Book Title: Kshama tatha Kshamapana
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૩૮ • સંગીતિ નાનાથી મોટા તમામ માનવીનું જીવન સદા સતત સંઘર્ષમાં જ ચાલતું હોય છે. સંઘર્ષ સ્ફોટક હોવાથી ભારેલા અગ્નિ જેવો હોય છે. આ સ્થિતિમાં ક્લેશના તણખા ઊડવા કે ભડકો થવો સ્વાભાવિક છે. સંસારમાં સરળ વૃત્તિના, વિવેકી તથા શ્રી ગીતાજી અનુસાર ભાગે આવેલી પ્રવૃત્તિને ધર્મ સમજીને કરનારા મનુષ્યો નથી એમ તો નથી, પણ એવા ખરેખર સરળ અને વિવેકી લોકો વિરલ દેખાય છે. મોટો ભાગ તો દબાણ નીચે જ ચાલનારો હોય છે. કોઈને માતાપિતાનું દબાણ, શિક્ષકનું દબાણ, ઉપરી-અધિકારીનું દબાણ, દંડના ભયનું દબાણ, સ્ત્રીનું દબાણ, મિત્રોનું દબાણ, સમાજ, કુટુંબ કે પરિવારનું દબાણ એમ અનેક રીતે દબાણને વશ થઈને સમગ્ર પ્રવાહ ચાલે છે. જે લોકો વિશેષ શ્રીમંત છે તેમને વિશેષ ધન કે વિલાસો મેળવવાનું દબાણ હોય છે અને જે લોકો શિખર ઉપર બેઠેલા છે તેમને પોતાની સત્તાના દબાણ નીચે વા પોતાના અહંકાર, લોભ, સ્વચ્છંદ વગેરેના દબાણ નીચે વર્તવું પડતું હોય છે. આમ, તમામ લોકો કોઈ ને કોઈ જાતનાં દબાણની નીચે પોતાની મૂળ જાતને ભૂલી જઈને પ્રવૃત્તિ કરવામાં મશગૂલ રહેતા હોય છે. આવી પરિસ્થિતિમાં કોઈના મનમાં ક્રોધની વૃત્તિ જામતી રહે છે, ક્યાંય વળી દ્વેષ, ઈર્ષ્યા કે અહંકારના સંસ્કારો ઘર કરતા હોય છે, કોઈના ચિત્તમાં સામા પ્રત્યે તિરસ્કાર, તોછડાઈ કે ધૃણાના ભાવો ભરાવા લાગે છે, તો વળી ક્યાંક “મનમાં રામ અને બગલમાં છૂરી” એવી કપટવૃત્તિ પોષાતી હોય છે; અને લાગ આવતાં જ આ તમામ દુક્સંસ્કારો જયારે શરીર અને ઇંદ્રિયો સાથે સહકાર મેળવે છે ત્યારે મોટો વિનાશ સરજાયા વિના રહેતો નથી એ દશા કોના અનુભવમાં નથી? જયાં સુધી આ બધાં અનિષ્ટ દૂષણો માત્ર મનમાં જ બીજરૂપે હોય છે ત્યાં સુધી તો સૌ કોઈને શાંતિનો, સુખનો કે સંતોષનો ભાસ થાય છે, પણ જયારે બીજો અંકુરો થઈ મોટા વૃક્ષનું રૂપ લેવા લાગી ફળ આપવા શક્તિમાન થાય છે, ત્યારે નાનામાં નાના માનવથી માંડી મોટા માંધાતા સુધીના તમામ લોકો અથવા જેઓ પોતે સાધુસંન્યાસી હોવાનું માને છે તેઓ પણ બૂરામાં બૂરી દશાને પામે છે એમ કોણ નથી જોઈ શકતું ? બુદ્ધ ભગવાને પોતાના જાત-અનુભવથી ભારે ઉદ્ઘોષ કરીને જણાવેલ છે કે “તમામ વૃત્તિઓનું મૂળ ૧. મનોપુવ્વામા ધમ્મા મનોસેટ્ટા મનોમયી | मनसा चे पदुढेन भासति व करोति व । તતો ટુવાલમન્વેતિ વ વે વહેતો પવું ધમ્મપદ, યમકવર્ગ, ગા. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17