Page #1
--------------------------------------------------------------------------
________________
૪. ક્ષમા તથા ક્ષમાપના
માનવનું સમગ્ર જીવન સામાજિક છે, કૌટુંબિક છે, પારિવારિક છે. તે કોઈ પણ પ્રવૃત્તિ કરતાં સમાજ સાથે, કુટુંબ સાથે કે પરિવાર સાથે સંકળાયેલો રહે છે. ભિન્ન ભિન્ન આચાર-વિચારવાળા તો ઠીક, પણ કેટલીક વાર વિરુદ્ધ આચાર-વિચારવાળા લોકો સાથે સુધ્ધાં કામ પાડવાના પ્રસંગો ડગલે ને પગલે આવતા રહેતા હોય છે. જ્યારથી તે થોડો-ઘણો સમજણો થવા માંડે છે ત્યારથી માંડીને જીવનપર્યંત પ્રવૃત્તિશીલ મનુષ્યને આવી સ્ફોટક પરિસ્થિતિમાંથી ગુજરવું પડે છે. શિશુદશામાં રમતો રમતાં શિશુઓ, બાળમંદિરમાં કેળવણી પામતાં બાળકો, નિશાળ કે મહાવિદ્યાલયમાં પોતાની જાતને કેળવવા મથતા કુમાર-કુમારીઓ અને પછી સંસારના રણક્ષેત્ર ઉપર આવીને ગૃહસ્થાશ્રમની જવાબદારીને વરેલાં પુરુષો કે સ્ત્રીઓ, જેઓ વિવિધ વ્યવહારનાં ક્ષેત્રોમાં પોતાની પસંદગી તથા મર્યાદા કે શક્તિ અનુસાર પ્રવૃત્તિમાં પડેલાં હોય છે, તેઓ બધાંને લગભગ પોતાનાથી જુદી જુદી જાતની પ્રકૃતિવાળા, જુદી જુદી જાતના વિચારવાળા અને જુદી જુદી જાતના આચારવાળા લોકો સાથે પ્રતિપળ-પ્રતિક્ષણ કામ કરવાનું હોય છે. આવી પરિસ્થિતિમાં સ્વાર્થસિદ્ધિને કારણે પણ વ્યવહારનાં એ તમામ ક્ષેત્રોમાં થોડી-ઘણી તો સહનશીલતા પરાણે પણ કેળવવી પડે છે. વિવેક ન હોવાને કારણે બહારથી ભલે સહનશીલતા દેખાડવી કે રાખવી પડતી હોય, છતાં મનની સ્થિતિ ભારે કચવાટભરી, અણગમાભરી કે અરુચિભરી બનતી રહે છે. આમ થવાથી માણસમાત્રમાં બીજાં અનેક દૂષણો પેદા થવા માંડે છે. કેટલાક લોકોને પોતાનો ઉપરી, અધિકારી કે શેઠ ગમતો હોતો નથી છતાં તેની નીચે વા તેના હુકમને વશ થઈને પશુની પેઠે દોરાઈને પરાણે કામ કરવું પડે છે. ઘણી વાર ઉપરી, અધિકારીઓ કે શેઠ લોકો ભારે સ્વચ્છંદી હોય છે, તુમાખીવાળા હોય છે, વાતવાતમાં રોષે ભરાવાની પ્રકૃતિવાળા હોય છે અને વિલાસપ્રધાન હોઈ નહીં ઇચ્છેલાં, અણગમતાં વા ગજા ઉપરનાં કામો ભળાવતા હોય છે. આવી પરિસ્થિતિમાં મોટે ભાગે
Page #2
--------------------------------------------------------------------------
________________
૩૮ • સંગીતિ નાનાથી મોટા તમામ માનવીનું જીવન સદા સતત સંઘર્ષમાં જ ચાલતું હોય છે. સંઘર્ષ સ્ફોટક હોવાથી ભારેલા અગ્નિ જેવો હોય છે. આ સ્થિતિમાં ક્લેશના તણખા ઊડવા કે ભડકો થવો સ્વાભાવિક છે. સંસારમાં સરળ વૃત્તિના, વિવેકી તથા શ્રી ગીતાજી અનુસાર ભાગે આવેલી પ્રવૃત્તિને ધર્મ સમજીને કરનારા મનુષ્યો નથી એમ તો નથી, પણ એવા ખરેખર સરળ અને વિવેકી લોકો વિરલ દેખાય છે.
મોટો ભાગ તો દબાણ નીચે જ ચાલનારો હોય છે. કોઈને માતાપિતાનું દબાણ, શિક્ષકનું દબાણ, ઉપરી-અધિકારીનું દબાણ, દંડના ભયનું દબાણ, સ્ત્રીનું દબાણ, મિત્રોનું દબાણ, સમાજ, કુટુંબ કે પરિવારનું દબાણ એમ અનેક રીતે દબાણને વશ થઈને સમગ્ર પ્રવાહ ચાલે છે. જે લોકો વિશેષ શ્રીમંત છે તેમને વિશેષ ધન કે વિલાસો મેળવવાનું દબાણ હોય છે અને જે લોકો શિખર ઉપર બેઠેલા છે તેમને પોતાની સત્તાના દબાણ નીચે વા પોતાના અહંકાર, લોભ, સ્વચ્છંદ વગેરેના દબાણ નીચે વર્તવું પડતું હોય છે. આમ, તમામ લોકો કોઈ ને કોઈ જાતનાં દબાણની નીચે પોતાની મૂળ જાતને ભૂલી જઈને પ્રવૃત્તિ કરવામાં મશગૂલ રહેતા હોય છે. આવી પરિસ્થિતિમાં કોઈના મનમાં ક્રોધની વૃત્તિ જામતી રહે છે, ક્યાંય વળી દ્વેષ, ઈર્ષ્યા કે અહંકારના સંસ્કારો ઘર કરતા હોય છે, કોઈના ચિત્તમાં સામા પ્રત્યે તિરસ્કાર, તોછડાઈ કે ધૃણાના ભાવો ભરાવા લાગે છે, તો વળી ક્યાંક “મનમાં રામ અને બગલમાં છૂરી” એવી કપટવૃત્તિ પોષાતી હોય છે; અને લાગ આવતાં જ આ તમામ દુક્સંસ્કારો જયારે શરીર અને ઇંદ્રિયો સાથે સહકાર મેળવે છે ત્યારે મોટો વિનાશ સરજાયા વિના રહેતો નથી એ દશા કોના અનુભવમાં નથી?
જયાં સુધી આ બધાં અનિષ્ટ દૂષણો માત્ર મનમાં જ બીજરૂપે હોય છે ત્યાં સુધી તો સૌ કોઈને શાંતિનો, સુખનો કે સંતોષનો ભાસ થાય છે, પણ જયારે બીજો અંકુરો થઈ મોટા વૃક્ષનું રૂપ લેવા લાગી ફળ આપવા શક્તિમાન થાય છે, ત્યારે નાનામાં નાના માનવથી માંડી મોટા માંધાતા સુધીના તમામ લોકો અથવા જેઓ પોતે સાધુસંન્યાસી હોવાનું માને છે તેઓ પણ બૂરામાં બૂરી દશાને પામે છે એમ કોણ નથી જોઈ શકતું ? બુદ્ધ ભગવાને પોતાના જાત-અનુભવથી ભારે ઉદ્ઘોષ કરીને જણાવેલ છે કે “તમામ વૃત્તિઓનું મૂળ ૧. મનોપુવ્વામા ધમ્મા મનોસેટ્ટા મનોમયી |
मनसा चे पदुढेन भासति व करोति व । તતો ટુવાલમન્વેતિ વ વે વહેતો પવું ધમ્મપદ, યમકવર્ગ, ગા. ૧
Page #3
--------------------------------------------------------------------------
________________
ક્ષમાં તથા ક્ષમાપના ૦ ૩૯ સ્થાન મન છે અને તમામ પ્રવૃત્તિઓનું પ્રેરક પણ મન છે.” જેમનું મન ઉપર જણાવેલાં દૂષણોથી ઊભરાય છે અને જયારે મન એ દૂષણોના આવેગને જીરવી શકતું નથી એટલું બધું ઉગ્ર પ્રક્રિષ્ટ બને છે, ત્યારે તેની સત્તા શરીર અને ઇન્દ્રિયો ઉપર ચાલવા લાગે છે. એટલે જયારે મન, શરીર અને વાણી સંપ કરે છે ત્યારે ભારેલો અગ્નિ ખુલ્લો થતાં જે સ્થિતિ થાય છે તે સ્થિતિને અટકાવી શકાતી નથી. પરિણામમાં પ્રિયતમ પાત્રો સાથે પણ નજીવાં બાનાં ઊભાં કરીને ઝેરવેર થવા લાગે છે. આ એવી આગ સળગે છે કે જેમાં સ્ત્રીપુરુષ, તેમનાં કુટુંબ-પરિવાર અને મનાયેલાં તમામ સ્વજનો, ગુરુ, ચેલા, શેઠ, વાણોતર, ઉપરી અને નોકર–એ બધાંના સંબંધો ભસ્મીભૂત થઈ જાય છે અને સમસ્ત સંસારમાં જયાં-ત્યાં રાક્ષસી તાંડવ નજરે પડે છે. સદૂભાગ્યે પ્રાણીમાત્રને વિસ્મરણશક્તિની બક્ષિસ મળેલ છે અને પેટ તો કોઈને છોડતું જ નથી. એટલે પાછું ગાડું ચાલવા લાગે છે; પણ ફરીને કઈ પળે એ તાંડવ નથી થવાનું એમ કોઈ કહી શકવા સમર્થ નથી. એ તાંડવને અટકાવવાના ઉપાય નથી એમ નથી; પણ માનવ એ ઉપાયો અજમાવવા સારુ પોતે સંકલ્પ જ કદી કરતો હોય એમ જણાતું નથી.
