________________
બેન શિંગ
બંને વચ્ચે અંતર શું છે?
એક ધાર્મિક જિજ્ઞાસા કરી : એક માણસ ધર્મ કરે છે અને દુખ પણુ ભગવે છે. એક માણસ ધર્મ નથી કરતો, તોપણ સુખ ભેગવે છે. સુખ ઘણું ઉપલબ્ધ છે, તો પછી ધર્મ કરવાથી શો લાભ થયો? ધર્મ કરનાર પણ સુખ અને દુઃખ–બંને ભોગવે છે અને ધર્મ નહિ કરનાર પણ સુખ દુઃખ બંને ભેગવે છે, પછી બંનેમાં અંતર જ શું રહ્યું ?
આપણે જીવનની બધી ઉપલબ્ધિઓની કસોટી સુખ અને દુઃખને માની લીધી છે. એક કસોટી સુખ છે અને બીજી કસોટી દુઃખ છે. એ બંનેને આધારે સમગ્ર દુનિયાની મીમાંસા કરીએ છીએ. સમગ્ર આચાર અને વ્યવહારની સમીક્ષા કરીએ છીએ. એ બેથી દૂર ત્રીજ પર આપણી દષ્ટિ જતી જ નથી. ત્રીજું પણ કઈ તત્વ છે, તેની આપણને ખબર જ નથી. આપણે બધી વાતોને સુખદુઃખની કસોટી પર કરીએ છીએ.
છે અને ત્રણનું અંતર
પ્રશ્ન સ્વાભાવિક હતો. આ પ્રશ્ન કેઈ એક વ્યક્તિને નથી. હજારો-હજારો ધામિકે આ પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્નને લઈને ઘણી ગૂંચવણે પેદા થઈ છે. કંઈ કેટલીયે વ્યક્તિ આસ્તિકમાંથી નાસ્તિક બની જાય છે. પરંતુ એક વાત છે, ધર્મ કરનારમાં એક વિશેષ વાત જે હોય છે તે ધર્મ ન કરનારમાં કદી પણ નથી હોતી. ધર્મ કરનાર વ્યક્તિમાં સુખ અને દુઃખ આ બે જ હોય છે; ત્રીજુ કાઈ નથી હોતું. આ એક ખાસ વાત છે. અને એ એક આશ્ચર્યકારક ઘટના છે. ધર્મ ન કરનાર વ્યક્તિમાં સુખદુ:ખ–બંને જ હતાં નથી, ત્રીજુ પણ હોય છે. તે ત્રીજુ તત્વ–સુખદુઃખ આપનાર. ખૂબ મેટો તફાવત પડી ગયા. એક તરફ બે તત્વ કામ કરે છે અને બીજી તરફ ત્રણ તત્વ કામ કરે છે.
જે વ્યક્તિમાં ધર્મનું આચરણ નથી, ધર્મની દષ્ટિ નથી, તે જ્યારે પણ દુઃખી થાય છે ત્યારે સર્વ પ્રથમ એ વિચારે છે–તેણે મને દુઃખી કરી દીધા. બધી વાત ત્યાં ગૂંચવાઈ જાય છે. તે પિતાના આચરણને જેવાને કદી પ્રયાસ જ નથી કરતા. સીધું બીજ પર ધ્યાન જાય છે. કલ્પનાની જાળ એટલી ફેલાય છે કે તેમાં અનેક વ્યક્તિ ફસાઈ જાય છે,
૨૫૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org