Book Title: Kaushamijina Prernadayi Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 17
________________ [83 સંક્રાંત થએલા સંસ્કારને વિચાર કરું છું ત્યારે મને તેઓ અનેક રીતે જીવતા જ દેખાય છે. પુનર્જન્મને વ્યવહારુ અને સૌની બુદ્ધિમાં સહેલાઈથી ઊતરે એવે આ એક જ ખુલાસો છે. એમનું આટઆટલું લખાણ, એમના આટઆટલા સંસ્કારગ્રાહી શિષ્ય, એમની આટઆટલી સેવા અને ત્યાગવૃત્તિ, એમને સંસ્કારી વિશાળ પુત્ર-પુત્રી–પરિવાર–આ બધું હોવા છતાં જે સ્થળ દેહને અભાવ જ પૂર્ણ મૃત્યુ ગણાતું હોય તે એવું મૃત્યુ અનિવાર્ય હોઈ તે લેશ પણ ચિંતાનો વિષય હોવો ન જોઈએ. અને બીજા મિત્રો મુંબઈ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કૌશાંબીજીને આમંત્રણ આપતા ત્યારે તેઓ તેમાં વ્યાખ્યાન આપવા આવતા. જ્યારે જ્યારે મેં એમની પાસેથી કાંઈપણ વિદ્યાકૃત્ય સાધવા ઈચ્છેલું ત્યારે તેઓએ પ્રસન્નતાપૂર્વક મને મદદ આપેલી છે. તેમની સાથેનાં મારાં નાનાંમોટાં અનેકવિધ સ્મરણે અને તેમણે કહેલા પિતાના જીવન–પ્રસંગે જેમ તત્કાળ મૃતિપથમાં નથી આવતાં તેમ તે આ મર્યાદિત લેખમાં સમાવેશ પણ પામી નથી શકતાં. કૌશાંબીજના બધા જ પરિચિત મિત્રોએ પોતાનાં સ્મરણો અને તેમની સાથેના પ્રસંગે લખી તે ઉપરથી પુનક્તિ વિનાની એક કૌશાંબીઓ-સ્મૃતિપથી તૈયાર કરી છે તે જ તેમનું સમગ્ર ચિત્ર કાંઈક અંશે આલેખી શકાય. -પ્રબુદ્ધ જૈન, 15 જુલાઈ 1947 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17