Page #1
--------------------------------------------------------------------------
________________
સ્વ. શાબીજનાં પ્રેરણાદાયી સ્મરણે
[૧૦] અધ્યાપક કૌશાંબીજીનું નામ ન જાણતો હેય એ વિદ્વાન અને વિચારક ભાગ્યે જ હશે. જો કે એમણે પિતાનાં કેટલાંક જીવન–સ્મરણ આપવીતીમાં આલેખ્યાં છે, પણ તે સ્મરણે આખા જીવનને લગતાં નથી. તેમણે અમુક સમય સુધીના જ પોતાના ખાસ ખાસ કેટલાક જીવન-પ્રસંગો આપવીતીમાં આલેખ્યા છે. તેમ છતાં જેણે એ ટૂંકી આપવીતી વાંચી હશે તેના ઉપર કૌશાંબીજની બુદ્ધિ, પુરુષાર્થ અને ચારિત્ર્યની ઊંડી છાપ પડ્યા વિના રહી જ નહિ હેય. હું પિતે તો કોઈ પણ જિજ્ઞાસુ ભાઈ કે બહેનને વાંચવાલાયક પુસ્તકો સૂચવવાં હોય ત્યારે તેમાં “આપવીતી”ની પસંદગી પ્રથમ કરું છું. “શું કરવું? રસ્તો કેઈ સૂઝતો નથી, સહાયક નથી.” એવા એવા માયકાંગલા વિચાર સેવનારાઓની આજે કમી નથી. તેવા માટે મારી દૃષ્ટિએ કૌશાંબીજીની આપવીતી” એ પ્રેરણાદાયી બાઈબલ બને તેવી છે. આમ હોવા છતાં જેણે કૌશાંબીજનો ઠીક ઠીક પ્રત્યક્ષ પરિચય સામે હશે અને જે દૃષ્ટિસંપન્ન હશે તે જ કૌશાંબીઓને ખરી રીતે ઓળખી શક્યો હશે એમ મને લાગે છે. તેમની સાથે મારે સાક્ષાત પરિચય લાંબા વખત લગી રહ્યો હતો અને છેલ્લે હમણું કાશીમાં પણ અમે બન્ને સાવ નિકટ હતા. તેથી હું તેમનાં કેટલાંક મરણે આલેખું તે તે અનુભવમૂલક છે એમ સમજી વાંચનાર વાંચે.
સૌથી પહેલાં હું કૌશાંબીઝને પૂનામાં ૧૯૧૭માં તેમને મકાને મળે. તે વખતે તેઓ ફર્ચ્યુર્સન કૅલેજમાં પાલીના અધ્યાપક હતા. મેં તેમનું બુદ્ધધર્મ આણિ સંધ’ એ પુસ્તક વાંચેલું એટલે તેમના પ્રત્યે મારે અનન્ય આદર તે પ્રથમથી જ ઉત્પન્ન થયેલે; પણ હું પ્રત્યક્ષ મળે ત્યારથી તે તેમના પ્રત્યે મારી જુદી જ દૃષ્ટિ બધાઈ. હું આ અગાઉ કેટલાક વખત થયાં બૌદ્ધ પાલી વાજ્ય ગુરુમુખથી શીખવા ઇચ્છતા હતા. જૈન કર્મશાસ્ત્ર અને બીજા એવા વિષય વિષે વિચારતાં તેમ જ લખતાં મને એમ થયેલું કે બૌદ્ધ વાલ્મયના પૂરા અને યથાર્થે અભ્યાસ વિના મારું અભીષ્ટ કામ અધૂરું જ રહેવાનું છે. હું 5 અધ્યાપકની શોધમાં હતા, અને કૌશાં
Page #2
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન બીજીને અચાનક ભેટો થયો. એટલે મારી જિજ્ઞાસા સતેજ બની તેમ જ કૌશાંબીજી પ્રત્યે વિશેષ આકર્ષચે. પણ તે વખતે મારી ઈચ્છા સિદ્ધ ન થઈ અને હું આગ્રા ચાલ્યો ગયે. બેએક વર્ષ પછી ફરી હું પૂનામાં ગયે, પણ ઘણું કરી તે વખતે કૌશાંબી છે ત્યાં ન હતા. તેમના એક પ્રતિભાશાળી શિષ્ય હૈ. રાજવાડે મળેલા પણ એમની મુલાકાત મારા માટે તે કૌશાંબીજી પ્રત્યેના આકર્ષણમાં જ પરિણમી. જે કે મળે ત્યાંથી મરાઠીમાં પ્રસિદ્ધ થયેલ બૌદ્ધ વાડ્મય મેળવી મારી જિજ્ઞાસા અલ્પાંશે સતિષત હતું, છતાં તક મળે ત્યારે કૌશાંબીજી પાસે જ બોદ્ધ વાડ્મય શીખવાની ઉત્કટ વૃત્તિનાં બીજે પાયે જતાં હતાં.
હું કાશી છોડી ૧૯૨૧માં અમદાવાદ આવી ગયેલ અને ગુજરાત પુરાતત્વમંદિરમાં રહેત; પણ હજી લગી હું એ સંસ્થામાં સેવક તરીકે જોડાયા ન હતો. પુરાતત્વમંદિરના બધા જ વિશિષ્ટ અધિકારીઓ અને એમાં જોડાવા કહેતા, પણ હજી લગી હું એ સંસ્થામાં તટસ્થ રહીને જ કામ કર્યો જતો. ૧૯૨૨ના છેલ્લા ભાગમાં પૂના બેઠાં મને સમાચાર મળ્યા કે કૌશાંબીજી પુરાતવમંદિરમાં નિમાયા છે. આ સમાચારે વીજળક અસર કરી અને હું પુરાતત્ત્વમંદિરમાં જોડાવાના નિર્ણય ઉપર આવી ગયો ને જોડાયો. હવે હું કૌશાંબીજીને સહવાસી બન્યું. મારું પુરાતત્ત્વમંદિરમાંનું કામ તે જુદું જ હતું, પણ આ સહવાસની તકે મને એમને અંતેવાસી પણ બનાવ્યો. કૌશાંબીજી પાસે બૌદ્ધ પાલી 2 શીખવાની શરૂઆત તો પુરાતત્ત્વમંદિર અને મહાવિદ્યાલયના કેટલાક અધ્યાપકોએ કરેલી, પણ હું જાણું છું ત્યાં લગી તેમની પાસેથી સતત શીખવાને યોગ મારા જ ભાગમાં લખાયો હતે. એક બાજુ હું એમની પાસે બૌદ્ધ ગ્રંથ શીખ અને બીજી બાજુ અનેક વિષયોની એમની સાથે ચર્ચા કરતો. ફરવા જતી વખતે કૌશાંબી પિતે જ મારે હાથ પકડી લે અને મારા પૂછેલા કે અણપૂછેલા સવાલે વિષે અનેકવિધ ચર્ચા કરે. તેઓ જે બૌદ્ધ વિષયે વિષે મરાઠીમાં લખાવે કે ગ્રંથ રચે તે મને પ્રથમ સંભળાવે. તેઓ મારી સૂચના ઉપર ધ્યાન આપતા. મારી શંકાનું સમાધાન પણ કરતા. મને આ નિમિત્તે ખૂબ જાણવાનું મળતું. આ ક્રમ ઘાણું કરી પાંચેક વર્ષ ચાલ્યું હશે. ત્યારબાદ તેઓ રશિયા ગયા ને થોડા વખત માટે એ ક્રમ તૂટી ગયે.
