Book Title: Kaushamijina Prernadayi Smarano Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ સ્વ. શાબીજનાં પ્રેરણાદાયી સ્મરણે [૧૦] અધ્યાપક કૌશાંબીજીનું નામ ન જાણતો હેય એ વિદ્વાન અને વિચારક ભાગ્યે જ હશે. જો કે એમણે પિતાનાં કેટલાંક જીવન–સ્મરણ આપવીતીમાં આલેખ્યાં છે, પણ તે સ્મરણે આખા જીવનને લગતાં નથી. તેમણે અમુક સમય સુધીના જ પોતાના ખાસ ખાસ કેટલાક જીવન-પ્રસંગો આપવીતીમાં આલેખ્યા છે. તેમ છતાં જેણે એ ટૂંકી આપવીતી વાંચી હશે તેના ઉપર કૌશાંબીજની બુદ્ધિ, પુરુષાર્થ અને ચારિત્ર્યની ઊંડી છાપ પડ્યા વિના રહી જ નહિ હેય. હું પિતે તો કોઈ પણ જિજ્ઞાસુ ભાઈ કે બહેનને વાંચવાલાયક પુસ્તકો સૂચવવાં હોય ત્યારે તેમાં “આપવીતી”ની પસંદગી પ્રથમ કરું છું. “શું કરવું? રસ્તો કેઈ સૂઝતો નથી, સહાયક નથી.” એવા એવા માયકાંગલા વિચાર સેવનારાઓની આજે કમી નથી. તેવા માટે મારી દૃષ્ટિએ કૌશાંબીજીની આપવીતી” એ પ્રેરણાદાયી બાઈબલ બને તેવી છે. આમ હોવા છતાં જેણે કૌશાંબીજનો ઠીક ઠીક પ્રત્યક્ષ પરિચય સામે હશે અને જે દૃષ્ટિસંપન્ન હશે તે જ કૌશાંબીઓને ખરી રીતે ઓળખી શક્યો હશે એમ મને લાગે છે. તેમની સાથે મારે સાક્ષાત પરિચય લાંબા વખત લગી રહ્યો હતો અને છેલ્લે હમણું કાશીમાં પણ અમે બન્ને સાવ નિકટ હતા. તેથી હું તેમનાં કેટલાંક મરણે આલેખું તે તે અનુભવમૂલક છે એમ સમજી વાંચનાર વાંચે. સૌથી પહેલાં હું કૌશાંબીઝને પૂનામાં ૧૯૧૭માં તેમને મકાને મળે. તે વખતે તેઓ ફર્ચ્યુર્સન કૅલેજમાં પાલીના અધ્યાપક હતા. મેં તેમનું બુદ્ધધર્મ આણિ સંધ’ એ પુસ્તક વાંચેલું એટલે તેમના પ્રત્યે મારે અનન્ય આદર તે પ્રથમથી જ ઉત્પન્ન થયેલે; પણ હું પ્રત્યક્ષ મળે ત્યારથી તે તેમના પ્રત્યે મારી જુદી જ દૃષ્ટિ બધાઈ. હું આ અગાઉ કેટલાક વખત થયાં બૌદ્ધ પાલી વાજ્ય ગુરુમુખથી શીખવા ઇચ્છતા હતા. જૈન કર્મશાસ્ત્ર અને બીજા એવા વિષય વિષે વિચારતાં તેમ જ લખતાં મને એમ થયેલું કે બૌદ્ધ વાલ્મયના પૂરા અને યથાર્થે અભ્યાસ વિના મારું અભીષ્ટ કામ અધૂરું જ રહેવાનું છે. હું 5 અધ્યાપકની શોધમાં હતા, અને કૌશાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 17