________________
તે બધું આચાર્યશ્રી કરાવે છે. તેઓ સ્વયં કરે છે. આભાર કે માનું ? કઈ બીજુ હોય તે આભાર માનું એવું અંતરાળ પણ નથી, જેની વચ્ચે આભાર અને કૃતજ્ઞતા મૂકી શકાય. આભારને પ્રશ્ન જ નથી.
મધ્યાહન ધામધકતા તડકામાં આચાર્યપ્રવરનું દરરોજ આવવું. શક્તિને વધુ પ્રગુણિત કરે છે.
સાવી પ્રમુખ તથા અન્ય સાધ્વીઓએ હજી ઘણું તાપને સામનો કરવો પડ્યો, કેમ કે તેમનું સ્થાન દૂર હતું. તે બધી અહીં આવતી. તેમનું અહીં આવવું એ વાતની પ્રતીતિ કરાવે છે કે તેમના મનમાં સાધના પ્રત્યે લગન છે, રહી છે. નહિ તે અનેક બહાનાં કાઢી શકાય છે. બહાનાં માટે ઘણો અવકાશ છે. આજે તાપ વધારે છે. પગ બળી રહ્યા છે. સ્થળ ઘણું દૂર છે. આ બહાનાંઓનાં સંસારમાં બહાનાંઓ ઓછી નથી. જ્યારે ઈરછીએ ત્યારે બહાનું બનાવી શકીએ છીએ. પરંતુ જ્યારે અંતરને રસ જાગી જાય છે ત્યારે બહાનાં હતાં જ નથી. અવરોધ પણ સમાપ્ત થઈ જાય છે.
બધા લોકોને સાધના પ્રત્યે સભાવ છે, આકર્ષણ છે. એનાથી એટલું શક્તિશાળી વાતાવરણ બને છે કે અનેક લોકોને અજ્ઞાત રૂપે સાધનાની પ્રેરણા મળે છે. અને તેઓ બધા સાધનાથી લાભાન્વિત થાય છે. સાધના કરવાની બધામાં જાણે સ્પર્ધા જાગી છે. હવે વધુ પ્રેરણાની આવશ્યકતા નથી લાગતી.
આ પ્રકિયા પહેલા પ્રાપ્ત થતે તે
મહાલચન્દ્રજી ભંસાળી શ્રદ્ધાળુ શ્રાવક છે. તેઓ સિત્તેર વર્ષની અવસ્થા પ્રાપ્ત કરીને આઠમા દસકામાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ શિબિરમાં રહ્યા. તેમણે કહ્યું : મહારાજ ! મારાં સિત્તેર વર્ષ નકામાં ચાલ્યાં ગયાં. નકામા એ અર્થમાં કે હું જે પણ ધાર્મિક ક્રિયાઓ કરતા, મારું મન કદી પણ સ્થિર નહોતું રહેતું. તે સદા ભટકતું રહેતું. આ શિબિરમાં બીજા થયેલા લાભમાં મને એ લાભ અવશ્ય થયો છે કે હવે હું જ્યારે માળા જપું છું ત્યારે મને માત્ર તે જ દેખાય છે જે માળાને જાય છે. મારું મન સ્થિર રહે છે, એક જ લય પર ટકેલું રહે છે. જે આ પ્રક્રિયા મને પહેલેથી પ્રાપ્ત થઈ હોત તો મને ઘણો લાભ થાત. ખેર, હવે હું આ પ્રક્રિયામાં આવી ગયું. મારા પર ઘણે મોટા ઉપકાર
૧૪૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org