કૌશાંબીજી સાથે મારે સહવાસ માત્ર અધ્યયન-અધ્યાપન પૂરતો જ ન હતું. પણ તે લગભગ ચોવીસે કલાકનો રહે. તેઓ મને વન–
Page #3
--------------------------------------------------------------------------
________________
અધ્ય”,
વ્યવહારના અનેક પ્રસંગમાં મિત્રની પેઠે મહત્વની સૂચના આપતા. નાહવા કે ખાવામાં કે એવી બીજી બાબતમાં કાંઈ પણ કહેવું હોય તે તેઓ નિઃસંકોચ કહેતા. કૌશાંબીજીના સ્વભાવમાં કડકાઈનું તત્ત્વ બહુ ઉગ્ર હતું. એને લીધે કેટલીક વાર ઘણા નિકટના મિત્ર સાથે પણ તેઓ અથડામણીમાં આવતા. હું પણ એ અથડામણને સાવ અપવાદ રહ્યો છું એમ તે ન જ કહી શકાય; પણ એવે પ્રસંગે હું સાવ મૌન રહી જતે; કારણ કે મેં એમની કડક પ્રકૃતિમાં નિખાલસપણાનું અને ક્ષણિકપણાનું તત્ત્વ બરાબર જાણી લીધેલું. કૌશાંબીજી પણ થોડી વારમાં ઠેકાણે આવી જતા, મોળા પડી જતા અને ઘણીવાર “પંડિતજી” એવા મધુર આમંત્રણથી સંબોધી માફી પણ માગતા.
કૌશાંબીજી મૂળે ગેવાના, અને મહારાષ્ટ્રમાં વિશેષ રહેલા. તેમના જીવન-વ્યવહારમાં પણ મહારાષ્ટ્રીય ઉપરાંત ભિક્ષુક ધર્મનું તત્વ હતું. તેઓએ બૌદ્ધ ભિક્ષુ તરીકે સીલેન, બર્મા અને ભારતમાં જીવન ગાળેલું. બૌદ્ધ-પરંપરાના ક્ષણિકવાદની એમના જીવનમાં સજીવ છાપ હતી. વિદેશમાં વિશેષે કરી અમેરિકામાં એમણે જીવન ગાળેલું એટલે પાશ્ચાત્ય. રહેણી-કરણીના પણ એમનામાં સંસ્કાર હતા. ક્ષણિકવાદના અને પશ્ચિમના સંસ્કારેએ તે તેમના આખા જીવનમાં કામ કર્યું છે એમ મને ઠેઠ સુધી લાગતું હતું. કોઈ પણ સ્થાન કે કોઈ પણ કામને સનાતની પેઠે ચોંટી રહેવાની તેમની પ્રકૃતિ જ ન હતી. પ્રત્યેક ક્ષણે નવું નવું વાંચે અને વિચારે તેમ જ લાંબા વખત લગી સેવેલા સંસ્કારને એક ક્ષણમાત્રમાં ફેંકી દેવા સુધીને પુરુષાર્થ પણ કરે. એમને જાણનાર દરેક એ સમજો કે કૌશાંબીજી પિતાની યેજના ગમે ત્યારે અણધારી રીતે બદલી નાખશે, તેમ છતાં તેમનામાં એક અનન્ય વફાદારી તી. જે કામ એમણે લીધું હોય, જેનું વચન આપ્યું હોય તે ગમે તે ભોગે પૂરું જ કરે, અને પિતાના કામને બને તેટલું સર્વાગીણ તેમ જ વિચારયુક્ત કરવાની કોશિશ પણ કરે. ગરીબીમાં આગળ વધેલા અને ભિકપ
માં વર્ષો ગોળેલાં એટલે તેમનામાં શરૂઆતમાં મેં આતિથ્યવૃત્તિ કાંઈક ઓછી જોયેલી, પણ તેમણે ગુજરાતમાં ઘણાં વર્ષો ગાળ્યાં અને ઘણા ગુજરાતીઓનાં અસાધારણ આતિથ્યને પગલે પગલે અનુભવ કર્યો. ત્યાર બાદ મેં તેમનામાં એ સંસ્કાર બદલાય છે. તેઓ પોતે ગુજરાતના જૈન અને જૈનેતરના આતિથ્ય વિષે જ્યારે પ્રશંસાના ઉદ્દગાર કાઢતા ત્યારે હું જોઈ શકતો કે તેમના ઉપર ગુજરાતના આતિથ્યની જેવી છાપ છે તેવી બીજા એકેય પ્રાન્તની નથી.
Page #4
--------------------------------------------------------------------------
________________
૭]
દર્શન અને ચિંતન
કૌશાંખીજીને તરવા કે તેમની પાસે બેસવું એટલે ટૂચકા, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, રાજકારણ, સામાજિક જીવન વગેરે જ્ઞાનગંગાની અનેક ધારા વચ્ચે સ્નાન કરવું; તેથી અનેક મિત્રા તેમને તાતરતા, અનેક તેમની પાસે ચર્ચા અર્થે જતા અને તેમનાથી સાવ જુદું દૃષ્ટિબિન્દુ ધરાવનાર પણ તેમની સાથેના વાર્તાલાપ માટે લલચાતા. કૌશાંબીજી જેટલા ઉગ્રપ્રકૃતિ તેટલા જ સ્પષ્ટભાષી. એમને કાંઈ છુપાવવાનું ન હતુ. ગમે તેવી વિરાધી અને સમર્થ વ્યક્તિને પણ પોતાની વાત ચોખ્ખા શબ્દોમાં સંભળ!વતા. લોકમાન્ય તિલકે ગીતા-રહસ્યમાં ધમ્મપદના એક પદ્યના અર્થ અન્યથા કરેલો. કૌશાંખીજીએ તેમને પૂરી રીતે ઠીક ઠીક પકડ્યા અને ભૂલ કબૂલ કરાવી. ત્રિપિટકાચાર્ય તરીકે પ્રસિદ્ધ શ્રી રાજીએ ધમ્મપદનો અનુવાદ કર્યો છે, જેમાં એમની મૌલિક ભૂલ રહી ગઈ છે. કૌશાંબીજીએ એમને એકવાર આડે હાથે લીધા અને રાહૂલજી તેમને નમી પડ્યા તથા પોતાની ભૂલ પણ કબૂલ કરી. લખાણુ, ઉચ્ચારણ, વાચન, પ્રશ્ન આદિ કાઈ પણ ખાખતમાં પોતે સહેજ પણ ભૂલ ચલાવી ન લે. કાઈ એવી ભૂલ કરે ત તેને જરાય દ્ન સાંખી લેતાં ચોખ્ખું ચોખ્ખું કહી દે એટલી એમની ચોકસાઈ, મમ ગાયકવાડ મહારાજ સયાજીરાવ કૌશાંખીજીના અનન્ય ભક્ત. પણ એવા ચંકાર, સમથ અને સહાયક રાજ્વી સુદ્ધાંત કૌશાંબીજી તેમની ભૂલો કે કુટેવ વિષે ખખડાવી નાખતા. શ્રીમંત સયાજીરાવ અને તેમનાં પત્ની સીમનાબાઈ સાથેના અનેક કટુ-મધુર સ્મરણા તે મને કેડ સુધી પ્રસગે પ્રસંગે સંભળાવતા. તે ઉપરથી હું તેમની નિર્ભયતા, સત્યવાદિતા અને નિઃસ્પૃહતા પારખી જતા.
