Book Title: Laghuraj Swami Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 233
________________ તમારા છોકરાને તો સાધુ બનાવી દેશે મારી નાની ઉંમરમાં પ્રભુશ્રી પાસે થોડો વખત રહ્યો હતો. હું બહુ તોફાની હતો. પ્રભુશ્રીએ મને એક દિવસ કહ્યું કે ભાઈ તું તારે ઘેર જા. મેં આનાકાની કરી ત્યારે પ્રભુએ કહ્યું એકવાર જા. ફરી આવવું હોય તો આવજે. કેમકે ગામમાં મારા પિતાને લોકોએ એવું ભરમાવેલું કે તમારા છોકરાને તો સાધુ બનાવી દેશે. તેથી તેઓ લેવા આવવાનો વિચાર કરતા હતા. તેટલામાં તો હું જ ઘરે આવી પહોંચ્યો. પિતા મને જોઈને નવાઈ પામ્યા અને પૂછ્યું ત્યારે મેં કહ્યું કે પ્રભુશ્રીએ મને ઘરે જતા રહેવા કહ્યું છે. આવી હકીકત જાણી પિતાને પણ પ્રભુશ્રીના દર્શન કરવાના ભાવ થયા અને અમે અગાસ આવ્યા. પછી મને પાસે રાખવા પ્રભુશ્રીને વિનંતી કરી તેથી ફરી હું ત્યાં રહ્યો હતો. શ્રી પૂનમભાઈ ૨ણછોડભાઈ પટેલ નાર શ્રી સોમાભાઈ શામળદાસ પટેલ સુણાવ બધા જમી રહ્યા પછી મૂશળધાર વરસાદ ૨૨૬ એક વખત પર્યુષણમાં પારણાનો દિવસ હતો. તે વખતે જમવા માટે અગાસ આશ્રમમાં અંદર બેસવાની સગવડ નહોતી, તેથી બહાર ખુલ્લામાં જમવા માટે બેસાડતા હતા. તે દિવસે સાંજે જમવાના વખતે એક્દમ ગાજવીજ સાથે આકાશમાં ઘનઘોર વાદળ થઈ ગયા અને જાણે હમણા વરસાદ પડશે એટલે બઘા ગભરાયા. એ વાત પ્રભુશ્રીજીને જણાવી કે પ્રભુ આવું થયું છે. પ્રભુશ્રીજી તે વખતે ઉપર તેમના રૂમ બહાર રાયણ બાજાની અગાસીમાં બેઠા હતા. તેમણે આકાશમાં વાદળ તરફ થોડીવાર જોયું અને હાથ ઊંચો કર્યો અને કહ્યું : બઘાને જમવા બેસાડી દો. પછી રાત પડી જશે. બધા જમી રહ્યા અને હાથ ઘોઈને ઊઠ્યા કે તરત જ ખૂબ મુશળધાર વરસાદ પડ્યો. અને જન્મેલા માસોના પતરાળા પણ બધા પાણીમાં તણાઈ ગયા. તે વખતે હું હાજર હતો. આ મેં નજરે જોયું છે. શ્રી સોમાભાઈ સત્પુરુષ કહે તેમ કરવું, ક૨ે તેમ ન કરવું એકવાર પ્રભુશ્રીને લોચ કરતા જોઈ મેં પણ મૂછ તથા દાઢીના વાળને ખેંચી કાઢ્યો તો મોઢું સુજી ગયું, તે વખતે મને પ્રભુશ્રીએ આ વાત જાણી ત્યારે કહ્યું – સત્પુરુષ કહે તેમ કરવું, થયું કે પ્રભુ તો ઘણું કષ્ટ સહન કરે છે. આપણાથી આ થાય નહીં. કરે તેમ ન કરવું. સૂળીનો ઘા સોયથી ટળી ગયો એકવાર મારા હાથમાં સળિયો પેસી ગયો. પ્રભુશ્રી કહે – અમારી દવા કરવી છે કે ડૉકટરની. મેં કહ્યું તમારી. તેમના કહ્યા પ્રમાણે ખપાટીયાં બાળી તેની રાખની દિવેટ કરી ઘામાં ભરી દીધી. ઉપર ચાર વાર દિવસમાં તલનું તેલ સીંચવા કહ્યું. બીજા કહે પાકી જશે. પણ મેં તો તે જ કર્યું તો આઠેક દિવસમાં સારું થઈ ગયું. પ્રભુશ્રી કહે સૂળીનું વિઘન સોયથી ગયું.

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271