Book Title: Kayakalp Man nu
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 278
________________ આરાધના ભવનાગ છે ભાવનાની પ્રક્રિયા અજ્ઞાત સુધી પહોંચવાની પ્રક્રિયા છે આરાધનાનું એક ખૂબ મોટું સૂત્ર છે–ભાવનાગ. જે વ્યક્તિ ભાવનાયોગની સીમામાં ચાલી જાય છે, ભાવનાને અભ્યાસ શરૂ કરે છે, તે અજ્ઞાત શક્તિઓને જ્ઞાત જગતમાં લાવવાને માર્ગ ખેલી દે છે. આપણે આરાધના કરીએ. જ્ઞાન એક આરાધના છે. સ્વાધ્યાય એક આરાધના છે. આત્મનિરીક્ષણ અને આત્મવિશ્લેષણ એક આરાધના છે. પ્રેક્ષાધ્યાનને અભ્યાસ કરનાર વ્યક્તિ એ ન વિચારે કે દસ દિવસનો કીમતી સમય, મૂલ્યવાન સમય એમ જ વીતી ગયે. શું મળ્યું? તે એ વિચારે કે જીવનને બધો સમય એમ જ વીતાવી દીધા. દસ દિવસનો આ સમય સાર્થક થયો છે. પ્રભુ સુધી પહોંચવાની દિશામાં થયો છે. આ જ જીવનની સાર્થકતા છે. એનાથી મોટી બીજી કઈ સાર્થકતા હોઈ શકે છે? જે અપિણી દષ્ટિ સમ્યફ બની જાય, સાર્થકને સાર્થક અને નિરર્થકને નિરર્થક સમજવા લાગી જાય તો આપણને અનુભવ થશે કે જે ક્ષણ ચૈતન્યના સાન્નિધ્યમાં વીતે છે, તે ક્ષણ સાર્થક હોય છે. જે ક્ષણ પદાર્થના સાન્નિધ્યમાં વીતે છે, તે જીવનયાત્રા માટે સાર્થક થઈ શકે છે, પરંતુ અન્તર્યાત્રા માટે નહિ. પદાર્થની સનિધિ એક અપેક્ષા છે. એના વગર જીવન કેવી રીતે ચાલે? પરનું ચૈતન્યની સન્નિધિ એના કરતાં મૂલ્યવાન છે. આ વાત પ્રેક્ષાધ્યાનના વિભિન્ન પ્રયોગથી સમજમાં આવશે. આપણે જે વાતાવરણમાં જીવી રહ્યા છીએ, તેનાથી મુક્ત થઈને નવા વાતાવરણમાં જીવવાનું શીખીએ. હું આ ધ્યાન સાધનાને એટલી જ માનું છું કે વ્યક્તિ જીવન પર એક પ્રકારનું જીવન જીવે છે, હવે તે એનાથી દૂર જઈને એક નવા પ્રકારનું જીવન જીવવાનો પ્રારંભ કરે છે. જે તે આ તરફ પ્રસ્થાન કરવા માટે પગલાં માંડે તો તેને તે ક્ષણે એ અનુભવ થશે કે જે વિરાટ જગતને તેણે પહેલાં કદી જોયું ન હતું તે ચૈતન્યનું વિરાટ જગત પ્રત્યક્ષ થઈ રહ્યું છે. બસ, આપણે બધાં તે તરફ પ્રસ્થાન કરવાની તૈયારી કરીએ. ૨૬૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286