'
કાકા કાલેલકર તેમના અંગત મિત્ર અને સજાતીય. કાકા પોતેજ કૌશાંખીને પુરાતત્ત્વમદિરમાં લાવેલા અને સેવાગ્રામમાં તેમને જ હાથે કૌશાંખીજીના અગ્નિસંસ્કાર થયો. કાકા બહારગામથી આવ્યા અને કૌશાંબીજીએ મૌનપણે જોયા કે તરત જ થોડી વારમાં પ્રાણ હાડ્યો. આટલી નિકટતા છતાં એક પ્રસંગે કૌશાંબીજી કાકા સુદ્ધાંને નારાજ કરતાં ખચકાયા ન હતા. કૌશાંબીજી મને કહેતા કે અમેરિકામાં યંગ ઇન્ડિયા વાંચતો ત્યારે મને ઘણીવાર આંસુ આવી જતાં. ગાંધીજીના અહિંસા તેમ જ વિશ્વપ્રેમના વિચારો નવા રૂપમાં વાંચી મને થતુ કે આ એક અંત છે. એ જ બુદ્ધિએ મને અમેરિકા છેડાવ્યું અને અમદાવાદમાં લાવી મૂકયો. કૌશાંખીની ગાંધીજી પ્રત્યે ફૅસુધી ધ્રુવી અનન્ય શ્રદ્ધા ટૂંકમાં આગળ ઉપવાસ પ્રસંગે જોઈશું. આમ છતાં ધી
2.
હતી તે આપણે બાબતોમાં કૌશાં
Page #5
--------------------------------------------------------------------------
________________
અધ્ય
[૧
બીજી ગાંધીજીની ટીકા કરતા. કેટલીકવાર તેઓ એ ટીકા અહુ સખતપણે પણ કરતા. ગાંધીજી ઉપવાસ અને બીજા દેહદમના ઉપર જે ભાર મૂકે છે તેને કૌશાંબીજી બુદ્ધિની દૃષ્ટિએ નિહાળી અયેાગ્ય લેખતા. અને તેથી ઘણી વાર કહેતા કે, ગાંધીજીમાં જે ત્યાગ, જે અહિંસાવૃત્તિ છે તેની સાથે આવા તપને કાઈ મેળ નથી. કૌશાંબીજી આ ટીકા સૌની સમક્ષ પણ કરતા. જે ગાંધીજીના પ્રત્યેક વ્યવહાર અને વિચારને અક્ષરશઃ માનતા અને અનુસરતા તે કેટલીકવાર ગાંધીજીની ટીકાથી કૌશાંબીજી પ્રત્યે અકળાતા પણ ખરા, છતાં સૌમાં કૌશાંબીજીની નિષ્ઠા અને પ્રમાણિકતા વિષે એકસરખી શ્રદ્ધા જોઈ શકાતી. દરેક એમ સમજતો કે કૌશાંબીજી માને છે તેમ કહે છે અને કાઈની શેહમાં લેશ પણ આવે તેવા નથી. દરેક જણ એમ સમજતો કે કૌશાંબીજીને બુદ્ધિથી સમજાવી શકાય, પણ ખાણું કે લાલચથી હિ ગાંધીજી દ્વારા પ્રાર્થના ઉપર જે ભાર અપાતો અને ગીતાનું જે અનન્ય મહત્ત્વ અંકાતુ તેની સામે કૌશાંબીજી અનેક છીલે સાથે મને!રજક ટીકા કરતા.. કાઈ બચાવમાં ઊતર્યો કે એનું આવી બન્યું. તે વખતે કૌશાંખીની પ્રજ્ઞા અને લીલશક્તિને પ્રવાહ કવ વહેતો એ તે ત્યાં હાજર હોય તે જ સમજી શકે. કૌશાંબીજી માત્ર અન્ય સપ્રદાય કે ધર્મોના જ ટીકાકાર ન હતા. તે બૈદ્ધ હાવા છતાં બહુ-પરંપરાની ત્રુટીઓની પૂર્ણપણે ટીકા કરતા. જેણે તેમનું ‘ અહિંસા આણિ સંસ્કૃતિ' પુસ્તક વાંચ્યું છે તે જોઈ શકશે કે કૌશાંખી વહેમ અને ધાર્મિક દભાના કેટલા વિશધી હતા. આ પુસ્તક તેમણે કાશીમાં લખેલું અને મને આખું મરાડીમાં જ સંભળાવેલું, કાશ્મવિદ્યાપીઠના પ્રાણ શ્રી શિવપ્રસાદ ગુપ્તા તેમને બહુ માનતા. ગુપ્તાજીએ કહેલુ કે તમારું પુસ્તક હું હિન્દીમાં છપાવીશ, પણ કૌશાંખીજી મને હમેશ કહેતા. કે કપાસ્રીટર અનુવાદક, વિક્રેતા કે ખીજા કાઈ જે હિન્દુ હશે અને વેદપુરાણ સંસ્કૃતિને માનતા હશે તે મારું ખૂન ન કરે તો હું પાડ માનીશ. અને બન્યું પણ તેમ જ. લગભગ ૧૨ વર્ષ વીતી ગયાં, ઍના ગુપ્તાએ કરાવેલ હિન્દી અનુવાદ પણ તૈયાર પડ્યો છે, છતાં હજી લગી એને પનાર કાઈ મળ્યું નથી. જે એમાં વેદ-પુરાણ તેમ જ ગીતાની સ્પષ્ટ સમાલેાચના વાંચે છે તે જ છાપવા કે પ્રકાશિત કરવાની હિંમત કરી શકતા નથી.. છેલ્લે છેલ્લે ૧૯૪૬ના જુલાઈમાં તેઓ જ્યારે સરયૂતટે દેહરીધાટ ઉપર અનશન લેવા ગયા ત્યારે મને એ હિન્દી અનુવાદ સોંપી શ્રી નાથુરામ. પ્રેમીજીને મેકલવાનું કહી ગયા. એમને વિશ્વાસ હતો કે પ્રેમજી નિર્ભય અને વાદાર છે, તેથી તે અવસર આવ્યે છાપતાં કે છપાવતાં પાછા નહિ પડે.
