Book Title: Laghuraj Swami Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 257
________________ સંઘના સંકટનું પ્રભુશ્રીજીએ કરેલ નિવા૨ણ સંદેશ૨ના ભક્તિ પ્રસંગે આજુબાજુના તથા દૂરના ઘણા ગામોથી મુમુક્ષુઓ આવતા હતા. છેલ્લે દિવસે સ્વામીવાત્સલ્ય હતું. તેમાં ચાર હજાર માણસની રસોઈ બનાવવામાં આવી હતી. પણ આજુબાજુના લોકો છેલ્લે દિવસે વધી જવાથી સાત આઠ હજાર થઈ ગયા. ભક્તિ પૂરી થયે પ્રભુશ્રીજી એમના ઉતારે પધાર્યા. મુમુક્ષુઓ વિચારમાં પડી ગયા કે હવે આપણે આટલા બધાને કેવી રીતે જમાડીશું? એકે એમ કહ્યું કે બધાને લાડવાનો પ્રસાદ આપી દઈએ, અને જે આપણા છે તેમને જમાડીએ. ત્યારે કાવિઠાના કલ્યાણજીભાઈએ કહ્યું કે આપણે આવા વિકલ્પો કરીએ તેના કરતાં પ્રભુશ્રીજીને જ પૂછી જોઈએ, અને તે કહે તેમ કરીએ. બેચાર મુમુક્ષુ કલ્યાણજીભાઈ સાથે પ્રભુશ્રીજીને પૂછવા ગયા અને કીધું કે પ્રભુ! માણસ બહુ વધી ગયું છે અને રસોઈ પૂરી પડે તેમ નથી. માટે બધાને લાડવાનો પ્રસાદ આપી દઈએ કે કેમ ? ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું પ્રભુ એમ! એવું કહી ચાલતા ચાલતા જ્યાં લાડવાની કથરોટો પડી હતી ત્યાં આવ્યા. કથરોટો જોઈ તેમાં લાકડી નાખીને કહ્યું – ઉપર કપડું ઓઢાડો. બાજુથી લાડવા આપજો, થઈ રહેશે. બધાને જમવા બેસાડો. બધા જમી રહ્યા પછી પણ રસોઈ વધી હતી. આશ્રમ માટે વધારાની જમીન ખરીદી આશ્રમ માટે ભેટ મળેલ બાર વીઘા જમીનની આજી બાજુની બીજી જમીનો પણ બાંધકામ માટે વેચાતી રાખવામાં આવી. તેથી કુલ્લે પંદરેક વીઘાની જમીન આશરે થઈ. તે જમીન પર ત્રણેક ઓ૨ડીની એક ધર્મશાળા બાંધવાનું પ્રથમ નક્કી કરવામાં આવ્યું. આશ્રમ કેટલું બાંધીશું? આશ્રમ બાંધવાનો વિચાર થયા પછી રણછોડભાઈ, શંકરભગત આદિ મુમુક્ષુઓ રાયણ નીચે બેઠા હતા ત્યારે રણછોડભાઈએ કીધું કે આશ્રમ કેટલું બાંધીશું? પ્રભુશ્રીજી કંઈ બોલ્યા નહીં પણ ઊઠ્યા અને મેઘજી થોભણની ધર્મશાળાથી પોતાની લાકડી લબડાવી ચાલ્યા તેથી લીટો પડી ગયો. પછી અંદરના ઝાંપા સુધી આવી ઊભા રહ્યા. કૂવાનું ખોદકામ બીજી વાર મુમુક્ષુઓ ભેગા થયેલા તે વખતે રણછોડભાઈએ પ્રભુશ્રીજીને જણાવ્યું કે પ્રભુ!