________________
આપણો આત્મા સિદ્ધ જેવો
એકવાર પ્રભુશ્રીજીએ ઉપદેશમાં જણાવ્યું કે ‘આપણો આત્મા સિદ્ધ જેવો છે, પરંતુ આવરણે ઢંકાઈ ગયો છે. જેમ ફાનસ તો બળતું હોય, પણ કાચ ઉપર મેશ બાઝી જવાથી પ્રકાશ બહાર આવતો નથી. તેમ આત્મા ઉપર કર્મરૂપી મૈશ બાઝી ગયેલ છે. તેને દૂર કરીએ તો આપણા આત્માનો પ્રકાશ જે સિદ્ધ ભગવાન જેવો છે તે બહાર આવે. કર્મરૂપી મેશને દૂર કરવા દરરોજ મંત્રનું રટણ કરીશું તો આપણો આત્મા જરૂર યુદ્ધ થશે.
ધર્મમાં શ્રદ્ધા - વિશ્વાસ એ તો પહેલો જોઈએ
પ્રભુશ્રીજીએ એક દૃષ્ટાંત આપ્યું કે એક બાદશાહ હતો. તે દરેકને દાન આપે. એક ગરીબ ફકીરની વહુ કહે બાદશાહ દાન આપે છે તો તમે પણ લેવા જાઓને. જેથી તે ફકીર, બાદશાહ પાસે દાન લેવા ગયો. તેને જોઈ વિચાર આવ્યો કે બાદશાહ પણ માણસ છે અને હું પણ માણસ છું. હું ગરીબ અને એ રાજા, એમ કેમ ? જેથી તેણે બાદશાહને પૂછ્યું કે રાજાજી તમને આ બધું ધન કોણે આપ્યું? રાજાએ કહ્યું મને તો ખુદાએ આપ્યું. ત્યારે ફકીરને વિચાર આવ્યો કે ખુદા એને આપે છે તો મને કેમ નહીં આપે. જેથી બાદશાહ પાસેથી પૈસા લીધા વિના જ તે આવી ગયો. અને ખુદા દેગા તોઠી લેગા એવો વિચાર કર્યો.
ઘરે આવીને બીબીને બધી વાત કરી ત્યારે તેણે કહ્યું – બીજે ગામ માંગવા જાઓ, એમ કંઈ ખુદા આપે નહીં. પણ તેને ખુદા ઉપર પૂરો વિશ્વાસ હતો કે ખુદાએ બાદશાહને આપ્યું તો મને પણ જરૂર આપશે. આવા વૃઢ વિશ્વાસથી તે બીજે ગામ જવા ૨વાના થયો. રસ્તે એક વાડમાં કંઈક ચળકતું જોયું. વાડમાં સોનાચાંદીના સિક્કા ભરેલો એક ચરૂ જોયો. તેના ઉપર ધૂળ નાખી પાંદડા ઢાંકી ઘેર આવી બીબીને બધી વાત કરી. તે કહે એ બધું કોઈ લઈ જાય તો તમે શું કરો ? આ બધી વાત થતી હતી તે પાડોશીએ સાંભળી લીધી. જેથી ફકીરે બતાવેલી જગ્યાએ તેણે જઈને જોયું તો સાચે જ ચરૂ હતો. તેના ઉપરનું મોઢું છોડીને જોયું તો અંદર સર્પ-વીંછી વગેરે ઝેરી જીવો જોવામાં આવ્યા. તેથી પાછું મોઢું બાંઘી દીધું અને વિચાર્યું કે એણે મને મારવા માટે જ આ યુક્તિ કરી છે. માટે એને પણ હું બતાવી દઉં, એમ નક્કી કરી તે ઘડો સાથે લઈને ઘેર આવ્યો.
લેકિન ખુદા ઉપર વિશ્વાસ ચાહિએ.
પ્રભુશ્રીજી કહે ધર્મમાં શ્રદ્ધા - વિશ્વાસ એ તો પહેલો જોઈએ. શ્રદ્ધા જેટલી બળવાન તેટલો પુરુષાર્થ પણ બળવાન હોય.’ પાડોશી પણ સમજી ગયા કે આ તો એના નસીબનું જ હતું તેથી હું જ ઊંચકી લાવી એને મારવા માટે ઉપરથી નાખ્યું. મને ઝેરી જીવો દેખાયા અને એને ઘન દેખાયું. એમ કોઈનું નસીબ કોઈ લઈ શકતું નથી. છતાં અજ્ઞાની જીવો એક બીજાનું સારું જોઈ ઈર્ષ્યા કરી કર્મ બાંધે છે.
રાત્રે પોતાના ઘર ઉપર ચઢી બાજુના ફકીરના ઘરના નળિયા ખસેડી અંદર બાકોરું પાડી ચરૂનું ઢાંકણ ખોલીને તે ઘડો ઊંધો કર્યો. જેથી તેના ઘરમાં પડતાં જ સોના-ચાંદીના સિક્કાનો અવાજ થયો અને તેઓ જાગી ગયા. જુએ છે તો સિક્કાનો ઢગલો. તેણે બીબીને કહ્યું કે જોયું, ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ,
જ
૧૬૧