Page #6
--------------------------------------------------------------------------
________________
૭૨ ]
દૃન અને ચિત્તન
'
શ્રી. શિવપ્રસાદ ગુપ્તાએ કાશી વિદ્યાપીઠમાં કૌશાંબીજી માટે તેમની જ સૂચના પ્રમાણે નાનકડું પણ સગવડ્યું મકાન આંધી આપેલું. તેમાં રહી કૌશાંબીજીએ · અહિંસા આણિ સંસ્કૃતિ એ પુસ્તક લખેલું. મેં તેમને પહેલેથી જ કહેલું કે આ પુસ્તક પૂરું' થાય કે સ્થાનાંતર કરવું અને જોવું કે બહુ ચાહકો પણ અંતે પ્રગટ કરે છે કે નહિ? તેમણે એમ જ કર્યું. શેઠ જુગલકિશાર બિરલા જેવા પૈસાદાર છે તેવા જ દાની અને ઉદાર છે. હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે તેમની અનન્ય નિષ્ઠા જાણીતી છે. બિરલાજી જ એક એવા છે કે જેમણે હિન્દુ પરપરામાં ઔદ્દાને સમિલિત કરી લેવાને સજ્જ પ્રયત્ન કર્યો છે. મિરલાજી જેટલા ગીતાભક્ત તેટલા જ ખૌફૈાના ભક્ત છે. બૌધ્ધગ્રંથેના હિન્દી અનુવાદો રસપૂર્વક વાંચે અને સારનાથ જેવા વિશ્વ વખ્યાત ઔધ્ધતીમાં એકાન્તમાં બેસી તે ઉપર મનન પણ કરે છે, એટલું જ નહિ પણ તેમણે કલકત્તા, દિલ્હી અને હિન્દુ યુનિવર્સિટીમાં બૌધ્ધશાસ્ત્રના અધ્યયન માટે તેમ જ બૌધ્ધ મંદિર અને ધર્મશાળા માટે અનેકવિધ એટલે મોટા ખર્ચ કર્યાં છે અને હજી કરે છે કે તે જાણનાર જ બિરલાજીની હિન્દુસ્તાનમાં ફ્રી ઔદ્ધ-પરંપરા પ્રતિષ્ઠિત ફરવાની ધગશ જાણી શકે. આવી વૃત્તિ ધરાવનાર શ્રીયુત જુગલકિશાર બિરલાએ મુંબઈ-પરેલમાં એક બૌદ્ધ-વિહાર બંધાવી આપ્યા ને તેમાં કૌશાંખીને રહેવા તેમ જ ફામ કરવાની સગવડ કરી આપી. કૌશાંબીજી ગરીબ અને દલિત જાતિઓની સેવા કરવા ઇચ્છતા, તેથી તે એ વિહારમાં રહ્યા અને તેમણે તેનું બહુજન વિહાર ' એવું નામકરણ કર્યું. હુજન શબ્દની પસદગી તેમણે પાલી-પ્રધાને આધારે કરેલી, જેને આધુનિક ભાષામાં સાધારણ જનતા અથવા લેકસમાજ એવા અર્થ થઈ શકે. કૌશાંબીજી એ વિહારમાં રહી પરેલના લત્તામાં વસતા મજુરા અને હરિજનોમાં સ ંસ્કાર સિંચવાનું કામ કરતા. કૌશાંબીના એ કામ માં અનેક જૈન ગૃહસ્થાના આર્થિ ક તેમ જ ખીજા પ્રકારનો સક્રિય સહયોગ હતા. આવુ સેવામય વાતાવરણ જામેલું, છતાં તેમાં પેલા અહિંસા આળ સંઘૃતિ’-એ પુસ્તકે વિશ્ર ઉપસ્થિત કર્યું. કૌશાંખીએ જ્યારે જાણ્યું કે ઉક્ત પુસ્તકમાં તેમણે કરેલ ગીતા આદિ વૈદિક ગ્રન્થોની નિર્દય સમાલોચનાથી બિરલા સહેજ નારાજ થયા છે ત્યારે તેમણે એ વિહારને જ છોડી દેવાનું પસંદ કર્યું, જો કે બિરલાજીની એવી કાઈ ત્તિ ન હતી. અને પાછળથી કૌશાંબીજીને તેમણે કહેલું પણ ખરું કે તમે બહુજન વિહાર શા માટે છેડયો ? તમે ત્યાં રહે એમ હું ઇચ્છું છું' પણ કૌશાંબીજી મને કહેતા કે, તેઓ ગમે તેટલા ભલા અને ઉદાર હાય હતાં જે મારા લખાણથી તેમની સાંપ્રદાયિક લાગણી
.
Page #7
--------------------------------------------------------------------------
________________
અર્થ
[૭૩ દુભાતી હોય તે તેમની કોઈપણ સગવડ લઈ દબાણ તળે રહેવું તે કરતાં બીજે ગમે ત્યાં રહેવું એ જ હિતાવહ છે. ખુદ ગાંધીજીએ પણ તેમને કહેલું કે તમે
બહુજન વિહાર” શા માટે છેડે છે ? પણ તેમણે એ વિહાર છોડ્યો તે છેડ્યો જ. તેમને પિતાનાં લખાણ વિષે એટલી જાગ્રત પ્રતીતિ હતી કે, તે ખાતર તેઓ ગમે તે સહવા તૈયાર રહેતા. એ જ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થવાનું હતું ત્યારે તેમણે મને પ્રસ્તાવના લખવા સૂચવ્યું. મારે માટે આ પ્રસંગ “ નદી વ્યાઘન્યાય” જે હતો. એક તરફ કૌશાંબીજી સાથે મારે ગાઢ સંબંધ અને બીજી તરફ એમનાં પ્રતિપાદન વિષે ક્યાંક કયાંક મારું જુદું પડતું દૃષ્ટિબિંદુ, હું ગમે તેટલા મૃદુભાવે લખું તેય કૌશાંબીજના અમુક વિચારોને વિરોધ થતો જ હતો. તેમ છતાં તેમના આગ્રહથી મેં આબુ ઉપર કાંઈક પ્રાસ્તાવિક લખી કાઢવું. જો કે મેં એમાં કૌશાંબીજીની અમુક એકાંગી ઉ વૃત્તિને પ્રતિવાદ કર્યો જ હતો, છતાં અમારા બે વચ્ચે
ક્યારેય અંતર પડવું નહિ. ઊલટું હું મારા પ્રત્યે તેમનો ઉતરેતર પ્રેમ જ નિહાળી શકતિ. એક અથવા બીજા કારણે ભાર એ પ્રાસ્તાવિક નથી છપાયું તે નોખી વાત છે, પણ અહીં તો પ્રશ્ન કૌશાંબીજીની મકકમ વૃત્તિ અને નિખાલસતાને છે.
