Book Title: Kshama tatha Kshamapana
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ક્ષમાં તથા ક્ષમાપના ૦ ૩૯ સ્થાન મન છે અને તમામ પ્રવૃત્તિઓનું પ્રેરક પણ મન છે.” જેમનું મન ઉપર જણાવેલાં દૂષણોથી ઊભરાય છે અને જયારે મન એ દૂષણોના આવેગને જીરવી શકતું નથી એટલું બધું ઉગ્ર પ્રક્રિષ્ટ બને છે, ત્યારે તેની સત્તા શરીર અને ઇન્દ્રિયો ઉપર ચાલવા લાગે છે. એટલે જયારે મન, શરીર અને વાણી સંપ કરે છે ત્યારે ભારેલો અગ્નિ ખુલ્લો થતાં જે સ્થિતિ થાય છે તે સ્થિતિને અટકાવી શકાતી નથી. પરિણામમાં પ્રિયતમ પાત્રો સાથે પણ નજીવાં બાનાં ઊભાં કરીને ઝેરવેર થવા લાગે છે. આ એવી આગ સળગે છે કે જેમાં સ્ત્રીપુરુષ, તેમનાં કુટુંબ-પરિવાર અને મનાયેલાં તમામ સ્વજનો, ગુરુ, ચેલા, શેઠ, વાણોતર, ઉપરી અને નોકર–એ બધાંના સંબંધો ભસ્મીભૂત થઈ જાય છે અને સમસ્ત સંસારમાં જયાં-ત્યાં રાક્ષસી તાંડવ નજરે પડે છે. સદૂભાગ્યે પ્રાણીમાત્રને વિસ્મરણશક્તિની બક્ષિસ મળેલ છે અને પેટ તો કોઈને છોડતું જ નથી. એટલે પાછું ગાડું ચાલવા લાગે છે; પણ ફરીને કઈ પળે એ તાંડવ નથી થવાનું એમ કોઈ કહી શકવા સમર્થ નથી. એ તાંડવને અટકાવવાના ઉપાય નથી એમ નથી; પણ માનવ એ ઉપાયો અજમાવવા સારુ પોતે સંકલ્પ જ કદી કરતો હોય એમ જણાતું નથી. શ્રી. બુદ્ધે જ એ માટે એનો ઉપાય બતાવેલ છે કે “જે મનુષ્ય પ્રદ્ધિષ્ટ મન રાખીને પ્રવૃત્તિ કરશે અને વારેવારે સામાના દોષો જ જોયા કરશે કે આણે મને ગાળ દીધી', “મને તુચ્છકાર્યો', “મને માર્યો', “મને હરાવ્યો આમ વારંવાર યાદ કરતો રહેશે તે માણસની પાછળ જેમ ગાડીએ જોડેલા બળદની પાછળ પૈડું ચાલતું જ રહે છે તેમ દુ:ખ ચાલતું જ રહેવાનું છે અને જે મનુષ્ય પ્રસન્ન મન રાખીને પ્રવૃત્તિ કરશે તથા પોતાના અંતરમાં જ જોયા કરશે અને “બીજાએ શું કર્યું તે બાબત વિચાર કરવો છોડી દેશે તે માણસને. જેમ તેનો પડછાયો કદી છોડી જતો નથી તેમ સુખ (તેવા માણસને) કદી છોડતું જ નથી”. આ બાબત શ્રી ગીતાજીમાં પણ બીજી રીતે સમજાવેલ છે કે १. अक्कोच्छि में अवधि में अजिनि मं अहासि मं । વે નં ૩૫નતિ કે તે 7 સતિ . ધમ્મપદ યમક વર્ગ ગા. ૩ ૨. સુવૃદુઃણે અને ત્વા નામાડતાપ નયાનથી તતો યુદ્ધાય અવસ્વ નૈવં પાપમવાર | ગીતા અધ્યાય ૨, શ્લોક ૩૮ અહીં અર્જુનને બદલે આપણે એમ સમજવાની જરૂર છે કે વ્યવહારમાં પડેલા અને સંઘર્ષમાં આવેલા આખા જગતને ભગવાન કૃષ્ણ આ સંદેશો સંભળાવે છે અને કહે છે કે જે મનુષ્ય કે સમાજ આ શ્લોકમાં કહેલી વાતને યથાર્થ સ્વીકારી, આચરણમાં મૂકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17