Book Title: Laghuraj Swami Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 248
________________ મુનિશ્રી મોહનલાલજી મહારાજ અગાસ આશ્રમ મહાવી૨નું હૃદય જાણ્યું હોય તેવો અર્થ મુનિ મોહનલાલજી પૂ.પ્રભુશ્રીજીને જણાવે છે કેદેવકરણજીના બોધથી હું સંસાર છોડી સાધુ થયો. આપના ઉપર પણ પૂજ્યભાવ ખરો. પણ પછી કૃપાળુદેવ સાથે આપનો સંબંઘ થયા પછી આપ અને આપના શિષ્ય દેવકરણજી બન્ને ઉપરથી ભાવ ઊઠી ગયો અને આપના વગોણાં કરતો. પછી એક ભાવનગરના સાધુ પાસે આચારાંગ સૂત્ર ભણવા રહ્યો. તેમણે કહ્યું કે આપણને સમજવું આટલું મુશ્કેલ પડે છે પણ શ્રીમદ્ રાજચંદ્ર કરીને એક પુરુષ છે તે તો જાણે મહાવીરનું હૃદય જાણ્યું હોય તેમ તેનો અર્થ કરે છે. એટલે મેં કહ્યું કે એમ? તો કહે કે ‘એમ!’ એટલે પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે દેવકરણજી અને મોટા મહારાજને અવગણ્યા તે ખોટું થયું. એટલે તે સાધુએ કહ્યું કે એમની જો આશાતના કરી તો માર્યા ગયા જાણજો. તેથી એકદમ આપને મળવાની ઇચ્છા જાગી. એક પરમ સ્નેહી સાધુ હતો. તેને મેં આગળ મોકલ્યો કે આપની ચર્યા જુએ અને તેને જે લાગે તે કહે. ચોથા આરાના બન્ને પુરુષ છે મુાનશ્રા માહનલાલજી પછી હું એકાદ માસ બાદ ખંભાત તરફ ગયો. ત્યાં તો રસ્તામાં પેલો સાધુ એક માસ આપનો સમાગમ કરી મને મળ્યો. તેને પૂછ્યું પણ કંઈ કહે નહીં, પછી વધારે પૂછ્યું એટલે કહ્યું કે ચોથા આરાના બન્ને પુરુષ છે. એટલે વળી જિજ્ઞાસા વધી. બીજા બધા ખેડા ગામમાં ગયા. હું તો આપને મળવા એક બંગલામાં રોજ આપ જાઓ છો એમ મને ખબર મળી કે ત્યાં ગયો. નદીકિનારે વિશ્વાસીનો ચાર માળનો બંગલો હતો તેના ઉપલા માળે આપ કંઈ બોલતા હતા. મેં દાદરામાં રહી આપ શું કરો છો તે જોયું. ઘડીક પ્રણામ કરતા, કોઈ વખત ગાથા બોલતા, કોઈ વખત ઊભા જ રહેતા. એ બધી ચર્ચા ઉપરથી આપની કોઈ અલૌકિક દશા લાગતી હતી! પછી ગામમાં જવાનો વખત થવા આવ્યો હતો. એટલે પ્રણામ કરી બેઠો અને પછી ગામમાં ગયો. ત્યાં કોઈની સાથે આપ બોલતા નહીં, માત્ર સાધુ સાથે જે કંઈ પૂછે તો બોલો; નહીં તો શાંત જ રહેતા. જે એમનું થાય તે મારું થજો પછી ખંભાત પધાર્યા ત્યારે સાથે ચોમાસું ગાળવાનો લાભ મળ્યો. અંબાલાલાભાઈની વૈરાગ્યદશા અને આપની સાથે આખી રાત તેમને વાતો ચાલતી તે બધું જોઈને મને ચમત્કાર લાગી ગયો અને તે જ ચોમાસામાં શ્રીમદ્ રાજચંદ્ર-કૃપાળુદેવ પધાર્યા અને એક અઠવાડિયું મુનિઓને બોધ આપ્યો. આપે પહેલાં મુમતી નાખી દીધી અને પછી થયું, “શું કહેશે? પૂછ્યા વગર કર્યું તે ઠીક કહેવાય?’’એ વિચારથી એક કલાક સુધી આપને આંસુની ધાર ચાલી અને કૃપાળુદેવની આંખમાંથી પણ આંસુ ઝરવા લાગ્યા ! બધા સ્તબ્ધ થઈ ગયા. પછી પરમ કૃપાળુદેવે દેવકરણજીને કહ્યું કે મહારાજને મુમતી આપો અને જણાવો કે હજી પહેરવાની જરૂર છે. પછી દેવકરણજીએ મને એક બાજુ બોલાવી કહ્યું : “જેમણે દોઢ માસનો દીકરો અને બ્યાશી વરસની ડોસી છોડી, સાધુપણું લીધું તે જે પુરુષને ગ્રહણ કરે તે અમથા કરતા હશે? જે એમનું થાય તે મારું થજો, એમ આજથી ગણી લે અને તેમાં તારું કલ્યાણ થશે.” એટલે તે દિવસથી કૃપાળુદેવ પર આસ્થા થઈ. (ઉ.પૃ.૨૬૮) ૨૪૧

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271