કૌશાંબીજી “બહુજન વિહાર” છેડી સારનાથ આવ્યા અને ત્યાં સલની તેમ જ બીજા બૌદ્ધ ભિક્ષુકાના આગ્રહથી એક ઝૂંપડી જેવા રથાનમાં રહ્યા. બધા જ ભિક્ષુકે તેમને ગુરુવાત માનતા ને તેમની પાસે ભણતા. સૌ ઇચ્છતું કે તેઓ આજન્મ ત્યાં જ રહે. ૬૦ કરોડ જેટલા બૌદ્ધોના માન્ય એ પવિત્ર તીર્થમાં રહેવાની તેમની વૃત્તિ પણ હતી, છતાં બીજાને મન નજીવા ગણાતા વિચારભેદને કારણે તેમણે અગવડનું જોખમ વહોરી એ સ્થાન છોડી દીધું. વિચારભેદ મુખ્યપણે એટલે હવે કે કૌશાંબીજી ત્યાંના બૌદ્ધમંદિરમાં એકત્ર થતા અર્થસંચય પસંદ ન હતો. ભક્તો અને યાત્રીઓ જે આપી જાય કે ચડાવી જાય તે બધું જ પરમાર્થમાં તત્કાળ વાપરી નાખવું ને મંદિર કે મૂર્તિ નિમિત્તે કાંઈ પણ કીમતી રાખી ન મૂકવું એ કૌશાંબીઝને સિધ્ધાંત હતો. કૌશાંબીજી કહેતા કે, બુદ્ધના અનન્ય ત્યાગ સાથે આવા સંચયને મેળ શો ? જે કે, બીજા બધા બહો નમ્રપણે એમની વાત માન્ય રાખતા પણ કોઈ ચાલુ પરંપરા વરુદ્ધ જઈ શકતું નહિ; તેથી કૌશાંબીજીએ સારનાથ રહેવું જ છોડી દીધું અને ફરી કાશી વિદ્યાપીઠમાં આવ્યા. ત્યાં તેમને લાવનાર અને તેમને માટે સગવડ કરી આપનાર ડૉ.
Page #8
--------------------------------------------------------------------------
________________
૭૪]
દર્શન અને ચિંતન ભગવાનદાસ. ડૉ. સાહેબ એમને એમની વિદ્વત્તા, વિચારસમૃદ્ધિ અને ત્યાગવૃત્તિને કારણે ગાંધીજીની પેઠે જ માનતા. આચાર્ય નરેન્દ્રદેવજી વગેરે બધા. જ વિદ્યાપીઠના કાર્યકર્તાઓ તેમને મેળવવામાં ગૌરવ લેખતા.
કૌશાંબીજી પુરાતત્વમંદિરમાં હતા ત્યારે જ તેમની સામે જૈન પર પરાને પુણ્યપ્રકોપ પ્રગટેલે. પ્રાચીનકાળમાં જૈન ભિક્ષુઓ પણ બૌદ્ધભિક્ષુઓની પેઠે પ્રસંગે માંસાદિ લેતા એવું તેમણે બુદ્ધ વિષેની લેખમાળામાં લખેલું. આ વિધાનને લીધે માત્ર કૌશાંબીજી જ નહિ પણ તેમને આશ્રય આપનાર ગુજરાત વિદ્યાપીઠ અને તેમના સહવાસમાં રહેનાર કે આવનાર બધા જ જૈન મિત્રો કે પંડિતે પણ જૈન પરંપરાના પુણ્યપ્રકોપના પાત્ર બન્યા હતા.. આ વસ્તુ સંપૂર્ણપણે ભુલાઈ ન હતી ત્યાં ફરી ન ધડાકો થયે. કૌશાંબીજીએ મરાઠીમાં “બુદ્ધચરિત” લખ્યું તેમાં પણ એ વિધાન તેમણે કર્યું. પહેલાં તેમના લેખો ગુજરાતીમાં પ્રસિધ્ધ થયેલા અને ગુજરાતમાં તે મુખ્યપણે શ્વેતામ્બર જૈનો જ એટલે તેમના પુણ્યપ્રકાપે બહુ ઊંડાં મૂળ ઘાલ્યાં ન હતાં, પણ મરાઠી બુધ્ધચરિત પ્રસિદ્ધ થયા પછી તે જુદી જ સ્થિતિ આવી. મહારાષ્ટ્ર અને સી. પી.-બિરારમાં મરાઠીને પ્રચાર વિશેષ; ત્યાં દિગમ્બર જૈની પ્રધાનતા અને તેમાંય વિશેષ કદરપણું એટલે દિગમ્બર સમાજે કૌશાંબીજી વિરુદ્ધ હિટલરી આંદોલન શરૂ કર્યું. એ આંદોલનમાં ગુજરાત. પણ જોયું. યુ. પી. અને બંગાળમાં પણ એના પડઘા પડ્યા. એક રીતે ભારતવ્યાપી આખે જનસમાજ કૌશાંબીજી સામે ઊકળી ઊઠયો. કૌશાંબીજને, પ્રતિવાદ કરવા અનેક સ્થળે મંડળ અને પરિષદે સ્થપાયાં. તેમને કોર્ટ ધસડવાની ધમકી પણ આપવામાં આવી. તેઓ પિતાનું વિધાન પાછું ખેંચી લે તે માટે તેમને લાલચ પણ આપવામાં આવી. અનેક પરિચિત. મિત્રો તેમને અંગત રીતે મળ્યા, પણ કૌશાંબીજી એટલું જ કહેતા કે આમ તમારે ઉકળી જવાની જરૂર નથી. હું કૅટે સુખેથી આવીશ અને મારા કથનને ખુલાસે કરીશ. જ્યારે એમણે કદર દિગમ્બર પંડિતને એમ લખી આપ્યું કે જે કાંઈ મેં લખ્યું છે તે તે પ્રાચીન આગને આધારે લખ્યું છે, દિગમ્બર અને આધારે નહિ, ત્યારે દિગમ્બર સમાજનો રોષ તે એક રીતે શ. એણે વિચારી લીધું કે નથી કૌશાંબીજી ધમકીથી ડરવાના કે નથી લાલચમાં આવવાની કે નથી પૈસાદારની શેહમાં આવવાના અને તેઓ દિગમ્બર ને તો પિતાના આધારમાંથી બાતલ રાખે છે તે એમની સાથે બાખડવું નકામું છે. એટલે દિગમ્બર સમાજનું
Page #9
--------------------------------------------------------------------------
________________
અર્થ ,
[
