________________
લાગે છે તે અસંભવ બની જાય છે. આ બધું પરિવર્તન ઈન્દ્રિય-સંવર દ્વારા શક્ય છે.
ઈન્ડિય- સંવરની પ્રક્રિયા
આ પ્રશ્ન થાય છેઃ ઈન્દ્રિય-સંવર કેવી રીતે થાય છે? શું ઇન્દ્રિયને સંવર કરી શકાય? શું જીભ પર કોઈ ચીજ મૂકીએ અને તે સારી છે કે ખરાબ એ ભાવથી બચી શકાય ખરું ? શું સામે રૂપ હોય અને તે સુંદર છે કે અસુંદર–એનાથી બચી શકાય ખરું?
હા, બધું શક્ય છે. જીભ પર વસ્તુ મૂકીએ તે ખ્યાલ આવી શકે કે તે મીઠી છે કે કડવી કે તીખી. આગળની સ્થિતિમાં એ ખ્યાલ આવો પણ બંધ થઈ જાય છે. જીભના જ્ઞાનાંકુર પિતાનું કામ બંધ કરી દે છે. સંવેદનકેન્દ્ર પણ પિતાનું કામ સમાપ્ત કરી દે છે. એ સંભવ છે; કેમ કે વ્યક્તિ સંવેદનાની ભૂમિકાથી ઉપર ઊઠીને જ્ઞાનની ભૂમિકા પર જાય છે, ચૈતન્યના અનુભવમાં જાય છે, ત્યારે સંવેદનાની ભૂમિકા નીચે રહી જાય છે અને જ્ઞાનની ભૂમિકા ઊપર આવી જાય છે. એ શક્ય છે. એના ઉપાયને નિર્દેશ કરતાં જયાચાર્યે લખ્યું છે? તે ગીત્યા મન થિર ’ મનને સ્થિર કરીને ઈન્દ્રિય જીતી શકાય છે. આપણે ઈન્દ્રિયોને જીતવાને સીધો પ્રયત્ન કરીએ છીએ. ઈન્દ્રિયને સીધી જીતી લેવી એ કદી સંભવ નથી. વાસ્તવમાં એને જીતવાની જ નથી હતી; તે તો લડતી જ નથી. ઈન્દ્રિયો બિચારી ક્યારે લડે છે, કયારે આપણને સતાવે છે, કે આપણે તેને જીતીએ. તે બિચારી કશું પણ નથી કરતી. તે તે જ્ઞાનની ધારાઓ છે. તેમની સાથે લડવું એ આપણી એક બ્રાન્તિ છે. પેલી ચકલી દર્પણમાં જોઈને પિતાના જ પ્રતિબિંબ પર ચાંચ માર્યા જ કરે છે, બરાબર એના જેવી આ વાત છે.
એક સિંહ કૂવાના થાળા પર ગયો. અંદર પાણીમાં પિતાનું પ્રતિબિબ જોયું. પિતાના જ જેવા અન્ય સિહની આકૃતિ જોઈને એની સામે ગર્જના કરી. પ્રતિબિબે પણ ગર્જના કરી, એણે વિચાર્યું, “અંદર મારે કઈ અન્ય પ્રતિદ્વન્દી ગર્જના કરી રહ્યો છે, એમ વિચારીને એની સાથે લડવા માટે તે તે કૂવાની અંદર કૂદી પડ્યો. અન્યને મારી નાખવાની ઇચ્છાવાળા સ્વયં પાણીની અંદર તરફડી તરફડીને સ્વધામ પહોંચી ગયો.
૪૬.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org