Book Title: Kshama tatha Kshamapana
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 14
________________ ૫૦ સંગીતિ બાહ્ય જેવી લાગે, છતાં છોડવી જ નહિ પણ સતત ચાલુ રાખવી. એમ સતત ચાલુ રાખતાં એ શાબ્દિક પ્રવૃત્તિ પણ વિચારવિવેક સાથે ચાલુ થઈને આપણા અંતરને જગાડશે અને એ અંગેનો દઢ સંકલ્પ થતાં, અંતર જાગતાં આપણે એકદમ ન્યાલ થઈ જવાનાં એમાં શંકાસ્થાન નથી. લેખ વધારે લાંબો થઈ ગયો છે છતાં પિષ્ટપેષણ જેવું કરીને તથા પુનરુક્તિનો દોષ માથે લઈને આ અગત્યની બાબતને વધુ સ્પષ્ટ કરવાની વૃત્તિને રોકી શકતો નથી. રોગીને પોતાને રોગ છે એવી ખબર છે, આરોગ્યના સુખનો અનુભવ પણ છે; માટે જ તે રોગને નાબૂદ કરવા દક્ષ વૈદ્યની સહાય લે છે, ઔષધ સતત વૈદ્યની સૂચના પ્રમાણે લાંબા કાળ સુધી ખાય છે, પથ્ય પૂરું બરાબર જાળવે છે અને ઔષધ લેવા માટે નિયત કરેલ સમયે બરાબર તે લે છે. આમ કર્યા પછી પણ વૈદ્યની સૂચનાનુસાર રહેતાં તેને બીજી માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ અંગે સંયમ પાળવાનો હોય છે તેને પણ બરાબર પાળે છે. ઉપરાંત રોગી પરમેશ્વરની કૃપાનો આકાંક્ષી પણ છે. આ રીતે ઔષધ લેનારો રોગી નીરોગી થયા વિના રહે નહિ. તે જ રીતે, આપણને આપણા આંતર-શલ્યરૂપ રોગના ભાનની ખાસ જરૂર છે. ભાન થયા પછી આપણી તમામ પ્રવૃત્તિઓની ચોકી કરવાની જરૂર છે. બોલવામાં, સાંભળવામાં, ખાવા-પીવામાં, જોવામાં, સ્વાદ લેવામાં કે બીજી એવી શારીરિક કે માનસિક આનંદજનક મનાતી પ્રવૃત્તિઓમાં ખૂબ સાવધાનીથી વર્તવું એ બધું આપણે માટે મહાપથ્ય રૂપ છે. આંતર-શલ્યનો રોગ મટાડવા ક્ષમા અને ક્ષમાપના એ પ્રધાન ઔષધ છે તથા પેલા પ્રસિદ્ધ ત્રણ વાનરોની જેમ પ્રત્યેક અનુચિત જણાતા વ્યવહારમાં બહેરા, મૂંગા અને આંધળા બનવાની વિશેષ જરૂર છે. છેવટે, બળાત્કારે પણ ક્ષમા અને ક્ષમાપનાના રસ્તા ઉપર આવવાનું છે અને તેની મજબૂત ટેવ પાડવાની છે. ધારો કે કોઈ સુંદર આકૃતિ કે પદાર્થ જોતાં મનનું શલ્ય વિશેષ જોર ઉપર આવે, તેવે વખતે એ આવેગ તરફ આંખમીંચામણાં કરવાનો દઢ સંકલ્પ કરવો અને શરીરની ગતિ રોકી રાખવી. આંખ, હાથ, પગ, મુખ, કાન વગેરે અવયવોને અમુક લાંબા ગાળા માટે નિષ્ક્રિય બનાવી દેવા. એટલે પેલો આવેગ ધીરેધીરે ધીમો પડીને ખસી જશે અને એ સાથે સતત સદ્વાચનની પ્રવૃત્તિ શરૂ કરવી કે શરીરને બીજી કોઈ પરિશ્રમી પ્રવૃત્તિમાં જોડી દેવું; તો એ શલ્ય આપણને હેરાન નહિ કરી શકે. એ જ રીતે, ક્યાંય બોલચાલ થઈ, અપમાનનો પ્રસંગ ઊભો થયો, કોઈએ ગાળ દીધી અથવા ન કહેવાનું સંભળાવ્યું; ત્યારે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17