Book Title: Kshama tatha Kshamapana
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 12
________________ ૪૮ • સંગીતિ સંતાપ વધવાનો. આમ ન થાય એ માટે જ ક્ષમા રાખવાની અને ક્ષમાપના કરવાની ટેવ આપણે પાડવી જરૂરી છે. ફરીથી એવા અન્યાયોના નિમિત્ત ન બનીએ એવી કાળજી સાથે જ ક્ષમા રાખીએ અને ક્ષમાપના કરીએ તો જ તે સફળ બને છે. પણ માત્ર શબ્દો દ્વારા તો ક્ષમા માગીએ અને ક્ષમાપના પણ કરીએ અને વર્તનમાં કશો જ ફેરફાર ન કરીએ, તો એ ક્ષમા અને ક્ષમાપના કેવળ ઢોંગનું રૂપ લેશે અને પાછા આપણે હતા ત્યાંના ત્યાં જ રહીશું અને જે સંતાપો, અશાંતિ કે અસમાધાનને આપણે ટાળવા ઇચ્છીએ છીએ તે રજમાત્ર ટળશે નહિ, પણ ઊલટાં વધવા માંડશે. આપણને સૌને એ વાતની જાણ છે કે આપણા ઘરમાં રોજ એકથી વધારે વાર ઝાડુ મારવામાં આવે છે, અને અઠવાડિયે કે પખવાડિયે તમામ રાચરચીલું ફેરવીને ઓરડાઓને સાફ કરવામાં આવે છે તેમજ મહિને-બે મહિને મોટું વાંસડાનું ઝાડું લઈ ઉપરના ભાગમાં ખૂણેખાંચરે જ્યાં બાવાંજાળાં બાઝી ગયાં હોય તેમને પણ ઝાપટીઝૂડી સાફ કરવામાં આવે છે અને એ રીતે ઘરની સાફસૂક્ષ થાય છે, એ જ રીતે, ખાવા-પીવાના ઉપયોગમાં આવતાં વાસણો રોજ બે વાર સાફ કરાય છે, અને તહેવાર આવતાં જ જે વાસણો નથી વપરાતાં તે બધાંને પણ ઊજળાં બનાવી તેની માંગણી કરીએ છીએ. કપડાં પણ રોજ ને રોજ ધોવાં પડે છે. પેટ પણ સાફ રાખવા કાળજી લેવી પડે છે. આમ, આપણે મલિનતા કોઈ રીતે પસંદ કરતા નથી, પણ સ્વચ્છતાના પૂરા વાંછું છીએ. આપણને એવો અનુભવ છે કે બેસવાના ઓરડા, વાપરવાનાં વાસણો કે પહેરવાનાં કપડાં વારંવાર સાફ અને સ્વચ્છ ન કરીએ તો આપણને ચેન પડતું નથી. તે સાથે પેટને પણ સાફ ન રાખીએ તો શરીર ભારે થઈ જાય છે અને કામકાજ પણ સૂઝતું નથી. આ જાતની આપણી દઢ સંકલ્પપૂર્વકની માન્યતા છે અને તદનુસાર વર્તવાની સતત કોશિશ પણ કરીએ છીએ. ત્યારે, ભલા, મનમાં જે અનેક પ્રકારની મલિનતા ભરી પડી છે, તેમાં એવાં એવાં શલ્યો ચોંટી ગયાં છે, જેને લીધે આપણને સતત નિરાંત કે શાંતિ મળતી નથી, તે મલિનતાને અથવા તે મલિનતાનાં પોષક શલ્યોને મનમાં ને મનમાં જ સંઘરી રાખવાં એ કઈ રીતે આપણને છાજે છે? બહારની મલિનતાને લીધે આપણે હેરાન-પરેશાન થઈ જઈએ છીએ, અકળાઈએ છીએ; તો પછી તમામ મલિનતાના ઉપાદાન-કારણ જેવી મનની મલિનતાને કાઢવા શા માટે આપણે કટિબદ્ધ થતા નથી ? શા માટે એ અંગે દઢ સંકલ્પ કરતા નથી ? જેમ બહારની મલિનતાને દૂર કરવા વારંવાર પ્રયાસ કરીએ છીએ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17