શ્રી. બુદ્ધે જ એ માટે એનો ઉપાય બતાવેલ છે કે “જે મનુષ્ય પ્રદ્ધિષ્ટ મન રાખીને પ્રવૃત્તિ કરશે અને વારેવારે સામાના દોષો જ જોયા કરશે કે આણે મને ગાળ દીધી', “મને તુચ્છકાર્યો', “મને માર્યો', “મને હરાવ્યો આમ વારંવાર યાદ કરતો રહેશે તે માણસની પાછળ જેમ ગાડીએ જોડેલા બળદની પાછળ પૈડું ચાલતું જ રહે છે તેમ દુ:ખ ચાલતું જ રહેવાનું છે અને જે મનુષ્ય પ્રસન્ન મન રાખીને પ્રવૃત્તિ કરશે તથા પોતાના અંતરમાં જ જોયા કરશે અને “બીજાએ શું કર્યું તે બાબત વિચાર કરવો છોડી દેશે તે માણસને. જેમ તેનો પડછાયો કદી છોડી જતો નથી તેમ સુખ (તેવા માણસને) કદી છોડતું જ નથી”. આ બાબત શ્રી ગીતાજીમાં પણ બીજી રીતે સમજાવેલ છે કે
१. अक्कोच्छि में अवधि में अजिनि मं अहासि मं ।
વે નં ૩૫નતિ કે તે 7 સતિ . ધમ્મપદ યમક વર્ગ ગા. ૩ ૨. સુવૃદુઃણે અને ત્વા નામાડતાપ નયાનથી
તતો યુદ્ધાય અવસ્વ નૈવં પાપમવાર | ગીતા અધ્યાય ૨, શ્લોક ૩૮ અહીં અર્જુનને બદલે આપણે એમ સમજવાની જરૂર છે કે વ્યવહારમાં પડેલા અને સંઘર્ષમાં આવેલા આખા જગતને ભગવાન કૃષ્ણ આ સંદેશો સંભળાવે છે અને કહે છે કે જે મનુષ્ય કે સમાજ આ શ્લોકમાં કહેલી વાતને યથાર્થ સ્વીકારી, આચરણમાં મૂકી
Page #4
--------------------------------------------------------------------------
________________
૪૦ • સંગીતિ
“સુખ-દુઃખને, લાભ-અલાભને તથા જય-પરાજય વગેરે પરિસ્થિતિઓને સમાન ગણીને અને પરમેશ્વરની ઈચ્છાને વશ થઈને પ્રવૃત્તિ કરનારો મનુષ્ય પ્રાકૃત દુઃખ કે સુખથી કદી મૂંઝાતો નથી તેમ હરખાતો પણ નથી.” જૈન પરંપરામાં પણ આ વાતને જ આ રીતે કહેલ છે કે “બીજો કોઈ મારા ઉપર કાબૂ રાખે અને તે માટે સહન કરવું પડે તે કરતાં તો હું જ મારી જાત ઉપર પોતે કાબૂ રાખું અને પ્રાપ્ત પરિસ્થિતિમાં પણ પુરુષાર્થની અજમાયશ સાથે પ્રસન્ન ભાવે રહું એ વધારે ઉત્તમ છે.” આમ તમામ ધર્મપ્રવર્તકોએ આપણને માર્ગ તો સાફ રીતે દર્શાવેલ છે, પણ આપણા સંકલ્પમાં એ ઉપાય હજી સુધી બરાબર બેઠો નથી. જ્યારે પણ પ્રાચીન અનુભવી પુરુષોએ બતાવેલો ઉપાય માણસના સંકલ્પમાં દઢ રીતે જડાશે ત્યારે આ જગતની પાસે સ્વર્ગ કે મુક્તિ પણ પાણી ભરે એવું સુંદરતમ અને પવિત્રતમ તે બની જશે.
માણસ આ હકીકતો જાણે છે કે પોતાના મનમાં કેટલાંક અનિષ્ટ અને વઘાતક સંસ્કારોનાં બીજ પડેલાં જ છે, જે અંકુરિત થઈ ફાલતાં-ફૂલતાં ભારે ઘમસાણ ઊભું થાય છે; એટલું જ નહિ, મોટી મોટી સંહારક લડાઈઓ પણ આને જ આભારી છે. કુટુંબમાં, નાતજાતમાં, વિદ્યાના ક્ષેત્રમાં, ધર્મના સ્થાનમાં કે ગમે ત્યાં ફાલેલા એ સંસ્કારોને લીધે ભડકા બળતા હોય છે, જેને પરિણામે ક્યાંય શાંતિ, સંતોષ કે સુખચેનનું નિશાન પણ ટકતું નથી. ઘણી વાર તો વળી એ કુસંસ્કારો ધર્મનું રૂપ લે છે ત્યારે વળી એ ભડકો એવો ભારે હોય છે કે તેને લીધે પોતાને ધાર્મિક માનતા લોકો જ વિનાશના મુખમાં સપડાઈ પતંગિયાની પેઠે બળી જાય છે. આ તમામ પરિસ્થિતિથી માનવ રજેરજ સુપરિચિત છે, તેમ છતાં એ દુઃસંસ્કારરૂપ શલ્યોને ઉખેડી નાખવાનો સંકલ્પ બળવાન બનતો નથી. આપણે જોઈએ છીએ કે માણસ, માત્ર એક સંકલ્પબળને લીધે જ સિંહને, વાઘને, ભયંકર સર્પને નાથવાનું સામર્થ્ય ધરાવે છે. જ્યાં કોઈ જઈ શકતું નથી તેવા હિમાલયના ઉચ્ચતમ શિખર ઉપર પહોંચી પોતાનો ધ્વજ ફરકાવી શકે છે. અરે, હવે તો ચંદ્ર સુધી પહોંચવાની હિંમત પણ માણસ ધરાવે છે. પણ પોતાના મનના આવેગો પાસે તો એ લાચાર બનીને, એ આવેગને અધીન થઈને જ ચાલતો રહે છે અને દુઃખની
બતાવે તેને સંસારના રણસંગ્રામમાં પડવાથી પાપ લાગવાનું નથી. ૧. વર ને ગપ્પા હંતો, સંગમે તવે જ !
મારું દિગંતો, વશ્વદિ વદિય ઉત્તરાધ્યયન સૂત્ર, પ્રથમ અધ્યયન, ગા. ૧૬
Page #5
--------------------------------------------------------------------------
________________
ક્ષમા તથા ક્ષમાપના • ૪૧ જવાલાઓમાં શેકાયા કરે છે. જો કે એ આવેગોથી માણસ કંટાળતો નથી એમ પણ નથી, અને એવો કંટાળેલો તે શાંતિ, સંતોષ કે સમાધાન મેળવવા ફાંફા મારતો રહે છે; એટલે એ આવેગોને નિષ્ક્રિય બનાવવા તે વળી વધારે વિલાસો તરફ ઝૂકે છે; દારૂ, ગાંજો, અફીણ, સિગાર-બીડી, ચા વગેરે વ્યસનોનો આશરો લે છે, જુદી જુદી જાતની ક્લબો કાઢી તેમાં રસ ધરાવવા માંડે છે અને એ ક્લબો સેવાધર્મનાં સાધનો છે એમ સમજી તેમાં અનર્ગળ ધન તથા શક્તિ વેડફે છે, જરૂરિયાતો વિશેષ વધારી મૂકે છે તથા દેવ-દેવીઓનાં મોટાં મોટાં મંદિરો ઊભાં કરી તેમાં પોતાના સ્વચ્છંદને પોષે એવી ધામધૂમોવાળા મોટા મોટા ઉત્સવો ગોઠવવા મથતો હોય છે.
