Book Title: Kshama tatha Kshamapana
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૪૨ ૦ સંગીતિ પણ સુખ નહીં પણ સુખાભાસ, શાંતિ નહીં પણ શાંતિનો આભાસ કદાચ અનુભવતા હોય તો પણ વાસ્તવિક શાંતિ-સમાધાનથી તો તેઓ પણ હજારો ગાઉ છેટે રહે છે આમ ન હોય તો તેઓ પણ ગૃહસ્થ જેવી બીજી જાતની ધમાલમાં રાચતા હોય છે અને ધર્મને નામે તથા સંપ્રદાય સંબંધી અનુષ્ઠાનોને નામે વિશેષ વિક્ષેપકારી પ્રવૃત્તિમાં તેમને રસ આવતો હોય છે તે કેમ બને ? વળી, જેઓ સાધુ-સંન્યાસી થાય છે તેઓ આખરે રહેવાના છે તો આ જગતમાં જ, તેઓ ક્યાંય અધ્ધર આકાશમાં જઈને રહેવાના તો નથી જ. આ સાધુવર્ગ પોતાના પેટને તો છોડી શકતો જ નથી, એથી તેમની જરૂરિયાતો ગૃહસ્થો કરતાં ઓછી થવાની નથી. એટલે જ્યાં સુધી તેઓ સાધુ-સંન્યાસી નહિ બનેલા ત્યાં સુધી તો તે બધી જવાબદારીઓ તેઓને માથે હતી અને તેમને તેઓ ગમે તેમ કરીને નભાવતા અને જીવનને ઘડતા; પણ સાધુ-સંન્યાસી થયા પછી તેઓ પેટને અધીન રહેવા છતાં ય લગભગ નિષ્ક્રિય બનીને રહે છે; એટલે ઊલટું એ જવાબદારીઓ સમાજના લોકોને માથે પડે છે. આમ થવાથી મારી સમજ પ્રમાણે તો પુરુષાર્થને હણી નાખનારી ભિક્ષાવૃત્તિથી જીવવું, સાધુ સંન્યાસી થવું–એટલે ‘મૂઆ નહિ અને પાછા થયા' જેવું બને છે. આમ છતાં જેઓ કેવળ મુમુક્ષુઓ છે, નિઃસ્પૃહ છે, વૈરાગ્યવાસિત છે અને પેટની પણ તમા રાખનારા નથી એવી વિરલ વ્યક્તિઓ માટે સંન્યાસદીક્ષા તેમના ચિત્તના શોધનનું જરૂર સાધન બની શકે છે. મૂળ મુદ્દો તો ઉપર જણાવ્યાં તે દુસંસ્કારરૂપી ભયંકર શલ્યોને દૂર કરવાનો છે અને એ શલ્યોનું બળ કેમ ઓછું થાય એમ વર્તવાનો છે. જ્યાં સુધી એમ ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કે સમાજ સુખ, શાંતિ કે સમાધાન અનુભવી શકવાનો નથી જ એ વાત સોળસોળ આના છે. શિયાળામાં આપણા હાથ-પગના પહોંચા ઉપર ઘણી વા૨ એવો મેલ જામી જાય છે કે ચામડી અને મેલ કેમ જાણે એક થઈ ગયાં હોય એવું લાગે છે. એ ઘટ્ટ જામેલ મેલને કાઢવા માટે ચામડી છોલાય અને બળવા લાગે ત્યાં સુધી પણ ચામડીને ઘસવી પડે છે. પણ એ મેલને કાચે જ રહીએ છીએ. એ જ રીતે, પેટમાં કચરો જામતાં બેચેની થવા લાગે છે અને શરીર રોગભર્યું થઈ જાય છે ત્યારે ગમે તેવા આકરા અને ખર્ચાળમાં ખર્ચાળ ઉપાયો કરીને પણ પેટ સાફ કરીએ છીએ અને સ્વસ્થતા અનુભવવા ભાગ્યશાળી બનીએ છીએ. આમ આવા બહારના મેલને દૂર કરવા સખત પરિશ્રમ કરવો પડે છે અને એ બહારના મેલો હાનિકારક છે એવી આપણી પાકી સમજ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17