Book Title: Kshama tatha Kshamapana Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 8
________________ ૪૪ ૦ સંગીતિ રહેશે અને શાંતિનું નામ પણ રહેશે નહિ. બાળવાર્તાઓમાં આવે છે કે શિયાળ અને ઊંટ બે ભાઈબંધ હતાં. એક વાર ભર્યુંભર્યું શેરડીનું મોટું ખેતર જોયું અને તેમાં જઈ તેને ખાવાની શિયાળને તલબ થઈ આવી, સાથે ભાઈબંધ ઊંટને પણ લીધો. શિયાળે તો ધરાઈ ધરાઈને શેરડી ખાઈ લીધી, પણ ઊંટનું પેટ તો હજી ભરાયું ન હતું. તેવામાં શિયાળે ભાઈબંધ ઊંટને કહ્યું કે મને હમણાં ને હમણાં ગાવાની તલબ થઈ આવી છે એટલે મારે ગાવું જ પડશે. ઊંટ કહે, ભલો થઈને તારી તે તલબ હમણાં કોરે રાખ, મને બરાબર ખાઈ લેવા દે; પછી આપણે બન્ને બહાર નીકળી જઈશું. ત્યારબાદ તારી તલબ પ્રમાણે તું સારી રીતે ગાઈ લેજે, પણ ઊંટની વાત શિયાળે ન માની અને ગાવાની શરૂઆત કરી દીધી. શિયાળનો અવાજ સાંભળી ખેતરવાળા લાકડીઓ સાથે શિયાળ ઉપર તૂટી પડ્યા અને ખૂબ મારી તેનાં હાડકાં ખોખરાં કરી નાખ્યાં. એટલામાં તેઓનું ધ્યાન આઘે ચરતાં ઊંટ તરફ ગયું. પછી તો તેઓ ઊંટ ઉપર પણ તૂટી પડ્યા અને તેના અંગે અંગ ઉપર લાકડીઓનો માર પડ્યો. આપણી તલબ થતાં જ તે પ્રમાણે કરવા માંડીએ તો શિયાળના જેવા આપણા હાલ થાય; અને ખરેખર એમ થઈ રહ્યું નથી એમ કોણ કહેશે ? તલબને તાબામાં રાખવી અને આપણાં શલ્યોને લીધે જેને જેને કષ્ટ પહોંચતું હોય તે તમામ લોકોની પાસે જઈને પોતાનાં શલ્યોની કબૂલાત કરી તે અંગે ક્ષમાપના કરવી અને ફરી વાર તેમ નહિ વર્તવાનો દ્દઢ સંકલ્પ કરી તદનુસાર વર્તવાની કાળજી રાખવી તથા જેમનાં જેમનાં એ શલ્યોને લીધે આપણને કષ્ટ પહોંચેલ છે તેમના ઉપર ચિડાવું નહિ, ગુસ્સો લાવવો નહિ તેમ તેમનું લેશ પણ અનિષ્ટ ઇચ્છવું નહિ અને તેમને પણ પ્રસન્નતા સાથે ક્ષમા આપવી. આમ ક્ષમાને કેળવવાથી તથા ક્ષમાપનાની વૃત્તિને ખરા અર્થમાં અનુસરવાથી જરૂ૨ આપણાં એ દુઃખકર ભયંકર શલ્યોનું જોર નરમ પડશે, અને એ રીતનો વારંવાર અભ્યાસ પાડવાથી, એવા અભ્યાસ વિશે કાળજી રાખવાથી એક વખત એવો જરૂર આવશે કે એ શલ્યો આપણામાંથી જરૂર દૂર થઈ જશે અને તેને બદલે પ્રસન્નતા, આનંદ અને સમાધાનનું સુખ અનુભવાશે. વાત એમ છે કે જ્યાં સુધી આપણને ક્રોધ કરવામાં, અભિમાનથી વર્તવામાં, ઈર્ષ્યા અને અદેખાઈ કરવામાં, લોભીપણું સાચવી રાખવામાં અને કપટવૃત્તિથી આપણો બચાવ કરવામાં રસ આવતો રહેશે આપણે ક્રોધ, માન, અહંકાર, લોભ, મોહ, કામ અને કપટ વગેરે ભાવોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17