આ રીતે આટલી બધી ધમાલ, ધમાધમ કર્યા પછી પણ સાચી સ્વસ્થતા, ન ટળે એવી શાંતિ કે સંતોષ-સમાધાન મળતાં હોય તેમ કોઈ અનુભવતું જણાતું નથી. ખરી રીતે તો જ્યાં સુધી ભારેલા ભડકા જેવા દુસંસ્કારોરૂપ શલ્યો ચિત્તમાં સ્થિરવાસ કરીને બેઠેલાં છે, ત્યાં સુધી અદમ્ય સામર્થ્યવાળો પણ મનુષ્ય એ શલ્યોને દૂર કરવાના એક પ્રબળ સંકલ્પ સિવાય બીજા ગમે તે ઉપાયો અજમાવે પણ શાંતિ, સંતોષ કે સમાધાન મેળવી શકનાર નથી જ નથી. કેટલાક લોકોને એમ પણ કહેતા સાંભળ્યા છે કે“બળ્યું આ જગત અને બળ્યો આ જગતનો સંબંધ, આ બધું છોડીને જંગલમાં જતા રહેવું, સંઘર્ષથી દૂર દૂર ભાગી છૂટવું, સંન્યાસ લઈ લેવો, ફકીરી ધારણ કરવી કે દીક્ષા સ્વીકારી લેવી; એટલે બધી જ જંજાળ ખતમ. માથા ઉપર કશી જવાબદારી જ ન રાખવી એટલે સંઘર્ષ શું કરી શકવાનો હતો ?” આનો અર્થ તો એ થયો કે જે જે જવાબદારીઓ ઊભી કરેલ છે એટલે કે કુટુંબની જવાબદારી, પતિ-પત્નીની જવાબદારી, માતાપિતા તથા બાળકોના સંરક્ષણની જવાબદારી, બાળકોના સંવર્ધન તથા શિક્ષણની જવાબદારી અને આ સિવાયની બીજી બધી લેણદેણ વગેરેની વ્યાવહારિક જવાબદારી તથા જીવનની વ્યવસ્થા અને નિભાવ માટે પરસેવો પાડી પરિશ્રમ કરીને વિવિધ સાધનોને ઊભાં કરવાની જવાબદારી–એ બધું જ ફગાવી દેવું. મારી સમજ પ્રમાણે શાંતિ, સંતોષ કે સમાધાન માટે આ ઉપાય પણ કારગત નીવડેલ નથી એ હકીકત વર્તમાન સાધુ-સંન્યાસીનો સમૂહ જ સૂચવી રહેલ છે. ઘડીભર એમ માની લઈએ કે જવાબદારીઓને ફગાવી દેનારા દેખાવમાં ભલે સુખ-શાંતિ અનુભવતા હોય, પણ જયાં સુધી તેમનાં મનોમંદિરમાં ય પેલાં દુસંસ્કારરૂપ માનસિક શલ્યો ઘર કરીને બેઠાં છે, ત્યાં સુધી તો એ
Page #6
--------------------------------------------------------------------------
________________
૪૨ ૦ સંગીતિ
પણ સુખ નહીં પણ સુખાભાસ, શાંતિ નહીં પણ શાંતિનો આભાસ કદાચ અનુભવતા હોય તો પણ વાસ્તવિક શાંતિ-સમાધાનથી તો તેઓ પણ હજારો ગાઉ છેટે રહે છે આમ ન હોય તો તેઓ પણ ગૃહસ્થ જેવી બીજી જાતની ધમાલમાં રાચતા હોય છે અને ધર્મને નામે તથા સંપ્રદાય સંબંધી અનુષ્ઠાનોને નામે વિશેષ વિક્ષેપકારી પ્રવૃત્તિમાં તેમને રસ આવતો હોય છે તે કેમ બને ? વળી, જેઓ સાધુ-સંન્યાસી થાય છે તેઓ આખરે રહેવાના છે તો આ જગતમાં જ, તેઓ ક્યાંય અધ્ધર આકાશમાં જઈને રહેવાના તો નથી જ.
આ સાધુવર્ગ પોતાના પેટને તો છોડી શકતો જ નથી, એથી તેમની જરૂરિયાતો ગૃહસ્થો કરતાં ઓછી થવાની નથી. એટલે જ્યાં સુધી તેઓ સાધુ-સંન્યાસી નહિ બનેલા ત્યાં સુધી તો તે બધી જવાબદારીઓ તેઓને માથે હતી અને તેમને તેઓ ગમે તેમ કરીને નભાવતા અને જીવનને ઘડતા; પણ સાધુ-સંન્યાસી થયા પછી તેઓ પેટને અધીન રહેવા છતાં ય લગભગ નિષ્ક્રિય બનીને રહે છે; એટલે ઊલટું એ જવાબદારીઓ સમાજના લોકોને માથે પડે છે. આમ થવાથી મારી સમજ પ્રમાણે તો પુરુષાર્થને હણી નાખનારી ભિક્ષાવૃત્તિથી જીવવું, સાધુ સંન્યાસી થવું–એટલે ‘મૂઆ નહિ અને પાછા થયા' જેવું બને છે. આમ છતાં જેઓ કેવળ મુમુક્ષુઓ છે, નિઃસ્પૃહ છે, વૈરાગ્યવાસિત છે અને પેટની પણ તમા રાખનારા નથી એવી વિરલ વ્યક્તિઓ માટે સંન્યાસદીક્ષા તેમના ચિત્તના શોધનનું જરૂર સાધન બની શકે છે. મૂળ મુદ્દો તો ઉપર જણાવ્યાં તે દુસંસ્કારરૂપી ભયંકર શલ્યોને દૂર કરવાનો છે અને એ શલ્યોનું બળ કેમ ઓછું થાય એમ વર્તવાનો છે. જ્યાં સુધી એમ ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કે સમાજ સુખ, શાંતિ કે સમાધાન અનુભવી શકવાનો નથી જ એ વાત સોળસોળ આના છે. શિયાળામાં આપણા હાથ-પગના પહોંચા ઉપર ઘણી વા૨ એવો મેલ જામી જાય છે કે ચામડી અને મેલ કેમ જાણે એક થઈ ગયાં હોય એવું લાગે છે. એ ઘટ્ટ જામેલ મેલને કાઢવા માટે ચામડી છોલાય અને બળવા લાગે ત્યાં સુધી પણ ચામડીને ઘસવી પડે છે. પણ એ મેલને કાચે જ રહીએ છીએ.
એ જ રીતે, પેટમાં કચરો જામતાં બેચેની થવા લાગે છે અને શરીર રોગભર્યું થઈ જાય છે ત્યારે ગમે તેવા આકરા અને ખર્ચાળમાં ખર્ચાળ ઉપાયો કરીને પણ પેટ સાફ કરીએ છીએ અને સ્વસ્થતા અનુભવવા ભાગ્યશાળી બનીએ છીએ. આમ આવા બહારના મેલને દૂર કરવા સખત પરિશ્રમ કરવો પડે છે અને એ બહારના મેલો હાનિકારક છે એવી આપણી પાકી સમજ છે
Page #7
--------------------------------------------------------------------------
________________
ક્ષમા તથા ક્ષમાપના ૦ ૪૩
તથા એ મેલને દૂર કરવા સારુ આપણે મનસા, વાચા, કર્મણા અને ધન વડે પણ કટિબદ્ધ થઈને દઢ સંકલ્પ ધરાવીએ છીએ. આ પરિસ્થિતિમાં એ મેલોને દૂર કરીને જ આપણે જંપીએ છીએ. આ જ પ્રકાર માનસિક શલ્યોને કાઢવા માટે આપણે અજમાવીએ તો માનસિક શલ્યોની તાકાત નથી કે એ આપણા મનમાં ચીટકી રહીને આપણને જ સતાવે.
