________________
આચાર્ય ભિએ સિરિયારી ગામમાં પકકી હાટમાં ચાતુર્માસકાળ વિતાવ્યો. આજે પણ તે હાટ મોટે ભાગે મૂળ સ્થિતિમાં રહેલ છે. તે હાટમાં આજે કોઈપણ સાધુ ચાતુર્માસ તો શું એક દિવસ પણ રહેવા નહિ ઈચછશે. તે આખો દિવસ નવું સ્થળ ખેળવામાં વિતાવી દેશે, પણ તે હાટમાં નહિ રહી શકશે. તેનું કારણ શું છે ? કારણ ખૂબ જ
સ્પષ્ટ છે કે તે જમાનાના લેકે ખૂબ શક્તિશાળી અને સહનશીલ હતા. તેઓ બધી ઘટનાઓને સહન કરી લેતા હતા. જેમ જેમ સુવિધાઓને વિકાસ થતો ગયો, મનુષ્યની સહનશક્તિ ઓછી થતી ગઈ. આજે સુવિધાઓનાં પ્રચુર સાધનો ઉપલબ્ધ છે. દરરોજ સાધનાની નવી નવી શોધો થઈ રહી છે. એને આપણે વિકાસની સંજ્ઞા આપીએ છીએ. હું પણ અસ્વીકાર નથી કરતો કે માનવીએ આ ક્ષેત્રમાં વિકાસ નથી કર્યો. તેણે વિકાસ કર્યો છે અને આજે પણ તે નવાં નવાં ક્ષેત્રો ખોલી રહ્યો, છે. પણ એ કહ્યા વગર પણ રહેવાતું નથી કે પદાર્થ-જગતમાં મનુષ્ય વિકાસ કર્યો છે અને આંતરિક ચેતનાના જગતમાં જ્યાં સહિષ્ણુતાને વિકાસ હતા, તેને ગુમાવ્યો છે. આજે કેટલું અધૂર્ય છે. અસહિષ્ણુતા અધૂર્યને જન્મ આપે છે. આજે જાણે કે મનુષ્યમાં ધૈર્ય છે જ નહિ, એવું લાગે છે. જે માલિક નેકરને બે સખત શબ્દ કહે છે તે નોકર તરત કહે છે : આ લો તમારી
કરી. હું તો ચાલ્યો. માલિક વિચારે છે, નોકર ચાલ્યા ગયે તે શું થશે? તે જાતે નોકરને કહે છેઃ ચાલ, હવે પછી કંઈ નહિ કહું. આખું ચકરડું ઊલટું ફરી ગયું. પ્રાચીનકાળમાં માલિક નોકર પર કેટલું અનુશાસન રાખતો હતો અને નોકર સ્વામીને કેટલે વિવેક કરતો હતો. નકર કેટલે સહિષ્ણુ હતા. આજે પિતા પુત્રને કંઈ પણ કહેતા પહેલા દસ વાર વિચારે છે કે આ વાતની પુત્ર પર શી અસર થશે ? ક્યાંય તે ગુસ્સે થઈને ઘર છોડી ચા ન જાય. અસહિષ્ણુતા ન કરી લે. કઈ કોઈવાર તે પૂરી વાત કહી પણ નથી શકતા. અધૂરી વાત કહીને જ વિરામ લે છે.
આજે પ્રત્યેક વ્યક્તિ અધીરી છે. અધીરાઈ સીમા ઓળંગી ગઈ છે. મનુષ્ય પ્રકૃતિની ઠંડી-ગરમીને સહન કરવાની ક્ષમતા જ માત્ર ગુમાવી નથી, તેણે સાર્વભૌમ ઠંડી-ગરમીની ક્ષમતાને સહન કરવાની ક્ષમતા પણ બઈ દીધી છે.
૨૫૧ "
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org