Book Title: Kshama tatha Kshamapana
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 17
________________ ક્ષમા તથા ક્ષમાપના 0 53 માટે, સંધ્યા, વંદન, પ્રાર્થના વગેરે કરવાની ભારપૂર્વક ભલામણ કરેલ છે તથા એ માટે વિશેષ વિશેષ વહેવારો પણ ગોઠવી આપેલા છે. ઓ ! ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ. હેત રાખી હસાવ તું, સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. આ પ્રાર્થનાને તો વિશ્વના તમામ લોકો સ્વીકારે છે. ગંભીર રીતે વિચારીએ તો માલૂમ પડશે કે આવી નાની પ્રાર્થનામાં પણ ગંભીર અર્થ રહેલો છે, અને ક્ષમા અને ક્ષમાપનાનું તમામ રહસ્ય આ નાનકડી પ્રાર્થનામાં સમાઈ ગયું છે. 1. જૈનોએ ક્ષમા અને ક્ષમાપનાની વિશેષ પ્રવૃત્તિ માટે ભાદરવા સુદ (શુક્લ દિવસ એ પૂરો શબ્દ છે) ચોથ કે પાંચમનો દિવસ મુકરર કરેલ છે અને તેની આજુબાજુ સાત દિવસ કે પંદર દિવસ સુધી ચાલે તેવા આકર્ષક તહેવાર ગોઠવેલા છે, જેનું નામ પજુસણ કે પજોસણ છે. પર્યપશમન શબ્દમાં ફેરફાર થઈ પ્રાકૃતમાં “પોસવણ” શબ્દ બને છે અને એ દ્વારા ચાલુ શબ્દ પજુસણ કે પજોસણ શબ્દ પ્રચલિત થયેલ છે. “સર્વપ્રકારે ઉપશાંતિ” એ અર્થ પર્યપશમન કે પોસણ શબ્દનો છે. કેટલાક લોકો “પચુસણ” એવું જે ભળતું ઉચ્ચારણ કરે છે તે ભૂલભરેલું છે. જરથોસ્તી પરંપરામાં આ ક્ષમા અને ક્ષમાપના માટે પતેતીનો તહેવાર મુકરર થયેલ છે. ઘણી વાર આ તહેવાર શ્રાવણ મહિનામાં આવે છે. વૈદિક પરંપરામાં આ માટે શ્રાવણી પૂર્ણિમાનો દિવસ નિયત કરેલ છે, જ્યારે બ્રાહ્મણવર્ગ પોતાનું જૂનું યજ્ઞોપવીત બદલીને નવું યજ્ઞોપવીત ધારણ કરે છે. પણ કમનસીબની વાત એ છે કે જયારે દીકરાને જનોઈ દેવાનો પ્રસંગ આવે છે ત્યારે એ અંગેની ક્રિયા તો ગૌણ બને છે અને આઇસ્ક્રીમનો કે ભોજનનો સમારંભ પ્રધાન બને છે. તેમ દરેક ધર્મમાં ક્ષમા અને ક્ષમાપના માટે દિવસો કે તહેવારો તો મુકરર થયેલ જ છે. પણ તે વખતે ઉપલા પ્રસંગની પેઠે દરેક ધર્મની પરંપરાઓમાં બીજી ધામધૂમો અને ભોજન વગેરેની પ્રક્રિયાઓ પ્રધાન સ્થાન લઈ જાય છે. એને લીધે એ દિવસો કે તહેવારો આપણા ચિત્તની શુદ્ધિ માટે ઉપયોગી રહેતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17