એ શલ્યોના જોરને નરમ પાડવાના ઉપાયો મનન-ચિંતન, સત્સંગ, સ્વાધ્યાય ને અંતરનું નિરીક્ષણ વગેરે છે, તથા ઇંદ્રિયોની, મનની અને દેહની ઉપર સ્વામિત્વ મેળવવું તથા આપણી જૂની ટેવો બદલવા માટે દઢ સંકલ્પ સાથે સખત પરિશ્રમ કરવો એ છે. ઘણા લોકોને ચા, બીડી, સિગાર કે દારૂ વગેરે વગર ચાલતું જ નથી. એઓ એમ સમજે છે કે આ ટેવો તેઓ છોડી દે તો સુખે જીવી જ ન શકે, માંદા પડી જાય, ટૂર્તિ વિનાના થઈ જાય. આમ માનીને આ લોકો પોતાની તલબના ગુલામ બને છે અને ઘણીવાર પોતાની ખાનદાની કે મર્યાદા સુધ્ધાં ખોઈ નાખવા સુધી જાય છે. આ લોકો એ વાતનો પણ વિચાર કરતા નથી કે શું તેઓ જન્મથી જ આવી તલબના ગુલામ હતા ? જો જન્મથી જ ગુલામ ન હતા ત્યારે આવી તલબ વિના તેઓ જીવ્યા શી રીતે ? નાનપણમાં સ્વસ્થતા કેમ ટકાવી શક્યા અને મોટા કેવી રીતે થયા ? ગમે તે સંયોગોને તાબે થઈને આ લોકો જે સંકલ્પને લીધે આવી તલબના દાસ થયા તો પછી તે જ દઢ સંકલ્પનો આધાર લઈ તેઓ પોતે પાડેલી તલબની ગુલામીમાંથી કેમ ન છૂટી શકે ? છૂટવા ધારે તો જરૂર છૂટી શકે જ. હવે બહારના મેલોને અને બહારની તલબોને છોડવા જેવો અને જેટલો દઢ સંકલ્પ તથા પરિશ્રમ કરવો જરૂરી છે, તે કરતાં વિશેષ વધારે મજબૂત સંકલ્પ સાથે અભ્યાસ કરીએ–સારી ટેવોની અને સારાં આચરણોની પરાણે પણ પસંદગી કરી તે પ્રમાણે વર્તવા કમર કસીએ, તો મનનાં શલ્યોની તાકાત નથી કે તે દૂર ન થાય–સમૂળગાં ઉખડી ન શકે. વાત એવી છે કે જેમ ટેવ બનેલાં વ્યસનોમાં માણસને જયાં સુધી આનંદનો અનુભવ થતો રહે, ત્યાં સુધી એ વ્યસનો છોડી શકાતાં નથી જ, તેમ જ ક્રોધ, કામ, ઈર્ષ્યા, અહંકાર અને કપટવૃત્તિ વગેરે રૂપે મનમાં જડાઈ ગયેલાં શલ્યોને લીધે આનંદનો કે સુખ-સમાધાનનો અનુભવ થતો રહે ત્યાં સુધી ગમે તેટલાં બહારનાં ધર્માનુષ્ઠાન કરીએ અને દેહદમન વગેરે આકરાં તપ કરીએ તો પણ તે ભયાનક શલ્યો ખસવાનાં નથી. જ્યાં સુધી આપણી વૃત્તિ મનમાં ફાવે તેમ કરવાની રહે છે, ત્યાં સુધી પેલા શિયાળ અને ઊંટની પેઠે માર ખાધા કરવાનું
Page #8
--------------------------------------------------------------------------
________________
૪૪ ૦ સંગીતિ
રહેશે અને શાંતિનું નામ પણ રહેશે નહિ.
બાળવાર્તાઓમાં આવે છે કે શિયાળ અને ઊંટ બે ભાઈબંધ હતાં. એક વાર ભર્યુંભર્યું શેરડીનું મોટું ખેતર જોયું અને તેમાં જઈ તેને ખાવાની શિયાળને તલબ થઈ આવી, સાથે ભાઈબંધ ઊંટને પણ લીધો. શિયાળે તો ધરાઈ ધરાઈને શેરડી ખાઈ લીધી, પણ ઊંટનું પેટ તો હજી ભરાયું ન હતું. તેવામાં શિયાળે ભાઈબંધ ઊંટને કહ્યું કે મને હમણાં ને હમણાં ગાવાની તલબ થઈ આવી છે એટલે મારે ગાવું જ પડશે. ઊંટ કહે, ભલો થઈને તારી તે તલબ હમણાં કોરે રાખ, મને બરાબર ખાઈ લેવા દે; પછી આપણે બન્ને બહાર નીકળી જઈશું. ત્યારબાદ તારી તલબ પ્રમાણે તું સારી રીતે ગાઈ લેજે, પણ ઊંટની વાત શિયાળે ન માની અને ગાવાની શરૂઆત કરી દીધી. શિયાળનો અવાજ સાંભળી ખેતરવાળા લાકડીઓ સાથે શિયાળ ઉપર તૂટી પડ્યા અને ખૂબ મારી તેનાં હાડકાં ખોખરાં કરી નાખ્યાં. એટલામાં તેઓનું ધ્યાન આઘે ચરતાં ઊંટ તરફ ગયું. પછી તો તેઓ ઊંટ ઉપર પણ તૂટી પડ્યા અને તેના અંગે અંગ ઉપર લાકડીઓનો માર પડ્યો. આપણી તલબ થતાં જ તે પ્રમાણે કરવા માંડીએ તો શિયાળના જેવા આપણા હાલ થાય; અને ખરેખર એમ થઈ રહ્યું નથી એમ કોણ કહેશે ? તલબને તાબામાં રાખવી અને આપણાં શલ્યોને લીધે જેને જેને કષ્ટ પહોંચતું હોય તે તમામ લોકોની પાસે જઈને પોતાનાં શલ્યોની કબૂલાત કરી તે અંગે ક્ષમાપના કરવી અને ફરી વાર તેમ નહિ વર્તવાનો દ્દઢ સંકલ્પ કરી તદનુસાર વર્તવાની કાળજી રાખવી તથા જેમનાં જેમનાં એ શલ્યોને લીધે આપણને કષ્ટ પહોંચેલ છે તેમના ઉપર ચિડાવું નહિ, ગુસ્સો લાવવો નહિ તેમ તેમનું લેશ પણ અનિષ્ટ ઇચ્છવું નહિ અને તેમને પણ પ્રસન્નતા સાથે ક્ષમા આપવી.
આમ ક્ષમાને કેળવવાથી તથા ક્ષમાપનાની વૃત્તિને ખરા અર્થમાં અનુસરવાથી જરૂ૨ આપણાં એ દુઃખકર ભયંકર શલ્યોનું જોર નરમ પડશે, અને એ રીતનો વારંવાર અભ્યાસ પાડવાથી, એવા અભ્યાસ વિશે કાળજી રાખવાથી એક વખત એવો જરૂર આવશે કે એ શલ્યો આપણામાંથી જરૂર દૂર થઈ જશે અને તેને બદલે પ્રસન્નતા, આનંદ અને સમાધાનનું સુખ અનુભવાશે. વાત એમ છે કે જ્યાં સુધી આપણને ક્રોધ કરવામાં, અભિમાનથી વર્તવામાં, ઈર્ષ્યા અને અદેખાઈ કરવામાં, લોભીપણું સાચવી રાખવામાં અને કપટવૃત્તિથી આપણો બચાવ કરવામાં રસ આવતો રહેશે આપણે ક્રોધ, માન, અહંકાર, લોભ, મોહ, કામ અને કપટ વગેરે ભાવોને
Page #9
--------------------------------------------------------------------------
________________
ક્ષમા તથા ક્ષમાપના • ૪૫
આપણા સુખનાં સાધન માનતા રહેશું પણ એ તમામ આપણા દુઃખનાં મૂળ છે એમ નહીં માનીએ, એ કષાયો વ્યક્તિ કે સમાજ માટે ભારે બંધનરૂપ છે અને સંસારનું દુઃખમાત્ર એમને લીધે જ ઊભું થાય છે એમ આપણા મનમાં દઢ રીતે જયાં સુધી ઠસે નહિ–ત્યાં સુધી તો એ ભયંકર ઘાતક શલ્યો આપણામાંથી નીકળવાનાં નથી જ. જે વસ્તુ વા વૃત્તિને આપણે આપણા સુખનું સાધન માનતા હોઈએ તે વસ્તુ વા વૃત્તિ આપણાથી શી રીતે દૂર થઈ શકે વા આપણે તેને દૂર શી રીતે કરી શકીએ ? એટલે પ્રથમ તો આપણે એવો સંકલ્પ દઢ કરવો જોઈએ કે એ શલ્યો આપણાં તમામ દુઃખનું મૂળ છે, અને મારે એમને મારા મનમાંથી મૂળથી ઉખેડી નાખવાનાં છે. એવું નક્કી કર્યા સિવાય આપણે ગમે તે જાતનો ધાર્મિક કર્મકાંડ કરતા રહીએ તો પણ એ શલ્યો દૂર તો થવાનાં નથી, ઊલટાં વધવાનાં છે એમાં શક નથી. આપણા દેશમાં ધાર્મિક કર્મકાંડો પાર વિનાના ચાલે છે અને એવો કોઈ દિવસ ભાગ્યે જ હશે કે જે દિવસે એવાં અનુષ્ઠાનો ન ચાલતાં હોય. લોકો દેવમંદિરોને ગજવે છે, ત્યાં જઈને વિવિધ જાતનાં પૂજાપાઠો, પ્રાર્થનાઓ, નમાજો, બંદગીઓ વગેરે સતત કરતા રહે છે, તેમ છતાં મનમાંથી એ શલ્યોને દૂર કાઢવાનાં છે એવા સંકલ્પથી ભાગ્યે જ કોઈ ધર્માનુષ્ઠાન થાય છે. કોઈ તો પરમેશ્વરના મંદિરમાં જઈ પોતે જેમને શત્રુ માનતો હોય તેના વિનાશની પ્રાર્થના કરે છે. કોઈ વળી સામાજિક ગુનાઓ કરવાથી ભોગવવી પડતી સજાઓમાંથી બચવાની માનતા કરે છે, કોઈ વળી પોતાની પ્રેમિકા ના પ્રેમી મળી જાય એવી ભાવનાથી ભગવાનને ફૂલ-નિવેદ વગેરે ચડાવે છે, તો કોઈ પોતાને પુત્ર નથી અને મહેરબાની કરીને ભગવાન પુત્રને મોકલી આપે એવી જ ભાવનાથી મંદિરમાં જતો હોય છે.
વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન ન આપી સારા નંબરે પાસ થવાની ભગવાન પાસે માગણી કરતા હોય છે અને ચોરીછૂપીથી પાસ થઈ જતાં ભગવાનનો પાડ માનતા હોય છે, અને અધ્યાપકો પોતાનું વેતન વધતું રહે અને રજાઓ વધારે મળે એ માટે ભગવાનનું ધ્યાન ધરતા હોય છે. વિશેષતઃ મંદિરમાં જનારા તમામ લોકો પોતે પોતાની રીતે સુખી થાય, સંપત્તિમાન થાય અને પોતે ગમે તેમ વર્તે છતાં કશું દુઃખ ન આવી પડે તે અંગે ભગવાનની ભક્તિમાં અને પૂજાપાઠમાં મૂઢ ભાવે કલાકોના કલાકો વિતાવે છે. આમ આપણી ઈશ્વરભક્તિ ચાલી રહેલ છે ! એથી તો ઊલટાં આપણાં એ ભયંકર શલ્યો ઘટવાનાં કે વધવાનાં ? ભાગ્યે જ કોઈ ભાવિક પોતાનાં
Page #10
--------------------------------------------------------------------------
________________
૪૬ ૦ સંગીતિ
શલ્યોને દૂર કરવાના એકમાત્ર હેતુને પ્રધાન રાખીને પરમેશ્વરની ભક્તિ કરતો હશે—એમ કહેવામાં કશી અનુચિતતા જણાતી નથી. શલ્યો દૂર કરવાનાં અને શલ્યોનું જોર નરમ પાડવાના ઉપાયો માટે વિચાર કરીએ તો સ્પષ્ટ જણાશે કે જ્યારે આપણે નાના બાળક હતા ત્યારે એ શલ્યોનાં બીજ આપણામાં હતાં જ; પણ સરળ બાળસ્વભાવને લીધે એ બીજો જોર પકડતાં નહોતાં. પણ જેમ જેમ આપણે મોટા થતા ગયા અને આપણાં ઉછેરનાર માતાપિતા ભાઈ-બહેન વગેરેની રીતભાતો આપણે જોતા ગયા, આપણા આખા કુટુંબની ક્લેશમય અને સ્વાર્થસાધુ પ્રવૃત્તિ આપણા ધ્યાનમાં આવતી ગઈ અને આપણા આડોશી-પાડોશીની તથા આખી જાતિ કે સમાજની પણ આવી પ્રવૃત્તિને આપણે વારંવાર જોતા રહ્યા, એટલે એ બીજભૂત શલ્યો અંકુરિત થવા લાગ્યાં. અને જેમ જેમ આવું વાતાવરણ આપણા ધ્યાનમાં દૃઢ થતું ગયું, તેમ તેમ એ અંકુરો મોટાં વૃક્ષ બની ફળ આપવા સુધી પહોંચી ગયા અને એ ફળો આપણને મીઠાં પણ લાગવા માંડ્યાં–પછી ભલે ને બીજી વ્યક્તિને વા કુટુંબને વા સમાજને કે આપણાં પાલક માતા-પિતાને સુધ્ધાં એ આપણને સુખકારી લાગતાં ફળો કડવાં જણાતાં હોય વા દુઃખકારી જણાતાં હોય વા તેમને ગમે તેમ પ્રતિકૂળ થતું હોય, તો પણ આપણે તે ફળોમાં જ લટ્ટુ થવા લાગ્યા. પરિણામે, આપણે ખુદ અશાંત બની ગયા અને આખું જગત અશાંત બની ગયું.
કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી ટેવો આપણને જ હાનિ થાય એવી પાડવા લાગ્યા અને બીજાને હાનિ પહોંચાડવા લાગ્યા. હવે જ્યારે સમજણા થયા છીએ ત્યારે એ બાળપણની ટેવોમાં સુધારો કર્યા વિના અને તે પણ બહારથી સુધારો નહિ પણ અંતરમાં સુધારો કર્યા વિના કોઈ વ્યક્તિ કે સમષ્ટિને સુખસમાધાનનો સંભવ નથી એમ અનુભવ સાથે સમજીને સુધારો કરવાના દૃઢ સંકલ્પ સાથે અભ્યાસ કે નવી ટેવ પાડવાનો પ્રયત્ન કરીને એ જૂની ટેવોમાં સંશોધન કરવા પ્રબળ પુરુષાર્થ કરીશું તો જ આપણે ખરું સુખ, ખરી પ્રસન્નતા અને ખરા સમાધાનને પામવાના છીએ. જે કાંઈ થયું છે તે આપણી ટેવોને લીધે થયેલ છે અને જે કાંઈ હવે નવું કરવાનું છે તે આપણી ટેવોમાં સંશોધન કરીને કરવાનું છે; એટલે ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો એ ન્યાયને ધ્યાનમાં રાખી હૃદયપૂર્વક અને દૃઢ સંકલ્પપૂર્વક ક્ષમા અને ક્ષમાપનાની ટેવ પાડીએ તો આ જગતમાં આપણે ફરીથી જરૂ૨ દિવ્ય આનંદ
અનુભવીએ.
Page #11
--------------------------------------------------------------------------
________________
ક્ષમા તથા ક્ષમાપના • ૪૭
બાળક જયારે બાળક હોય છે ત્યારે તેના મનમાં મારા કે પરાયાનો ભાવ હોતો નથી, તે ગમે તેની પાસે ચાલ્યું જાય છે; એટલું જ નહિ, પણ ઘરમાંથી મળેલો ખાવાનો ભાગ તે પોતાનાં ગમે તે જાતિનાં, સાથે રમતાં બાળકોમાં વહેંચી આપીને જ ખાય છે, રમકડાં પણ રમતાં બાળકોને આપવામાં આનંદ માને છે–આમ, તે “વસુધૈવ કુટુમ્બકમ્”ની વૃત્તિવાળું હોય છે. પણ જયારે તેનાં વડીલો તેને તેમ કરતું ટોકવા માંડે છે ત્યારથી એ સરળ અને સર્વત્ર અભેદભાવે વર્તતું બાળક એકાંગી અને કેવળ સ્વાર્થસાધુ બનવા લાગે છે; અને, પરિણામે, જેવા અત્યારે આપણે છીએ તેવાં બની જઈએ છીએ. આપણા તમામ વ્યવહારોમાં ક્ષમા અને ક્ષમાપનાની વૃત્તિ ખરા અર્થમાં આવે નહિ, ત્યાં સુધી કોઈ પણ બીજા ઉપાય દ્વારા આપણે સારા થવાના નથી જ. ધારો કે બસ માટે આપણે ઊભાં છીએ અને તેમ બીજાં પણ ઘણાં ઊભાં છે. આપણા મનમાં જલદી જવાનો આવેગ ઊભો થયેલ છે, તેમ બીજાં ઊભેલાંનાં મનમાં પણ તેવો જ આવેગ આવેલ છે. એટલે લાઈન તોડી નાખીને અને એક જાતનો અન્યાય કરીને આપણે ચડવા પ્રયાસ કરીએ છીએ. આમ અન્યાયની વૃત્તિને કેળવતાં આપણને સૌને ક્ષોભ થવો જોઈએ. છતાં કોઈને આવો ક્ષોભ થાય છે ખરો?