આંદોલન શમ્યું; પણ શ્વેતામ્બર સમાજમાં એ આંદોલન બેવડા વેગે શરૂ થયું. ગુજરાતમાં તે પહેલાં પણ આંદોલન જાગેલું. હવે એનાં મેજ રજપૂતાના, યુ. પી., પંજાબ અને બંગાળના શ્વેતામ્બર સમાજ સુધી ફરી વળ્યાં. આના છાંટા મને પણ સ્પર્શવા લાગ્યા. પહેલાં મહારાષ્ટ્ર અને સી. પી. માંથી અનેક દિગમ્બર ભાઈઓના મારા ઉપર પત્રો આવતા કે “તમે. આને જવાબ લખે. તમે કૌશાંબીજના પરિચિત છે અને કદાચ તમે જ જૈનશાસ્ત્ર વિષે તેમને માહિતી આપી હશે.” મુનિશ્રી જિનવિજયજી ઉપર પણ એવી જ મતલબના પત્રો આવતા. કેટલીક વાર કેટલાક લેખકે અમને એવી પણ ધમકી આપતા કે તમે જવાબ નહિ લખે તે તમને પણ દેશપાત્ર ગણવામાં આવશે. ઈત્યાદિ. હવે યુ.પી., રજપૂતાના અને ગુજરાતમાંથી પણ અનેક પરિચિત-અપરિચિત જૈન ગૃહસ્થના અને ત્યાગીઓના પત્રો મારા ઉપર આવવા લાગ્યા. એમાં કાંઈક દબાણ, કાંઈક અનુરોધ અને કાંઈક ધમકી પણ રહેતાં. એકાદ એવા પત્રને બાદ કરી મેં કઈને યદ્યપિ ઉત્તર વાળ્યો નથી. પણ મિત્રો આ મુદ્દા વિષે મને મોઢે પૂછતા અને ચર્ચા પણ કરતા. કૌશાંબીજી આ વખત દરમ્યાન કાશી વિદ્યાપીઠ અને સારનાથમાં રહેતા. છેવટે તેઓ ૧૭૪૫માં મુંબઈ મળ્યા. તેમણે પિતાની વિરુદ્ધ જૈનેમાં ઊભા થયેલ વ્યાપક આંદોલન વિષે મને વાત કરી અને તેમને કાશીમાં કેવી રીતે લલચાવવામાં અને શરમાવવામાં આવ્યા તથા કેવી રીતે ધમકીઓ આપવામાં આવી એ વિષે બધી વાત કરી. હવે તેઓ મુંબઈમાં જ હતા અને મુંબઈમાં તે સેંકડે જેને, તેમના ચાહકે તેમ જ વિધીઓ પણ હતા. જે તેમના ચાહકે હતા તેઓ પણ તેમના વિધાનથી વિરુદ્ધ હોવાને કારણે તેમની પાસે ખુલાસે મેળવવા ઈતેજાર હતા. કેટલાય. સાધુ-સાધ્વીઓ તેમને ઉતારે ચર્ચા અર્થે જતાં, કેટલાય શિક્ષિત અને ધનિક જૈન મિત્રો પિતાને ત્યાં નિમંત્રી તેમની સાથે પ્રસ્તુત ચર્ચા કરતા. કૌશાંબીજી આ બધી વાત મને મળતા ત્યારે કહેતા અને એમ કહેતા કે મને જે કોઈ ઐતિહાસિક આધાર અને દલીલથી મારી ભૂલ સમજાવે તે હું આજને આજ મારું વિધાન બદલી નાખું. પણ કશું વિશેષ બોલ્યા વિના બધું સાંભળી લે. હું જાણતો હતો કે જેનપરંપરા બચાવમાં જે વાત કરે છે તે પિતાના અહિંસક-સિદ્ધાંતની ભૂમિકા પ્રમાણે અમુક દૃષ્ટિએ વાત કરે છે, જ્યારે કૌશાંબીજી અમુક ઐતિહાસિક ભૂમિકાના આધારે વાત કરે છે. બનેની પરસ્પર અથડાતી દષ્ટિઓનું અંતર સાંધવા કે સમજવાને મને એક રસ્ત સૂઝી આવ્યો અને મેં તે કશાં બીજીને સૂચવ્યું. કૌશાંબીજી એમાં
Page #10
--------------------------------------------------------------------------
________________
૭૬]
દર્શન અને ચિંતન સહમત થયા અને પિતાના સુધારા સાથે તેમણે એક નિવેદન પ્રગટ કર્યું. તેને આશય એ હતું કે તેમનું વિધાન નિષ્પક્ષ પંચ તપાસે. એ પંચમાં હાઈ કોર્ટના સંત ન્યાયાધીશ હોય અને તે ગુજરાતી જ હોય. પંચ જે ફેંસલે આપે તે બંને પક્ષને માન્ય રહે. કૌશાંબીજીના આ નિવેદન પછી આગળ આંદોલન ચાલ્યું હોય તે તે હું નથી જાણતે. જ્યારે ચોમેર કૌશાંબીઝની વિરુદ્ધ આંદોલનને દેવાનિ સળગી રહ્યો હતો ત્યારે કૌશાંબીજી તેમના સ્વભાવ પ્રમાણે વિનોદમાં ક્યારેક કહેતા કે અહિંસક જેને મારી હિંસા તો નહિ કરે ને ? આ સાથે જ કૌશાંબીજી કહેતા કે ગમે તેમ હોય
છતાં હું જેનોને મારા પ્રત્યે પ્રેમ છે એ જ જેણું . મને આમંત્રણ નિમંત્રણ આપનારાઓમાં મોટો ભાગ જેને જ છે. મને મદદ કરનાર પણ મોટે ભાગે જેનો જ છે, અને મારી સામે વિરોધ કરનાર પણ જેનો મને ખૂબ મળે છે, ચાહે છે અને સકારે છે. ત્યારે હું તેમને એટલું જ કહે કે જૈનેનું આંદોલન પણ અહિંસક જ હોય છે. કૌશાંબીજીએ શ્રી જુગલકિશોર બિરલાના આશ્રયનો ત્યાગ કર્યા પછી ફરી તેમની કોઈ પણ જાતની મદદ સ્વીકારી નહિ. જ્યારે જૈન સમાજને ઠેઠ સુધી ઉગ્ર વિરોધ હેવા છતાં તેમણે જૈન મિત્રોની અનેકવિધ મદદ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારી છે તેને હું સાક્ષી છું. એનું એકમાત્ર રહસ્ય એ જ છે કે કૌશાંબીજી બુદ્ધના ઉપદેશને અનુસરવા મથતા અને એમ માનતા કે બુદ્ધ એ અસાધારણ વિભૂતિ છે છતાં તેમને વારસે તે જૈન તીર્થંકર પાર્શ્વનાથને ધર્મને જ મળ્યો છે. કૌશાંબીજી ઘણુંવાર કહેતા કે “હું શ્રમણ-સંસ્કૃતિમાં માનું છું. એને જીવનમાં ઉતારવા મથું છું. એ શ્રમણ-સંસ્કૃતિને ઐતિહાસિક મૂળ આધાર ભગવાન પાર્શ્વનાથ છે.” પાર્શ્વનાથ પ્રત્યે એમની જે અનન્ય નિષ્ઠા મેં જોડી છે તે પરંપરાગત જૈને કરતાં જુદી જ હતી. જૈન પરંપરાના ઉગ્ર તપ આદિ કેટલાક મુદ્દાઓ વિષે તેમનું વલણ નોખું હતું એ ખરું, પણ જૈન પરંપરાના મૂળભૂત આચારે વિષે તેમની જીવંત શ્રદ્ધા હતી. એ શ્રદ્ધા તેઓ જેનોની પરિભાષામાં અને જેને રૂઢિઓ દ્વારા પ્રગટ કરી ન શકતા એટલે રૂઢ અને સ્થૂળ સંસ્કારવાળા જેનો તેમને જૈનવિધી લેખી કાઢતા. કૌશાંબીજીને સાચી સમજવાની દષ્ટિ, એમને વિકાસ કઈ ભૂમિકા ઉપર થયો છે એ જાણવામાં જ રહેલી છે, છતાં મને નોંધ લેતાં એકંદર આનંદ થાય છે કે બીજી કોઈ પણ પરંપરા કરતાં જૈનપરંપરાએ તેમને વધારે અપનાવ્યા અને સત્કાર્યા છે. આ બાબત કૌશાંબીછના ધ્યાન બહાર ન હતી તેથી જ તેઓ હમેશાં જૈન મિત્રોની ઉદારવૃત્તિ વિષે અને પિતાને નભાવી લેવા વિષે પ્રશંસાના ઉદ્ગારો કાઢતા.
