________________
ARABAR
પ.પૂ.પ્રભુશ્રીજીનો મૃત્યુ મહોત્સવ
KIND
ક
J
વળી ચૈત્ર વદ છઠના રોજ પ્રભુશ્રીજી પ્રકાશે છે :— “આત્માને મૃત્યુ મહોત્સવ છે. એક મૃત્યુ મહોત્સવ છે.એક આત્મા. બીજ કાંઈ નહીં. તેનો મહોત્સવ. મૃત્યુ મહોત્સવ. પરમ કૃપાળુ દેવનું શરણું છે તે માન્ય છે....સૌ સંપે મળીને રહેજો.
ગુરુદેવ સહજાત્મસ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુદેવ
કૃપાળુદેવે મને કહ્યું છે તે વગર વાત નથી. ગુરુદેવ સહજાત્મસ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુ દેવ છે. આત્મા છે. જેમ છે તેમ છે....એક મૃત્યુ મહોત્સવ. ‘થિંગ ઘણી માથે કિયા રે કુણ ગંજે નર ખેટ' બીજો હવે નથી....એની શ્રદ્ધા અને પ્રતીતિ. બસ, આણાએ ઘમ્મો આણાએ તવો, મુદ્દો એ જ. વાત એ જ છે. બીજી લીધી નથી. દૃષ્ટિની ભૂલ નથી. જે છે તે છે. એક પરમ કૃપાળુદેવ —થાવું હોય તેમ થાજો, રૂડા રાજને ભજીએ.’ આ પુદ્ગલ છે. આત્મા નથી. સંજોગ છે. સંજોગનો નાશ છે. હીરાભાઈ ઝવેરીને પણ લેવાના છે. ચોટ છે. પરમ કૃપાળુ દેવને પકડેલા છે. જેનો વિશ્વાસ એને માન્ય છે.
જે સોભાગભાઈને ધ્યાન હતું તે જ છે
વિરામ પામું છું. વિરામ પામું છું. ખમાવું છું. એક આત્મા સિવાય બીજી વાત નથી. પરમ કૃપાળુ દેવે કહ્યું હતું ‘મુનિઓ, આ જીવને (પ્રભુશ્રીને) સમાધિમરણ સોભાગભાઈની પેઠે થશે.' જે સોભાગભાઈને ધ્યાન હતું તે જ છે. બીજું કંઈ માન્ય નથી. બીજું કંઈ સમજીએ નહીં. પરમ કૃપાળુ દેવ માન્ય છે. પુદ્ગલની અથડામણી. રાખનાં પડીકાં. નાખી દેવા યોગ્ય છે.
૧૧૦
પરમકૃપાળુદેવની દૃષ્ટિવાળાનું કલ્યાણ
બધાય પરમ કૃપાળુ દેવની દૃષ્ટિવાળાનું કલ્યાણ છે. ભાવના છે એ મોટી વાત છે. ફૂલ નહીં અને ફૂલની પાંખડી. કૃપાળુ દેવની દૃષ્ટિ ઉપર બધા આવે છે. સૌનું કામ થઈ જશે. બીજા લાખો હોય તો ય શું ?’’ -ઉ.પૃ. (૭૮)