અચ્છા, બસમાં ધમાધમ ચડ્યાં, પણ જેઓ તેમાં બેઠેલા કે ઊભેલા છે તેમાંના કોઈનો પગ આપણા પગે કચરાય છે, આપણા જોડા તેને વાગે છે. એટલે તે પણ ચિડાઈને કહેશે કે “આંધળો છે, પગ કચરી નાખ્યો એ દેખતો નથી ?” આ સાંભળતાં આપણો પિત્તો ઊછળે છે અને બસમાં બોલાચાલી વધતાં સારો એવો જંગ જામી પડે છે. આ પ્રસંગે આપણને આપણો દોષ સૂઝતો નથી, અને ઊલટું બીજાને ગળે પડવા જેવું કરીએ છીએ. આપણામાં પોતાને સારા બનાવાનો સંકલ્પ દઢ હોય તો તરત જ આપણે વિશેષ નમ્રતા બતાવીને એમ જરૂર કહેવું જોઈએ કે “ભાઈ કે બહેન, તમે માફ કરશો. ચડવાની ધૂનમાં મારું ધ્યાન તમારા પગ તરફ ન ગયું અને તમને મારો પગ કે જોડો વાગી ગયો. એ અંગે વારંવાર તમારી ક્ષમા માંગુ છું અને મહેરબાની કરીને તમે પણ મને માફ કરી દેશો એવી નમ્ર વિનંતિ કરું છું.” આ જાતની આપણી વૃત્તિ થવી જોઈએ, અને આપણા પોતાના તમામ વ્યવહારોમાં પણ આવી જ વૃત્તિથી કામ લેવું જોઈએ; તો અનુભવ થશે કે શાંતિ કેવી ઉત્તમ ચીજ છે.
આપણે સંઘર્ષની વચ્ચે જીવવાનું છે એટલે આવેગોને વશ થઈને આવા અનેક પ્રકારના અન્યાયો આપણે હાથે બનવાના જ, અને એમ થવાથી
Page #12
--------------------------------------------------------------------------
________________
૪૮ • સંગીતિ સંતાપ વધવાનો. આમ ન થાય એ માટે જ ક્ષમા રાખવાની અને ક્ષમાપના કરવાની ટેવ આપણે પાડવી જરૂરી છે. ફરીથી એવા અન્યાયોના નિમિત્ત ન બનીએ એવી કાળજી સાથે જ ક્ષમા રાખીએ અને ક્ષમાપના કરીએ તો જ તે સફળ બને છે. પણ માત્ર શબ્દો દ્વારા તો ક્ષમા માગીએ અને ક્ષમાપના પણ કરીએ અને વર્તનમાં કશો જ ફેરફાર ન કરીએ, તો એ ક્ષમા અને ક્ષમાપના કેવળ ઢોંગનું રૂપ લેશે અને પાછા આપણે હતા ત્યાંના ત્યાં જ રહીશું અને જે સંતાપો, અશાંતિ કે અસમાધાનને આપણે ટાળવા ઇચ્છીએ છીએ તે રજમાત્ર ટળશે નહિ, પણ ઊલટાં વધવા માંડશે. આપણને સૌને એ વાતની જાણ છે કે આપણા ઘરમાં રોજ એકથી વધારે વાર ઝાડુ મારવામાં આવે છે, અને અઠવાડિયે કે પખવાડિયે તમામ રાચરચીલું ફેરવીને ઓરડાઓને સાફ કરવામાં આવે છે તેમજ મહિને-બે મહિને મોટું વાંસડાનું ઝાડું લઈ ઉપરના ભાગમાં ખૂણેખાંચરે જ્યાં બાવાંજાળાં બાઝી ગયાં હોય તેમને પણ ઝાપટીઝૂડી સાફ કરવામાં આવે છે અને એ રીતે ઘરની સાફસૂક્ષ થાય છે, એ જ રીતે, ખાવા-પીવાના ઉપયોગમાં આવતાં વાસણો રોજ બે વાર સાફ કરાય છે, અને તહેવાર આવતાં જ જે વાસણો નથી વપરાતાં તે બધાંને પણ ઊજળાં બનાવી તેની માંગણી કરીએ છીએ. કપડાં પણ રોજ ને રોજ ધોવાં પડે છે. પેટ પણ સાફ રાખવા કાળજી લેવી પડે છે. આમ, આપણે મલિનતા કોઈ રીતે પસંદ કરતા નથી, પણ સ્વચ્છતાના પૂરા વાંછું છીએ.
આપણને એવો અનુભવ છે કે બેસવાના ઓરડા, વાપરવાનાં વાસણો કે પહેરવાનાં કપડાં વારંવાર સાફ અને સ્વચ્છ ન કરીએ તો આપણને ચેન પડતું નથી. તે સાથે પેટને પણ સાફ ન રાખીએ તો શરીર ભારે થઈ જાય છે અને કામકાજ પણ સૂઝતું નથી. આ જાતની આપણી દઢ સંકલ્પપૂર્વકની માન્યતા છે અને તદનુસાર વર્તવાની સતત કોશિશ પણ કરીએ છીએ. ત્યારે, ભલા, મનમાં જે અનેક પ્રકારની મલિનતા ભરી પડી છે, તેમાં એવાં એવાં શલ્યો ચોંટી ગયાં છે, જેને લીધે આપણને સતત નિરાંત કે શાંતિ મળતી નથી, તે મલિનતાને અથવા તે મલિનતાનાં પોષક શલ્યોને મનમાં ને મનમાં જ સંઘરી રાખવાં એ કઈ રીતે આપણને છાજે છે? બહારની મલિનતાને લીધે આપણે હેરાન-પરેશાન થઈ જઈએ છીએ, અકળાઈએ છીએ; તો પછી તમામ મલિનતાના ઉપાદાન-કારણ જેવી મનની મલિનતાને કાઢવા શા માટે આપણે કટિબદ્ધ થતા નથી ? શા માટે એ અંગે દઢ સંકલ્પ કરતા નથી ? જેમ બહારની મલિનતાને દૂર કરવા વારંવાર પ્રયાસ કરીએ છીએ અને
Page #13
--------------------------------------------------------------------------
________________
ક્ષમા તથા ક્ષમાપના ૦ ૪૯
ખીસામાં કાંસકો રાખીએ છીએ, એટલું નહિ પણ દહાડામાં દસ વાર માથે કાંસકો ફેરવીએ પણ છીએ, દર્પણમાં મોટું જોયા કરીએ છીએ, તેમ અંતરની મલિનતાને દૂર ધકેલવા મજબૂત સંકલ્પ સાથે પ્રયત્ન કરીએ તો શા ભાર છે એ મલિનતાના કે ઓછી ન થાય?
જેમણે ખેતરમાં કોસ ચાલતો જોયો હશે તેમને પ્રત્યક્ષ અનુભવ હશે કે પાણીના થાળામાં મોટા મોટા કાળમીંઢ પથ્થરો જડેલા હોય છે. એ એવા મજબૂત પથ્થરો હોય છે કે કેમ કરીને ઘસાતા નથી. પણ જ્યારે કોસની વરતનું રાંઢવું કે દોરડું એ પથ્થરો સાથે ઘસાવા માંડે છે, ત્યારે એ કાળમીંઢ પણ ધીરે ધીરે ઘસાવા લાગે છે, અને એક દિવસ એવો આવે છે કે એ પથ્થરો ખરેખરા ભાંગી જાય છે; કટકે કટકા થઈ તેનો ચૂરો થઈ જાય છે. તો પછી ટેવના બળને લીધે જામી પડેલી મનની મલિનતા અથવા મનમાં રહેલાં એ શલ્યોને ઉખેડી નાખવાના દઢ સંકલ્પ સાથેની પ્રવૃત્તિ સતત કરવાથી જરૂર એ શલ્યો ઉખેડાવા મંડવાનાં, અને એમ કરતાં કરતાં એક દિવસ એવો ઊગશે કે મનુષ્ય તદ્દન નિઃશલ્ય, સર્વત્ર અભેદન જોનારો અને એ જ પ્રમાણે વર્તનારો થઈ શકવાનો; શરત એટલી જ છે કે ક્ષમા અને ક્ષમાપનાની વૃત્તિ ખરા અર્થમાં કેળવવી જોઈએ. જો કે શરૂશરૂમાં તે કદાચ મૌખિક રીતે ચાલશે, પણ વિવેક અને મનનચિંતન એની સાથે ભળશે એટલે કેવળ મૌખિક મટી તે અંતરથી થવા લાગશે, અને એમ થવાથી ધાર્યું પરિણામ અચૂક આવશે.
