________________
યુનિ પ્રભુત
એક પ્રાચીન પ્રસંગ છે. આચાર્ય પિતાના શિષ્યોને એક ગ્રંથનું અધ્યાપન કરાવી રહ્યા હતાં તે ગ્રંથનું નામ હતું–ોનિ પ્રાભૂત. ખૂબ અદ્દભુત ગ્રંથ. તેમાં બધા પ્રકારના જીવ અને અજીવ પદાર્થોની નિનું નિરૂપણ છે. વિભિન્ન રાસાયણિક સંયોગથી જીવ અને અજીની નિર્માણ પદ્ધતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ગ્રંથ શીખવવાને સમય પણ વિચિત્ર છે. તેનું એકાંતમાં અધ્યાપન કરાવવામાં આવે છે. જ્યારે રાત્રે બાર વાગ્યે બધા લેકે સૂઈ જાય ત્યારે તેની વાચને આપવામાં આવે છે, જેથી કોઈ વ્યક્તિ તેનો દુરુપયોગ ન કરે. આચાર્ય ભણાવી રહ્યા હતા. શિષ્યો ભણી રહ્યા હતા. તે વખતે પાડાના ઉત્પાદનનું વિવરણ ચાલી રહ્યું હતું. એક વ્યક્તિ ચેરી છૂપીથી બધું વિવરણ, સમગ્ર પ્રક્રિયા ધ્યાનપૂર્વક સાંભળી રહી હતી. આચાર્યને એની ઉપસ્થિતિનો ખ્યાલ ન આવ્યું. તેઓ ભણાવતા જ રહ્યા. તેણે એકચિત્તે બધું જ સાંભળી લીધું. વાચના પૂરી થઈ. તે ઘેર ગયે. સાંભળેલી પ્રક્રિયા પ્રમાણે તેણે પ્રયોગ કર્યો. જોતજોતામાં પાડો તૈયાર થઈ ગયો. સંપૂર્ણ યુવાન. તેણે પાડાને વેપાર શરૂ કરી દીધો. રોજ પાડા બનાવો અને વેચતો. તે ઘણું ધન કમાયે. ગામમાં ચર્ચા થવા લાગી કે આટલા પાડા ક્યાંથી આવે છે. આચાર્ય સુધી આ વાત પહોંચી ગઈ. તેમણે મનમાં જાણું લીધું કે કોઈએ આ પ્રકરણ ચોરી છૂપીથી સાંભળી લીધું છે, અને તે કહેવાયેલી વિધિ પ્રમાણે પાડાનું નિર્માણ કરી રહ્યું છે. આચાર્યો તે વ્યક્તિને બોલાવી. પૂછયું. તેણે સાચી વાત બતાવી દીધી. આચાર્યે કહ્યું કે એનાથી પણ એક વધુ ઉપયોગી વિદ્યા છે. તે છે રત્નનિર્માણની અને સ્વર્ણ-નિર્માણની વિદ્યા. તમે એ વિદ્યા સાંભળે અને પછી પ્રગ કરે. ધનકુબેર બની જશો. તેણે બધાં સાધન મંગાવ્યાં. પ્રક્રિયા મુજબ બધાં રસાયણેનું નિર્માણ કર્યું. તેમાંથી એક ભયંકર સર્પનું નિર્માણ થયું અને તે સર્વે પ્રોક્તાને ડંખ દીધો. તે તરત જ મૃત્યુ પામે. અને સર્પ પણ મૃત્યુ પામે.
આ બનેલી ઘટના છે, કાલ્પનિક કથા નથી.
એવી રીતે આજનું વિજ્ઞાન જે ઇચ્છિત ઉત્પાદનને વિકાસ કરી રહ્યું છે, તે માટે પણ આ અસંભવ નથી.
૨૨૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org