Book Title: Kshama tatha Kshamapana
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 15
________________ ક્ષમા તથા ક્ષમાપના ૭ ૫૧ શરીરને, હાથને, પગને, કાન વગેરેને પેલા વાંદરાની પેઠે અક્રિય બનાવવાં અને જે જગ્યાએ આપણે હોઈએ તે સ્થાનેથી જરા પણ હલનચલન ન કરતાં પરાણે ખોડાઈ જવું. આ રીતે શરીર, આંખ, કાન વગેરેને અને હાથ, પગ વગેરેને નિષ્ક્રિય બનાવવાથી આપણે પેલા શલ્યના હુમલાથી જરૂર બચી જઈશું. આ બધાં પથ્ય સાથે શલ્યના આવેગને તાબે થવું જ નથી એવો દૃઢ સંકલ્પ તો જરૂર હોવો જોઈએ. એ વિના તમામ પ્રવૃત્તિ તદ્દન નકામી બની જવાની એ બરાબર યાદ રાખવાનું છે. ધનુષ્ય સાથે બાણ ન ભળે તો ધનુષ્ય જેમ બેકાર બની જાય છે, તેમ મનના આવેગ સાથે શરીરનો, હાથપગનો કે આંખકાન વગેરેનો સાથ ન મળે, તો મનનો આવેગ માત્ર ઊભરા જેવો જોરથી આવી ધીરે ધીરે ઠંડો પડી જવાનો. વેપારી ઘરાકોને પજવે છે, ઘરાક વેપારીને પજવે છે, શેઠ મજૂરને કે વાણોતરને હેરાન કરે છે અને મજૂર કે વાણોતર શેઠને હેરાન કરે છે. વકીલ અસીલને, ડૉક્ટર દરદીને, વિદ્યાર્થી અધ્યાપકને, સ્ત્રી પતિને, પુત્ર માતપિતાને—આ રીતે આખા સમાજમાં પરસ્પર હેરાનગતિનું ચક્ર ચાલી રહેલ છે. તેને ઓછું કરવું હોય અને સમાધાન-સુખ મેળવવું હોય, તો પોતાની ભૂલો તરફ નજર રાખી અને બીજાની ભૂલો તરફ આંખો મીંચી દઈ ક્ષમા અને ક્ષમાપનાના સાધન વડે જ નિર્મળ થઈ શકાશે, તથા બીજા એવા આવેગો ઊભા થતાં શરીરને તથા તેના બધા અવયવોને અક્રિય બનાવી દેવાનું બળ દાખવવું પડશે. આ રીતે ક૨વાથી મારી સમજ પ્રમાણે આંતર-શલ્યો ધીરે-ધીરે નાબૂદ થવા માંડશે અને ક્ષમા તથા ક્ષમાપના દ્વારા વ્યવહાર ચોખ્ખો થતો રહેશે. આ હેતુને જ લક્ષ્યમાં રાખીને જરથોસ્તી પરંપરા, વૈદિક, જૈન, બૌદ્ધ પરંપરા તથા ૧. જરથોસ્તી પરંપરાના પવિત્ર પુસ્તક ખોરદેહ અવસ્તામાં પૃ. ૧૦૭ તથા ૧૦૮ ઉપર ક્ષમા અને ક્ષમાપના સૂચન માટે પતેત તથા પતેતપશેમાની નામનું એક આખું પ્રકરણ છે. તેમાં પાકપરમેશ્વર પાસે માણસે પોતે કરેલા તમામ માનસિક, વાચિક અને શારીરિક અપરાધો માટે મનસા, વચસા અને કર્મણા ક્ષમા માગવાની હકીકત સ્પષ્ટપણે આપેલ છે. २. करचरणकृतं वाक्कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वाऽपराधम् । विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व નય ગય હળાવ્યું ! શ્રી મહાદેવ ! શંભો ! 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17