Book Title: Kaushamijina Prernadayi Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ અધ્ય [૧ બીજી ગાંધીજીની ટીકા કરતા. કેટલીકવાર તેઓ એ ટીકા અહુ સખતપણે પણ કરતા. ગાંધીજી ઉપવાસ અને બીજા દેહદમના ઉપર જે ભાર મૂકે છે તેને કૌશાંબીજી બુદ્ધિની દૃષ્ટિએ નિહાળી અયેાગ્ય લેખતા. અને તેથી ઘણી વાર કહેતા કે, ગાંધીજીમાં જે ત્યાગ, જે અહિંસાવૃત્તિ છે તેની સાથે આવા તપને કાઈ મેળ નથી. કૌશાંબીજી આ ટીકા સૌની સમક્ષ પણ કરતા. જે ગાંધીજીના પ્રત્યેક વ્યવહાર અને વિચારને અક્ષરશઃ માનતા અને અનુસરતા તે કેટલીકવાર ગાંધીજીની ટીકાથી કૌશાંબીજી પ્રત્યે અકળાતા પણ ખરા, છતાં સૌમાં કૌશાંબીજીની નિષ્ઠા અને પ્રમાણિકતા વિષે એકસરખી શ્રદ્ધા જોઈ શકાતી. દરેક એમ સમજતો કે કૌશાંબીજી માને છે તેમ કહે છે અને કાઈની શેહમાં લેશ પણ આવે તેવા નથી. દરેક જણ એમ સમજતો કે કૌશાંબીજીને બુદ્ધિથી સમજાવી શકાય, પણ ખાણું કે લાલચથી હિ ગાંધીજી દ્વારા પ્રાર્થના ઉપર જે ભાર અપાતો અને ગીતાનું જે અનન્ય મહત્ત્વ અંકાતુ તેની સામે કૌશાંબીજી અનેક છીલે સાથે મને!રજક ટીકા કરતા.. કાઈ બચાવમાં ઊતર્યો કે એનું આવી બન્યું. તે વખતે કૌશાંખીની પ્રજ્ઞા અને લીલશક્તિને પ્રવાહ કવ વહેતો એ તે ત્યાં હાજર હોય તે જ સમજી શકે. કૌશાંબીજી માત્ર અન્ય સપ્રદાય કે ધર્મોના જ ટીકાકાર ન હતા. તે બૈદ્ધ હાવા છતાં બહુ-પરંપરાની ત્રુટીઓની પૂર્ણપણે ટીકા કરતા. જેણે તેમનું ‘ અહિંસા આણિ સંસ્કૃતિ' પુસ્તક વાંચ્યું છે તે જોઈ શકશે કે કૌશાંખી વહેમ અને ધાર્મિક દભાના કેટલા વિશધી હતા. આ પુસ્તક તેમણે કાશીમાં લખેલું અને મને આખું મરાડીમાં જ સંભળાવેલું, કાશ્મવિદ્યાપીઠના પ્રાણ શ્રી શિવપ્રસાદ ગુપ્તા તેમને બહુ માનતા. ગુપ્તાજીએ કહેલુ કે તમારું પુસ્તક હું હિન્દીમાં છપાવીશ, પણ કૌશાંખીજી મને હમેશ કહેતા. કે કપાસ્રીટર અનુવાદક, વિક્રેતા કે ખીજા કાઈ જે હિન્દુ હશે અને વેદપુરાણ સંસ્કૃતિને માનતા હશે તે મારું ખૂન ન કરે તો હું પાડ માનીશ. અને બન્યું પણ તેમ જ. લગભગ ૧૨ વર્ષ વીતી ગયાં, ઍના ગુપ્તાએ કરાવેલ હિન્દી અનુવાદ પણ તૈયાર પડ્યો છે, છતાં હજી લગી એને પનાર કાઈ મળ્યું નથી. જે એમાં વેદ-પુરાણ તેમ જ ગીતાની સ્પષ્ટ સમાલેાચના વાંચે છે તે જ છાપવા કે પ્રકાશિત કરવાની હિંમત કરી શકતા નથી.. છેલ્લે છેલ્લે ૧૯૪૬ના જુલાઈમાં તેઓ જ્યારે સરયૂતટે દેહરીધાટ ઉપર અનશન લેવા ગયા ત્યારે મને એ હિન્દી અનુવાદ સોંપી શ્રી નાથુરામ. પ્રેમીજીને મેકલવાનું કહી ગયા. એમને વિશ્વાસ હતો કે પ્રેમજી નિર્ભય અને વાદાર છે, તેથી તે અવસર આવ્યે છાપતાં કે છપાવતાં પાછા નહિ પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17