________________
એ શા માટે? પાસનમાં બેસવું શા માટે જરૂરી છે? એટલા માટે એ આવશ્યક છે કે શરીરને અનુશાસિત કરવું છે.
જે અધ્યાત્મ શારીરિક અનુશાસન નથી જામત કરતું, પ્રાણિક અનુશાસન નથી જાગ્રત કરતું, માનસિક અનુશાસન નથી જાગ્રત કરતું તે અધ્યાત્મ વાસ્તવમાં અધ્યાત્મ જ નથી હોતું. જે સંન્યાસી, મુનિ સંન્યાસ ધર્મમાં દીક્ષિત થયા પછી કેવળ અધ્યયન અને અધ્યાપનમાં રહે છે. ફક્ત બૌદ્ધિક સીમામાં જ રહે છે, બુદ્ધિ વધુ તીક્ષ્ણ કરવાની જ પ્રવૃત્તિમાં રહે છે અને શારીરિક, માનસિક, વાચિક અને પ્રાણિક અનુશાસનની પ્રક્રિયાઓના પ્રયોગ નથી કરતા, તેમણે અત્યંત જટિલ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શું બ્રહ્મચર્યની સમસ્યા ઓછી છે? શું સત્ય બેલવું જટિલ સમસ્યા નથી ? શું અહિંસક રહેવું, મનસા, વાચા, કર્મણ કોઈને પ્રત્યે અનિષ્ટને ભાવ ન લાવો–ઓછી સમસ્યા છે ? આ સમસ્યાઓની મહાનદીઓને સહજતાથી પાર નથી કરી શકાતી. જ્યાં સુધી શારીરિક વાચિક, માનસિક અને પ્રાણિક અનુશાસન નહિ જાગે ત્યાં સુધી સમસ્યાઓ પાર નથી કરી શકાતી..
ત્રણ કટિ (ત્રણ કરોડ) સુવર્ણમુદ્રાઓ
આર્ય સુધર્મા પ્રભાવશાળી ગણધર હતા. એકવાર તેમને એક શિષ્ય આવીને વિનંતીના સ્વરોમાં બે • ભંતે! આપ મારા પર દયા કરે. અહીંથી તુરત પ્રસ્થાન કરવાનું વિચારે. આ રાજગૃહ નગરમાં મારું રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે.” સુધર્માએ કહ્યું : “કેમ ? એ તે કો બનાવ બની ગયો? હજી હમણું તો તમે પ્રજિત થયા છે.” શિષ્ય બેલ્યો : “ભંતે! શું કરું જ્યાં કશે પણ જાઉં છું કે મારી મશ્કરી છે. તેઓ કહે છે, “અરે ! આ મુનિ કઠિયારો છે. ગઈકાલ સુધી એ લાકડીઓનો ભાર વહન કરતો હતો. આજે મુનિ બની ગયું છે. આ વાક્ય સાંભળી સાંભળીને હું હેરાન થઈ ગયો છું. બધા મારી તરફ આંગળી ઉઠાવે છે. હું અહીં કેવી રીતે રહી શકું ?”
તે નસ હતા. હજી અનુશાસિત થયું ન હતા. આંતરિક અનુશાસન જાગ્યું ન હતું.
આર્ય સુધર્માએ તેની વાત માનીને વિહારની તૈયારી કરી લીધી. અમાત્ય અભયકુમારને જાણવા મળ્યું કે આર્ય સુધર્મા અચાનક વિહાર
૭૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org