Page #11
--------------------------------------------------------------------------
________________
અ
[ vp
'
છેલ્લે છેલ્લે કૌશાંબીજીએ એ પુસ્તકા મરાઠી ભાષામાં લખી મને સોંપ્યાં ને કહ્યું કે આની ધટે તે વ્યવસ્થા કરો. એક પુસ્તક · પાર્શ્વનાથના ચતુર્યાન ધ’ઉપર છે. જેમાં એમની પાશ્વનાથ પ્રત્યે ભારાભાર શ્રદ્દા ઉભરાય છે; અને બીજું' પુસ્તક એધિસત્ત્વ' વિષે છે. એ નાટક રૂપે લખેલું છે. અને બૌદ્ધ વાડ્મયના આખી જિંદગી સુધી કરેલા પરિશીલનનું ગંભીર દોહન છે. એમની સ’મતિથી મે એ લખાણા મુંબઈ શ્રી નાથુરામ પ્રેમીછને ધટતી રચના સાથે ગયા વર્ષમાં કાશીથી મોકલાવી આપ્યાં છે.
4
છેલ્લાં એ—-ત્રણ વર્ષ થયાં કૌશાંબીજી જ્યારે ભળતા ત્યારે એક માત્ર વનાન્તની જ ચર્ચા કરતા. તેએ કહેતા કે મે મારું કામ પૂરું કર્યું છે. લખવાનું અને તેટલું લખ્યું છે. મળ્યા તે પાત્ર છાત્રોને શીખવવામાં પણ કચારા રાખી નથી. ોકરા-છોકરીઓને પૂરતું શિક્ષણ આપ્યું છે અને સ્વાવલખી અનાવ્યાં છે. તો પછી હવે વધારે જીવી મોંધવારીમાં ઉમેશ શા માટે કરવા ? અને વધારે ઘડપણ ભોગવી, બિસ્તરે પડી અનેક લોકાની સેવારશક્તિને નકામે ઉપયોગ શા માટે કરવા ? તેથી હવે જીવનના અંત કરવા એ જ મારી ચિંતાના વિષય છે. ' ઇત્યાદિ. તેમના આ વિચાર સાંભળી અમે બધા પરિચિતા અકળાતા અને કહેતા કે તમારા વનને, તમારી વિચારણાને રાષ્ટ્રને ખ ુ ખપ છે. અને ભલે તમને સિત્તેર જેટલા વર્ષ થયાં હાય છતાં તમે અમારા કરતાં બહુ સશક્ત છે. ' કેટલાક મિત્રોએ, ખાસ કરી જૈન મિત્રોએ તેમને ત્યાં રહે ત્યાં ખર્ચ આપવાનું દ્વાપૂર્વક આશ્વાસન આપેલું. કૌશાંબીજીના એકના એક પુત્ર પ્રૌ॰ દામાદર કૌશાંબી પણ પિતૃભક્ત છે. તે પણ પોતાના પિતા માટે બનતું બધું કરી છૂટવા તૈયાર જ હતા. એમની જયેષ્ઠ પુત્રી માણેકબહેન અને જમાઈ ડૉ. પ્રસાદ પણ કૌશાંખી∞ માટે બધું જ કરી છૂટે તેવા હતા. કૌશાંબીજીનાં ધૃપત્ની પણ સેવામૂર્તિ છે. એમના અંગત કુટુંબ ઉપરાંત દરેક પ્રાંતમાં એમને જાણનાર અનેક વિદ્વાના અને ધાનકા એમના જીવનની સક્ક્સિ કાળજી સેવતા તેને પણ હું સાક્ષી છું અને છતાંય કૌશાંબીજીની જીવનાન્ત કરવાની વૃત્તિ કેમે કરી શમી હે. તેમનામાં આવી વૃત્તિ કેમ જન્મી તે તે પૂર્ણપણે કહી ન શકું છતાં તે પોતાની વૃત્તિના સમર્થનમાં જે કેટલાક આધુનિક અને પુરાતન દાખલા ટાંકતા તે ઉપરથી હું એટલી જ કલ્પના કરી શકતો કે કૌશાંબીજી ઘડપણને ભાર કાઈ પણ ઉપર નાખવા માગતા નથી અને પગ ઘસીને પરાણે જીવન પૂરું કરવા ઇચ્છતા નથી. તેઓ જેવી
Page #12
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન રીતે હસતે મોઢે જન્મ્યા, હસતે મેઢે આખી જિંદગી ગાળી, તેવી જ રીતે પ્રસન્ન ચિતે કોઈને ઉપર ભાર નાખ્યા સિવાય મૃત્યુને ભેટવા માગે છે. તેઓ મને કહેતા, કે “જાઓને શિવપ્રસાદ ગુપ્તા કેવી રીતે બેભાન દશામાં બિસ્તરે વર્ષો થયાં પડ્યા છે અને તેમની શારીરિક હાજતે માટે પણ અનેક નોકરને કેવું રેકાવું પડે છે ! તેઓ એમ પણ કહેતા કે, “પંડિત માલવિયજી જેવા પણ અતિ લાંબા જીવનથી કેટલું દુઃખ અનુભવે છે ?” બૌદ્ધ અને બીજાં શાસ્ત્રોમાંથી તેઓ અનેક ઉદાહરણે ટાંકી મને કહેતા કે, “જુઓ! પાકું પાન ખરી પડે તે રીતે પ્રાચીન સંતો અને તપસ્વીઓ વૃદ્ધાવસ્થામાં ખરી પડતા. -જીવનને અંતે બહાદુરીથી કરતા, મૃત્યુથી ન ડરતા અને કર્તવ્ય કર્યાને સંતોષ મેળવ્યા પછી તેઓ જીવવા માટે તડફડિયાં ન મારતા. તેથી હું પણ વીરતા, સ્મૃતિ અને જાગૃતિપૂર્વક મૃત્યુને ભેટવા ઇચ્છું છું.” હું બધું સાંભળી ચૂપ રહે; અને બચાવની લીલેમાં ન ઊતરતે. ક્યારેક કયારેક મારાં ધર્મભગિની મોતીબહેન જીવરાજ જેમના ઉપર કૌશાંબીઝની બહુ શ્રદ્ધા હતી તે-પિતાની દલલે કૌશાંબીજી સામે આદરપૂર્વક પણ ભારપૂર્વક વહેતી મૂકતાં છતાં હું જોઈ શકતા કે કૈરાઈબીજીના વલણમાં કાંઈ ફેર ન પડત.