નાનું બાળક પહેલવહેલાં નિશાળે બેસે છે ત્યારે પાટી ઉપર કેવળ લીટા જ કરે છે. આડાઅવળા લીટા કરતું કરતું એ જ બાળક ધીરે ધીરે એકડો કરવા માંડે છે; તે જ પ્રમાણે, આપણે પણ શરૂશરૂમાં ભલે ક્ષમા કે ક્ષમાપના મૌખિક કરીએ, પણ રોજ ને રોજ સવાર-સાંજ એમ વિચારપૂર્વક કરતા રહેવાથી આપણામાં “આ શા માટે કરું છું', “આમ કરવા સાથે મારી પ્રવૃત્તિમાં ફેર પડે છે કે કેમ?” એવો વિચાર આવ્યા કરવાનો, અને એ વિચારવિવેક સાથે ક્ષમા અને ક્ષમાપના શરૂ થતાં આપણી તમામ મલિનતાઓ સરકવા લાગવાની જ એ અશંક છે.
જેમ માંત્રિક મંત્ર જપે છે અને એમ ને એમ કેટલાય કાળ સુધી એકાગ્ર થઈને જતો રહે છે ત્યારે એ મંત્ર સિદ્ધિકર નીવડે છે. તેમ જ ક્ષમા અને ક્ષમાપના આંતર-મલિનતા ટાળવાનો એક જાતનો મંત્ર છે. એને જેમ જેમ રાતદિવસ–અરે, પ્રતિક્ષણ પ્રત્યેક પ્રવૃત્તિમાં જપવા માંડીએ એટલે મંત્રની પેઠે જ એ પણ સિદ્ધિકર નીવડવાનાં. આથી શરૂશરૂમાં કદાચ એ પ્રવૃત્તિ કેવળ
Page #14
--------------------------------------------------------------------------
________________
૫૦ સંગીતિ
બાહ્ય જેવી લાગે, છતાં છોડવી જ નહિ પણ સતત ચાલુ રાખવી. એમ સતત ચાલુ રાખતાં એ શાબ્દિક પ્રવૃત્તિ પણ વિચારવિવેક સાથે ચાલુ થઈને આપણા અંતરને જગાડશે અને એ અંગેનો દઢ સંકલ્પ થતાં, અંતર જાગતાં આપણે એકદમ ન્યાલ થઈ જવાનાં એમાં શંકાસ્થાન નથી.
લેખ વધારે લાંબો થઈ ગયો છે છતાં પિષ્ટપેષણ જેવું કરીને તથા પુનરુક્તિનો દોષ માથે લઈને આ અગત્યની બાબતને વધુ સ્પષ્ટ કરવાની વૃત્તિને રોકી શકતો નથી. રોગીને પોતાને રોગ છે એવી ખબર છે, આરોગ્યના સુખનો અનુભવ પણ છે; માટે જ તે રોગને નાબૂદ કરવા દક્ષ વૈદ્યની સહાય લે છે, ઔષધ સતત વૈદ્યની સૂચના પ્રમાણે લાંબા કાળ સુધી ખાય છે, પથ્ય પૂરું બરાબર જાળવે છે અને ઔષધ લેવા માટે નિયત કરેલ સમયે બરાબર તે લે છે. આમ કર્યા પછી પણ વૈદ્યની સૂચનાનુસાર રહેતાં તેને બીજી માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ અંગે સંયમ પાળવાનો હોય છે તેને પણ બરાબર પાળે છે. ઉપરાંત રોગી પરમેશ્વરની કૃપાનો આકાંક્ષી પણ છે. આ રીતે ઔષધ લેનારો રોગી નીરોગી થયા વિના રહે નહિ. તે જ રીતે, આપણને આપણા આંતર-શલ્યરૂપ રોગના ભાનની ખાસ જરૂર છે. ભાન થયા પછી આપણી તમામ પ્રવૃત્તિઓની ચોકી કરવાની જરૂર છે. બોલવામાં, સાંભળવામાં, ખાવા-પીવામાં, જોવામાં, સ્વાદ લેવામાં કે બીજી એવી શારીરિક કે માનસિક આનંદજનક મનાતી પ્રવૃત્તિઓમાં ખૂબ સાવધાનીથી વર્તવું એ બધું આપણે માટે મહાપથ્ય રૂપ છે. આંતર-શલ્યનો રોગ મટાડવા ક્ષમા અને ક્ષમાપના એ પ્રધાન ઔષધ છે તથા પેલા પ્રસિદ્ધ ત્રણ વાનરોની જેમ પ્રત્યેક અનુચિત જણાતા વ્યવહારમાં બહેરા, મૂંગા અને આંધળા બનવાની વિશેષ જરૂર છે. છેવટે, બળાત્કારે પણ ક્ષમા અને ક્ષમાપનાના રસ્તા ઉપર આવવાનું છે અને તેની મજબૂત ટેવ પાડવાની છે. ધારો કે કોઈ સુંદર આકૃતિ કે પદાર્થ જોતાં મનનું શલ્ય વિશેષ જોર ઉપર આવે, તેવે વખતે એ આવેગ તરફ આંખમીંચામણાં કરવાનો દઢ સંકલ્પ કરવો અને શરીરની ગતિ રોકી રાખવી. આંખ, હાથ, પગ, મુખ, કાન વગેરે અવયવોને અમુક લાંબા ગાળા માટે નિષ્ક્રિય બનાવી દેવા. એટલે પેલો આવેગ ધીરેધીરે ધીમો પડીને ખસી જશે અને એ સાથે સતત સદ્વાચનની પ્રવૃત્તિ શરૂ કરવી કે શરીરને બીજી કોઈ પરિશ્રમી પ્રવૃત્તિમાં જોડી દેવું; તો એ શલ્ય આપણને હેરાન નહિ કરી શકે. એ જ રીતે, ક્યાંય બોલચાલ થઈ, અપમાનનો પ્રસંગ ઊભો થયો, કોઈએ ગાળ દીધી અથવા ન કહેવાનું સંભળાવ્યું; ત્યારે પણ
Page #15
--------------------------------------------------------------------------
________________
ક્ષમા તથા ક્ષમાપના ૭ ૫૧
શરીરને, હાથને, પગને, કાન વગેરેને પેલા વાંદરાની પેઠે અક્રિય બનાવવાં અને જે જગ્યાએ આપણે હોઈએ તે સ્થાનેથી જરા પણ હલનચલન ન કરતાં પરાણે ખોડાઈ જવું. આ રીતે શરીર, આંખ, કાન વગેરેને અને હાથ, પગ વગેરેને નિષ્ક્રિય બનાવવાથી આપણે પેલા શલ્યના હુમલાથી જરૂર બચી જઈશું. આ બધાં પથ્ય સાથે શલ્યના આવેગને તાબે થવું જ નથી એવો દૃઢ સંકલ્પ તો જરૂર હોવો જોઈએ. એ વિના તમામ પ્રવૃત્તિ તદ્દન નકામી બની જવાની એ બરાબર યાદ રાખવાનું છે. ધનુષ્ય સાથે બાણ ન ભળે તો ધનુષ્ય જેમ બેકાર બની જાય છે, તેમ મનના આવેગ સાથે શરીરનો, હાથપગનો કે આંખકાન વગેરેનો સાથ ન મળે, તો મનનો આવેગ માત્ર ઊભરા જેવો જોરથી આવી ધીરે ધીરે ઠંડો પડી જવાનો. વેપારી ઘરાકોને પજવે છે, ઘરાક વેપારીને પજવે છે, શેઠ મજૂરને કે વાણોતરને હેરાન કરે છે અને મજૂર કે વાણોતર શેઠને હેરાન કરે છે. વકીલ અસીલને, ડૉક્ટર દરદીને, વિદ્યાર્થી અધ્યાપકને, સ્ત્રી પતિને, પુત્ર માતપિતાને—આ રીતે આખા સમાજમાં પરસ્પર હેરાનગતિનું ચક્ર ચાલી રહેલ છે. તેને ઓછું કરવું હોય અને સમાધાન-સુખ મેળવવું હોય, તો પોતાની ભૂલો તરફ નજર રાખી અને બીજાની ભૂલો તરફ આંખો મીંચી દઈ ક્ષમા અને ક્ષમાપનાના સાધન વડે જ નિર્મળ થઈ શકાશે, તથા બીજા એવા આવેગો ઊભા થતાં શરીરને તથા તેના બધા અવયવોને અક્રિય બનાવી દેવાનું બળ દાખવવું પડશે. આ રીતે ક૨વાથી મારી સમજ પ્રમાણે આંતર-શલ્યો ધીરે-ધીરે નાબૂદ થવા માંડશે અને ક્ષમા તથા ક્ષમાપના દ્વારા વ્યવહાર ચોખ્ખો થતો રહેશે. આ હેતુને જ લક્ષ્યમાં રાખીને જરથોસ્તી પરંપરા, વૈદિક, જૈન, બૌદ્ધ પરંપરા તથા
૧. જરથોસ્તી પરંપરાના પવિત્ર પુસ્તક ખોરદેહ અવસ્તામાં પૃ. ૧૦૭ તથા ૧૦૮ ઉપર ક્ષમા અને ક્ષમાપના સૂચન માટે પતેત તથા પતેતપશેમાની નામનું એક આખું પ્રકરણ છે. તેમાં પાકપરમેશ્વર પાસે માણસે પોતે કરેલા તમામ માનસિક, વાચિક અને શારીરિક અપરાધો માટે મનસા, વચસા અને કર્મણા ક્ષમા માગવાની હકીકત સ્પષ્ટપણે આપેલ છે.
