ કરીને થશે? એવી ચિંતામાં પથારીમાં એક એનું જ રટણ કરવા લાગ્યા.
શ્રી હીરાલાલ શાહના બંગલામાં સ્થાપના નિમિત્તે પ.પૂ.પ્રભુશ્રીજીનું આગમન
તે અરસામાં પ્રભુશ્રીએ શ્રી હીરાલાલભાઈને કહ્યું : પ્રભુ! આ શનિવારે તમારે
ત્યાં પરમકૃપાળુદેવના ચિત્રપટની સ્થાપના માટે જવાનું રાખીએ તો?
શ્રી હીરાલાલભાઈ હર્ષિત થઈ સૌને આમંત્રણ આપી તરત જ અમદાવાદ ગયા. સો એક મુમુક્ષુઓ સાથે પ્રભુશ્રીજી અમદાવાદ પઘાર્યા. અમદાવાદમાં ઘણી ઘામધૂમ અને ભક્તિભાવના પૂર્વક ચિત્રપટની સ્થાપના થઈ. પછી આહારાદિથી પરવારી બપોરના થોડા મુમુક્ષુસહ પ્રભુશ્રી તરત જ તે ભાઈ શ્રી પંડિત ને ત્યાં ગયા. ત્યારે ખબર પડી કે આ ભાગ્યવંત ભવ્યના ઉદ્ધાર માટે જ આ મહાપુરુષ એકાએક અહીં આવી પહોંચ્યા છે.
૭૬