Book Title: Laghuraj Swami Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 236
________________ શ્રી હિંમતભાઈ ધ્રુવ અગાસ આશ્રમ સમકિત વગ૨ની દિક્ષાથી જન્મમ૨ણ છૂટે નહીં હું મારા માતુશ્રીને વારંવાર કહેતો કે મારે દીક્ષા લેવી છે. આ વાત મારા માતુશ્રી પાર્વતીબેને પૂ.પ્રભુશ્રીને કરી. તેઓ વારંવાર ભક્તિ સત્સંગ માટે આવતા. પૂ.પ્રભુશ્રીજીએ મને એકાંતમાં કહ્યું પ્રભુ ! તારી ભાવના સારી છે. દીક્ષા લેવાનો ભાવ સારો છે. પણ દીક્ષા લઈ સંયમ પાળશે તો બીજા ભવે સ્વર્ગનું સુખ મળશે. પણ પાછું પુણ્ય ભોગવી અહીં આવવું પડશે. જન્મમરણ છૂટશે નહીં. આવી દીક્ષા તો જીવે અનંતવાર લીધી છે. પોતાના કપડાં પકડીને બતાવ્યું કે જો આવા કપડાં તો અનંતવાર જીવે ઘારણ કર્યાં છે. પણ સમકિત વગર ઠેકાણું પડે તેમ નથી. આ તારા માતુશ્રી ઘરડાં છે તેમની સેવા હમણાં કર અને સત્સંગ ભક્તિ કર્યાં કર. આગળ ઉપર જોયું જશે. તે સાંભળી મારા ભાવ ફરી ગયા. અને માતુશ્રીની ઠેઠ સુધી સેવા કરી. અને અંતે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં ત્રીસ વર્ષ શાંતિથી રહ્યો અને ભક્તિ ભજન કર્યા. તેઓ સરળ ભદ્રિક પ્રકૃતિના વ્યક્તિ હતા. શ્રી શિવાભાઈ વકીલ નાર ગમે ત્યાં ૨હેવાનું થાય, આ૨ાધના ભુલવી નહીં પ.પૂ.પ્રભુશ્રીજીએ કહેલ કે અમે જૂનાગઢના જંગલોમાં અમારા ઘણા કર્મો ક્ષય કરી નાખ્યા છે. એટલે અમારી વધારે વચન પ્રવૃત્તિ થતી નથી. કોઈવાર ટૂંકુ ટૂંકુ બોલાય છે. મારા જીવન સંબંધી ઘણી વાત કરેલ. પણ તે વખતે બહુ ભાવ નહીં; પરંતુ તે બધું સાચું પડતું ગયું તેમ શ્રદ્ધા વધતી ગઈ. ગમે ત્યાં રહેવાનું થાય પણ આ કરવાનું છે તે આરાઘના બતાવેલ. બાકી કર્મ બાંધ્યા તે આવશે પણ તેથી ડરવાનું નથી. મારાથી મોટા મા૨ા ગુરુ, તે સિવાય કોઈ નહીં વડોદરાના રાજા પેટલાદ આવવાના હતા તેથી હું જવાનો હતો. પ્રભુશ્રીજીના દર્શન કરવા ગયો ત્યારે કહ્યું – કોઈની મહત્તા આપણા ઉપર પડવા દેવી નહીં. મારાથી મોટા મારા ગુરુ. તે સિવાય કોઈની મહત્તા મનમાં પડવા દેવી નહીં. નહીં તો તેવા ભાવોથી મિથ્યાત્વ ગાઢ થાય અને કર્મનો બંઘ થાય. માટે કોઈ ગમે તેવો મોટો હોય તો પણ તેની મહત્તા મનમાં આણવી નહીં. પેટલાદ જવું હોય તો જા પણ મળશે નહીં. તેમજ થયું. હું પેટલાદ ગયો પણ રાજા આવ્યા નહીં. શ્રી ગુલાબચંદજી જીવાવત આહોર ૨૨૯ પ.પૂ.પ્રભુશ્રીજી સત્ની મૂર્તિ પ.પૂ.પ્રભુશ્રીજીનો મને પ્રથમ સમાગમ અગાસ આશ્રમમાં થયેલો. નાનપણમાં સાધુસાધ્વીનો ઘણો સમાગમ કરેલો. તેથી પ.પૂ.પ્રભુશ્રીજી તો મને સત્ની મૂર્તિ જણાયા. અદ્ભુત વિભૂતિરૂપે ભાસ્યમાન થયા. પછી પૂના ગયો ત્યાં બોધનો ઘણો લાભ મળ્યો અને આ માર્ગની શ્રદ્ધા થઈ. અંદર ઊતરી ગયું. ત્યારબાદ આશ્રમમાં મંત્ર લીધો. તેમના જીવનકાળ દરમિયાન સમાગમનો લાભ લીધો હતો. પાછળથી ઓછો થઈ ગયો. મંત્રથી વિશેષ મારી પાસે કંઈ નથી એક વખત શ્રી શાંતિવિજયજી મહારાજ આબુવાળા પાસે ગયો હતો. તેમને કહ્યું કે મોક્ષનું કંઈ સાધન આપો. ત્યારે તેમણે મને પૂછ્યું હાલ શું કરો છો? મારી પાસે તત્ત્વજ્ઞાન હતું તે બતાવીને ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુમંત્ર વિષે મેં જણાવ્યું. તે જાણી તેમણે કહ્યું આથી વિશેષ મારી પાસે કંઈ નથી. પછી તેઓએ કૃપાળુદેવના વખાણ કર્યાં. ત્યાં મેં અવલોકન કર્યું કે તેમની પાસે માત્ર કામનાબુદ્ધિથી લોકો આવતા હતાં. જ્યારે આશ્રમમાં આવી કોઈ વાત જણાતી નથી. અહીં કોઈ કંઈપણ લૌકિક કામનાથી આવતા નથી. શ્રી ફૂલાભાઈ લલ્લુભાઈ પટેલ કાવિઠા મોક્ષ જોવો છે, જુઓ આ મોક્ષ એક દિવસ શાંતિસ્થાનવાળી જગ્યામાં બોધ ચાલતો હતો તે વખતે પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું : મોક્ષ જોવો છે? પછી પરમકૃપાળુદેવના ચિત્રપટ તરફ આંગળી કરી બતાવ્યું-જુઓ આ મોક્ષ’ એમ ત્રણવાર કહ્યું હતું. પરમકૃપાળુદેવનો આત્મા મોક્ષસ્વરૂપ છે. ‘તું છો મોક્ષસ્વરૂપ’. શ્રી ગુલાબચંદજી શ્રી ફુલાભાઈ

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271