२. करचरणकृतं वाक्कायजं कर्मजं वा
श्रवणनयनजं वा मानसं वाऽपराधम् । विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व
નય ગય હળાવ્યું ! શ્રી મહાદેવ ! શંભો ! 1
Page #16
--------------------------------------------------------------------------
________________
પર • સંગીતિ
ઇસ્લામ અને ખ્રિસ્તી એ બધી પરંપરાઓએ આવી સ્વસંશોધનની ઉત્તમ પ્રવૃત્તિ માટે રોજરોજ સરળ હૃદયે પૂર્વોક્ત સંકલ્પ સાથે આંતર નિરીક્ષણને
આવાં ચિંતન અને પ્રાર્થના સાથે સ્વશુદ્ધિ માટે હોમ વગેરે અનુષ્ઠાનોનાં પણ વિધાન
કરેલાં છે. 3. खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे ।
मित्ती मे सव्वभूएसु, वेरं मझं न केणइ ।। અર્થાત્ હું તમામ જીવો-પ્રાણીઓ-મનુષ્યો પાસે મારાથી થયેલા અપરાધો બાબત ખરા હૃદયથી સરળભાવે ક્ષમા માગું છું અને તે તમામ જીવો-મનુષ્યો મને મારા અપરાધો બાબત ક્ષમા આપો. તમામ પ્રાણીઓ-મનુષ્યો સાથે મારે મૈત્રી મિત્રતા) છે અને કોઈ પણ પ્રાણીની-મનુષ્યની સાથે મારે વૈરભાવ (શત્રુતા) નથી. આ અને આવા પ્રકારની ક્ષમા તથા ક્ષમાપનાને લગતી બીજી પણ અનેક ગાથાઓ જૈન પ્રવચનમાં છે તે માટે જુઓ “મહાવીરવાણી” ક્ષામણાસૂત્ર પચ્ચીસમું. ક્ષમા માગવાની આ પ્રથા જૈનોમાં જાહેર રીતે પ્રચલિત છે. મોટે ભાગે તો જૈનો આજે માત્ર મૌખિક વ્યવહાર કરીને ક્ષમા માગતા હોય છે, પણ તેમાંના કેટલાક તો ખરેખર
પસ્તાવો કરીને ક્ષમા માગનારા હોય છે અને તેઓ જરૂર પોતે નિર્મળ બને છે. ૪. આ અંગે લઘુપાઠમાં બુદ્ધ ભગવાનનું વચન આ પ્રમાણે છે :
माता यथा नियं पुत्तं सायुसा एकपुत्तमनुरक्खे । एवं पि सव्वभूतेसु मानसं भावये अपरिमाणं ॥ मत्तं च सव्वलोकेस्मि मानसं भावये अपरिमाणं । उद्धं अधो च तिरियं च असंबाधं अवेरं असपत्तं ॥ અર્થાત્ માતા પોતાના એકના એક પુત્રને પોતાનું આયુષ્ય આપીને પણ બચાવે છે, તે જ પ્રમાણે વિશાળ મન રાખીને તમામ જીવોના કલ્યાણની ભાવના કરવી જોઈએ. ઉપર, નીચે અને આપણી ચારે બાજુ એમ આખાય લોકમાં બાધા વગરના, વૈર
વગરના અને મિત્રતાયુક્ત વૃત્તિ સહિત વિશાળ ચિત્તની ભાવના રાખવી જોઈએ. ૧. ઇસ્લામ અને ખ્રિસ્તી પરંપરાનો ભ્રાતૃભાવ વિશેષ સુપ્રતીત છે એટલે એ માટે કોઈ
વચનની સાક્ષી આપવાની જરૂર નથી. ૨. જૈન પરંપરામાં રોજ સવારે, રોજ સાંજે, મહિનાનું પખવાડિયું પૂરું થતાં બને
પખવાડિયામાં, ફાગણ-ચોમાસામાં, આષાઢ-ચોમાસામાં અને છેલ્લા કાર્તિકચોમાસામાં પ્રત્યેક જૈને પોતે કરેલા અપરાધો-દોષો વગેરેની ક્ષમા માગવાની છે અને બીજાઓ પોતાના અપરાધો વગેરેની ક્ષમા આપે એવી સરળભાવે નમ્રતાપૂર્વક પ્રાર્થના પણ કરવાની છે. આવાં વિધાન છે. આવાં જ વિધાન જુદી જુદી રીતે દરેક ધર્મ અને દરેક સંપ્રદાયના ગ્રંથોમાં પણ આવે જ એ સ્વાભાવિક છે અને લોકો પણ એ પ્રમાણે વર્તતા હોય છે.
Page #17
--------------------------------------------------------------------------
________________ ક્ષમા તથા ક્ષમાપના 0 53 માટે, સંધ્યા, વંદન, પ્રાર્થના વગેરે કરવાની ભારપૂર્વક ભલામણ કરેલ છે તથા એ માટે વિશેષ વિશેષ વહેવારો પણ ગોઠવી આપેલા છે. ઓ ! ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ. હેત રાખી હસાવ તું, સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ. આ પ્રાર્થનાને તો વિશ્વના તમામ લોકો સ્વીકારે છે. ગંભીર રીતે વિચારીએ તો માલૂમ પડશે કે આવી નાની પ્રાર્થનામાં પણ ગંભીર અર્થ રહેલો છે, અને ક્ષમા અને ક્ષમાપનાનું તમામ રહસ્ય આ નાનકડી પ્રાર્થનામાં સમાઈ ગયું છે. 1. જૈનોએ ક્ષમા અને ક્ષમાપનાની વિશેષ પ્રવૃત્તિ માટે ભાદરવા સુદ (શુક્લ દિવસ એ પૂરો શબ્દ છે) ચોથ કે પાંચમનો દિવસ મુકરર કરેલ છે અને તેની આજુબાજુ સાત દિવસ કે પંદર દિવસ સુધી ચાલે તેવા આકર્ષક તહેવાર ગોઠવેલા છે, જેનું નામ પજુસણ કે પજોસણ છે. પર્યપશમન શબ્દમાં ફેરફાર થઈ પ્રાકૃતમાં “પોસવણ” શબ્દ બને છે અને એ દ્વારા ચાલુ શબ્દ પજુસણ કે પજોસણ શબ્દ પ્રચલિત થયેલ છે. “સર્વપ્રકારે ઉપશાંતિ” એ અર્થ પર્યપશમન કે પોસણ શબ્દનો છે. કેટલાક લોકો “પચુસણ” એવું જે ભળતું ઉચ્ચારણ કરે છે તે ભૂલભરેલું છે. જરથોસ્તી પરંપરામાં આ ક્ષમા અને ક્ષમાપના માટે પતેતીનો તહેવાર મુકરર થયેલ છે. ઘણી વાર આ તહેવાર શ્રાવણ મહિનામાં આવે છે. વૈદિક પરંપરામાં આ માટે શ્રાવણી પૂર્ણિમાનો દિવસ નિયત કરેલ છે, જ્યારે બ્રાહ્મણવર્ગ પોતાનું જૂનું યજ્ઞોપવીત બદલીને નવું યજ્ઞોપવીત ધારણ કરે છે. પણ કમનસીબની વાત એ છે કે જયારે દીકરાને જનોઈ દેવાનો પ્રસંગ આવે છે ત્યારે એ અંગેની ક્રિયા તો ગૌણ બને છે અને આઇસ્ક્રીમનો કે ભોજનનો સમારંભ પ્રધાન બને છે. તેમ દરેક ધર્મમાં ક્ષમા અને ક્ષમાપના માટે દિવસો કે તહેવારો તો મુકરર થયેલ જ છે. પણ તે વખતે ઉપલા પ્રસંગની પેઠે દરેક ધર્મની પરંપરાઓમાં બીજી ધામધૂમો અને ભોજન વગેરેની પ્રક્રિયાઓ પ્રધાન સ્થાન લઈ જાય છે. એને લીધે એ દિવસો કે તહેવારો આપણા ચિત્તની શુદ્ધિ માટે ઉપયોગી રહેતા નથી.