Book Title: Kaushamijina Prernadayi Smarano Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ ૭] દર્શન અને ચિંતન કૌશાંખીજીને તરવા કે તેમની પાસે બેસવું એટલે ટૂચકા, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, રાજકારણ, સામાજિક જીવન વગેરે જ્ઞાનગંગાની અનેક ધારા વચ્ચે સ્નાન કરવું; તેથી અનેક મિત્રા તેમને તાતરતા, અનેક તેમની પાસે ચર્ચા અર્થે જતા અને તેમનાથી સાવ જુદું દૃષ્ટિબિન્દુ ધરાવનાર પણ તેમની સાથેના વાર્તાલાપ માટે લલચાતા. કૌશાંબીજી જેટલા ઉગ્રપ્રકૃતિ તેટલા જ સ્પષ્ટભાષી. એમને કાંઈ છુપાવવાનું ન હતુ. ગમે તેવી વિરાધી અને સમર્થ વ્યક્તિને પણ પોતાની વાત ચોખ્ખા શબ્દોમાં સંભળ!વતા. લોકમાન્ય તિલકે ગીતા-રહસ્યમાં ધમ્મપદના એક પદ્યના અર્થ અન્યથા કરેલો. કૌશાંખીજીએ તેમને પૂરી રીતે ઠીક ઠીક પકડ્યા અને ભૂલ કબૂલ કરાવી. ત્રિપિટકાચાર્ય તરીકે પ્રસિદ્ધ શ્રી રાજીએ ધમ્મપદનો અનુવાદ કર્યો છે, જેમાં એમની મૌલિક ભૂલ રહી ગઈ છે. કૌશાંબીજીએ એમને એકવાર આડે હાથે લીધા અને રાહૂલજી તેમને નમી પડ્યા તથા પોતાની ભૂલ પણ કબૂલ કરી. લખાણુ, ઉચ્ચારણ, વાચન, પ્રશ્ન આદિ કાઈ પણ ખાખતમાં પોતે સહેજ પણ ભૂલ ચલાવી ન લે. કાઈ એવી ભૂલ કરે ત તેને જરાય દ્ન સાંખી લેતાં ચોખ્ખું ચોખ્ખું કહી દે એટલી એમની ચોકસાઈ, મમ ગાયકવાડ મહારાજ સયાજીરાવ કૌશાંખીજીના અનન્ય ભક્ત. પણ એવા ચંકાર, સમથ અને સહાયક રાજ્વી સુદ્ધાંત કૌશાંબીજી તેમની ભૂલો કે કુટેવ વિષે ખખડાવી નાખતા. શ્રીમંત સયાજીરાવ અને તેમનાં પત્ની સીમનાબાઈ સાથેના અનેક કટુ-મધુર સ્મરણા તે મને કેડ સુધી પ્રસગે પ્રસંગે સંભળાવતા. તે ઉપરથી હું તેમની નિર્ભયતા, સત્યવાદિતા અને નિઃસ્પૃહતા પારખી જતા. ' કાકા કાલેલકર તેમના અંગત મિત્ર અને સજાતીય. કાકા પોતેજ કૌશાંખીને પુરાતત્ત્વમદિરમાં લાવેલા અને સેવાગ્રામમાં તેમને જ હાથે કૌશાંખીજીના અગ્નિસંસ્કાર થયો. કાકા બહારગામથી આવ્યા અને કૌશાંબીજીએ મૌનપણે જોયા કે તરત જ થોડી વારમાં પ્રાણ હાડ્યો. આટલી નિકટતા છતાં એક પ્રસંગે કૌશાંબીજી કાકા સુદ્ધાંને નારાજ કરતાં ખચકાયા ન હતા. કૌશાંબીજી મને કહેતા કે અમેરિકામાં યંગ ઇન્ડિયા વાંચતો ત્યારે મને ઘણીવાર આંસુ આવી જતાં. ગાંધીજીના અહિંસા તેમ જ વિશ્વપ્રેમના વિચારો નવા રૂપમાં વાંચી મને થતુ કે આ એક અંત છે. એ જ બુદ્ધિએ મને અમેરિકા છેડાવ્યું અને અમદાવાદમાં લાવી મૂકયો. કૌશાંખીની ગાંધીજી પ્રત્યે ફૅસુધી ધ્રુવી અનન્ય શ્રદ્ધા ટૂંકમાં આગળ ઉપવાસ પ્રસંગે જોઈશું. આમ છતાં ધી 2. Jain Education International For Private & Personal Use Only હતી તે આપણે બાબતોમાં કૌશાં www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17