બાંઘકામ કરીએ પણ પાણીની જરૂર પડશે. માટે કૂવો ક્યાં કરવાનું રાખીએ? ત્યારે પ્રભુશ્રીએ રાયણ નીચેથી ચાલવા માંડ્યું. એઓ આગળ ચાલે ને ભાઈઓ પાછળ. ચાલતાં ચાલતાં પ્રભુશ્રીજી જ્યાં ઊભા રહ્યા ત્યાં ભાઈશ્રીએ રહ્યા ત્યાં ભાઈશ્રીએ કોદાળા વતી નિશાન કરી દીધું. તે જગ્યાએ કૂવાનું ખોદકામ ચાલુ કર્યું. ચાલીશેક ફૂટ ખોદીને માટી કાઢી. એક દિવસે ખોદકામ માટે મારો કૂવામાં ઊતર્યા, અને ખોદકામ કરતા હતા. તેટલામાં પ્રભુશ્રીજીએ એક માણસને જણાવ્યું કે પેલા કૂવો ખોદે છે તે મજૂરોને ત્યાં જઈ મોટે સાદે કહો કે બધા બહાર ચાલ્યા આવો. તેણે તેમ કર્યું અને મજૂરો બહાર આવી ગયા. થોડા સમય બાદ માટી ઘસી પડી અને કૂવાનો ઘણો ભાગ પુરાઈ ગયો. પછી લાકડાની રંગી કરીને કૂવામાં ઉતારી કે જેથી માટી ઢળી ન પડે, અને ફરીથી ખોદકામ શરૂ કર્યું. એ પ્રમાણે ખોદકામ કરતા ૮૦-૯૦ ફુટે અખૂટ પાણીના ઝરા લાગી ગયા અને મીઠું પાણી નીકળ્યું. મશીનથી રાત દિવસ પાણી કાઢે તો પણ ખૂટે નહીં તેમ બન્યું. આ કૂવાના બાંઘકામ માટે રૂપિયા ત્રણ હજાર નડિયાદના શ્રી ડાહ્યાભાઈ દિવાને પ્રભુશ્રીજીની ભક્તિથી રંગાઈને આપ્યા હતા. પ્રભુ! થાંભલા વગરનો સભામંડપ બની શકે? શ્રી ડાહ્યાભાઈ જિનમંદિર પાસેનો સભામંડપ બાંધવાનો વિચાર થયો ત્યારે ભાઈશ્રી રણછોડભાઈને પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું : પ્રભુ ! થાંભલા વગરનો મંડપ બની શકે? ત્યારે તેઓ ખંભાતથી એક ખોજા આર્કીટેક્ટને બોલાવી લાવ્યા. તેણે રાયણ નીચે ઘૂળમાં થાંભલા વગરનો સભામંડપ દોરી બતાવ્યો. તે જોઈ પૂ.પ્રભુશ્રીજી બોલ્યા કે વાહ પ્રભુ વાહ! એવું જોઈએ. તે પ્રમાણે જ આ જિનમંદિર પાસેનો સભામંડપ બનેલ છે. દેરાસર, સભામંડપનું ખાતમુહૂર્ત સં.૧૯૭૮માં માણેકજી શેઠના હાથે દેરાસર, સભામંડપની ખાતમુહૂર્ત વિધિ લગભગ દસ વાગે પ.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞાથી કરાવી હતી. શેઠજીએ તે વખતે ઉલ્લાસભાવે લોભ છોડવા રૂપિયા ત્રણ હજાર એ મહાન કાર્યમાં લખાવ્યા. વળી એમના મિત્ર મંડળમાંથી બીજા નાણાં મેળવી આપવા બનતું કરીશ એમ પણ કહ્યું. ૨૫૦ પ્રભુશ્રીજીના મેળાપથી તાજગી સભામંડપનું ભોંયરૂં રાતના બાર વાગ્યા સુધી મુમુક્ષુ ભાઈઓ ખોદે, પછી સૂઈ જાય. રાત્રે થાકી જાય એટલે મનમાં થાય કે ઘરે જતા રહીએ. પણ પ્રભુશ્રી આવે ને વાતો ચીતો કરે કે ફરી પાછા તાજા થઈ જાય અને સવારમાં કામ કરવા લાગી જાય.

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271