Book Title: Kshama tatha Kshamapana
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ક્ષમા તથા ક્ષમાપના ૦ ૪૩ તથા એ મેલને દૂર કરવા સારુ આપણે મનસા, વાચા, કર્મણા અને ધન વડે પણ કટિબદ્ધ થઈને દઢ સંકલ્પ ધરાવીએ છીએ. આ પરિસ્થિતિમાં એ મેલોને દૂર કરીને જ આપણે જંપીએ છીએ. આ જ પ્રકાર માનસિક શલ્યોને કાઢવા માટે આપણે અજમાવીએ તો માનસિક શલ્યોની તાકાત નથી કે એ આપણા મનમાં ચીટકી રહીને આપણને જ સતાવે. એ શલ્યોના જોરને નરમ પાડવાના ઉપાયો મનન-ચિંતન, સત્સંગ, સ્વાધ્યાય ને અંતરનું નિરીક્ષણ વગેરે છે, તથા ઇંદ્રિયોની, મનની અને દેહની ઉપર સ્વામિત્વ મેળવવું તથા આપણી જૂની ટેવો બદલવા માટે દઢ સંકલ્પ સાથે સખત પરિશ્રમ કરવો એ છે. ઘણા લોકોને ચા, બીડી, સિગાર કે દારૂ વગેરે વગર ચાલતું જ નથી. એઓ એમ સમજે છે કે આ ટેવો તેઓ છોડી દે તો સુખે જીવી જ ન શકે, માંદા પડી જાય, ટૂર્તિ વિનાના થઈ જાય. આમ માનીને આ લોકો પોતાની તલબના ગુલામ બને છે અને ઘણીવાર પોતાની ખાનદાની કે મર્યાદા સુધ્ધાં ખોઈ નાખવા સુધી જાય છે. આ લોકો એ વાતનો પણ વિચાર કરતા નથી કે શું તેઓ જન્મથી જ આવી તલબના ગુલામ હતા ? જો જન્મથી જ ગુલામ ન હતા ત્યારે આવી તલબ વિના તેઓ જીવ્યા શી રીતે ? નાનપણમાં સ્વસ્થતા કેમ ટકાવી શક્યા અને મોટા કેવી રીતે થયા ? ગમે તે સંયોગોને તાબે થઈને આ લોકો જે સંકલ્પને લીધે આવી તલબના દાસ થયા તો પછી તે જ દઢ સંકલ્પનો આધાર લઈ તેઓ પોતે પાડેલી તલબની ગુલામીમાંથી કેમ ન છૂટી શકે ? છૂટવા ધારે તો જરૂર છૂટી શકે જ. હવે બહારના મેલોને અને બહારની તલબોને છોડવા જેવો અને જેટલો દઢ સંકલ્પ તથા પરિશ્રમ કરવો જરૂરી છે, તે કરતાં વિશેષ વધારે મજબૂત સંકલ્પ સાથે અભ્યાસ કરીએ–સારી ટેવોની અને સારાં આચરણોની પરાણે પણ પસંદગી કરી તે પ્રમાણે વર્તવા કમર કસીએ, તો મનનાં શલ્યોની તાકાત નથી કે તે દૂર ન થાય–સમૂળગાં ઉખડી ન શકે. વાત એવી છે કે જેમ ટેવ બનેલાં વ્યસનોમાં માણસને જયાં સુધી આનંદનો અનુભવ થતો રહે, ત્યાં સુધી એ વ્યસનો છોડી શકાતાં નથી જ, તેમ જ ક્રોધ, કામ, ઈર્ષ્યા, અહંકાર અને કપટવૃત્તિ વગેરે રૂપે મનમાં જડાઈ ગયેલાં શલ્યોને લીધે આનંદનો કે સુખ-સમાધાનનો અનુભવ થતો રહે ત્યાં સુધી ગમે તેટલાં બહારનાં ધર્માનુષ્ઠાન કરીએ અને દેહદમન વગેરે આકરાં તપ કરીએ તો પણ તે ભયાનક શલ્યો ખસવાનાં નથી. જ્યાં સુધી આપણી વૃત્તિ મનમાં ફાવે તેમ કરવાની રહે છે, ત્યાં સુધી પેલા શિયાળ અને ઊંટની પેઠે માર ખાધા કરવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17