જીવનનો અંત કરવાની ઉચ્ચ વૃત્તિએ તેમને જેનોના ચિરપ્રચલિત સંથારાત પ્રત્યે વાળ્યા. કેશાં બીજી કાયરતાપૂર્વક મૃત્યુને ભેટવા ઈચ્છતા નહિ તેથી તેમને તત્કાળ મરણને શરણ થવાને સહેલે રસ્તે પસંદ ન હતો. તેમની નસેનસમાં પિતૃક વીરતાના સંસ્કાર હતા. એ જ વીરતાને લીધે તેઓ ૧૯૩૦ની સત્યાગ્રહની લડાઈના અનુસંધાનમાં જેલવાસ પણ કરી આવેલા, એ જ વીરતાને લીધે તેમણે સારનાથની અસહ્ય લૂના દિવસમાં એક કપડાની ઓથે બેસી ધ્યાનનો અભ્યાસ કરેલું. એ જ વીરતાને લીધે તેઓ બ્રહ્મદેશનાં જંગલમાં ભયાનક ઝેરી જંતુઓ વચ્ચે એકલા રહી સમાધિમાર્ગને અભ્યાસ કરવા ગયેલા. એમના પ્રત્યેક જીવનકાર્યમાં વિરતા ભારેભાર દેખાતી. ગમે તેવા મોભાદાર વિદ્વાન કે શ્રીમતિ હોય અને તેઓ કાંઈ બોલવામાં ભૂલે તે કૌશાંબીજી નાની કે મોટી કઈ પણ પરિષદમાં તેની ખબર લીધા વિના રહી જ ન શકતા. મેં એવા અનેક પ્રસંગે જોયા છે.
એમની વીરતાએ એમને સૂઝાડયું કે તું મૃત્યુને ભેટ પણ ભરણાનિક સલેખના જેવી તપશ્ચર્યાના માર્ગે જ મૃત્યુને ભેટ. કૌશાંબીજીએ આવી સલેખનાને વિચાર તે મને બે એક વર્ષ પહેલાં જ કહે, પણ તેઓ તે માટે એગ્ય સ્થાન શેધતા. અને મને પણ તેવા સ્થાન માટે પૂછતા. એવા
Page #13
--------------------------------------------------------------------------
________________
અધ્ય
[ ve
સ્થાનની પસંદગીમાં તેમની મુખ્ય શરત એ હતી કે જ્યાં તેઓ સલેખના શરૂ કરે ત્યાં દર્શનાર્થી એની ધમાલ ન રહે, કાઈ જાણે નહિ, અને એમની એવી પણ ઇચ્છા હતી કે મરણ પછી કોઈપણ જાતના આડંબર કરી ધનશક્તિ કે જનશક્તિ ન વેડવી. મને તે ત્યાં લગી કહેલુ કે મૃતશરીર બળવા માટે કરવા જોઈ તે લાકડાંના ખચ ન કરતાં તમે બધા એને જમીનમાં જ ફ્રાટને અગર જળપ્રવાહમાં વહેવડાવી દેજો. આ વિચારો પાછળ એમને હુંયે
ગરીબ પ્રત્યેની લાગણી વસેલી હતી. તેઓ ઇચ્છતા કે તેટલો ખર્ચ ગરીબને મદદ કરવામાં થાય. એમ લાગે છે કે મુદ્દે પ્રત્યેની તેમની અનન્ય ભક્તિએ તેમતે બુદ્ધના જીવનમાંથી જાતે દુ:ખ વેઠી ખીજાનું ભલું કરવાની કરુણાવૃત્તિના સંસ્કાર અર્પી હાય. ગમે તેમ હો છતાં તેમણે જીવન-વિલોપનનો નિશ્ચય તો કરી જ લીધા હતા અને તે પણ મારાન્તિક લેખના દ્વારા.
વ્યક્તિગત દૃષ્ટિએ જીવનશુદ્ધિ માટે પ્રયત્ન કરી સંતોષ મેળવ્યો હોય અને સામુહિક દૃષ્ટિએ સધ પ્રત્યેનાં કબ્યા ખાવી કૃતાર્થતા સિદ્ધ કરી હોય એવા સાધુ અમુક પરિસ્થિતિમાં સમાધિ–મરણની દૃષ્ટિએ આજીવન અનશન કરે એવું જે અતિ જૂનુ જૈન વિધાન છે અને જે આજે પણ્ જૈનપરંપરામાં કયારેક કયારેક જીવતું જોવામાં આવે છે તે વિધાન કૌશાં શ્રીજીને બહુ ગમી ગયું અને પોતાના નિશ્ચય માટે ઉપયોગી લાગ્યું, તેથી તેઓ જ્યારે વનાન્તના નિર્ણય વિષે વાત કરતા ત્યારે જૈનપરપરાના મરણાન્તિક ‘ સંથારા 'નું હૃદયથી સમર્થન કરતા. મેં અનેક વર્ષો લગી તેમને માઢેથી જૈન ઉગ્ર તપસ્યાના સખત વિરાધ સાંભળેલા અને હવે જ્યારે તેઓ મરણાન્તિક સંથારા જેવી જૈન ઉગ્ર તપસ્યાનું સમર્થન કરતા ત્યારે પ્રથમ કરતાં તેમના વલણમાં પડેલા ફેરફાર હું સ્પષ્ટ જોઈ શકતે, છતાં હું એ વિષે કાંઈ ખેલતા નહિ અને તે કહે તે મૂંગે મોઢે સાંભળ્યા કરતે. મને કૌશાંબીજીએ છેલ્લાં વર્ષોમાં અનેકવાર કહ્યું, કે મહાવીરસ્વામીની તપસ્યા પણ ધણીવાર ઉપયેાગી છે. ' તે અનશન કરવા તે ઋત! પણ સાથે જ કેટલાક સુધારા તેમાં દાખલ કરવા વિશે પણ કહેતા. સ્થાનકવાસી સાધ્વી ૨ભાકુમારીએ અનશનપૂર્વક દેહાંત્સગ કર્યોને દાખલેો તેમની સામે હતા. એવું અનશન કૌશાંબીજીને પસંદ હતું; પણ એવા અનશન–પ્રસંગે જે ધમાલ થાય છે, જે દર્શનાર્થીઓની ભીડ જામે છે, જે દૂર-દૂરના યાત્રીઓથી લદાયેલી ટ્રૅના આવ-જા કરે છે અને જે આગળપાછળ બેસુમાર પૈસા અવિવેકથી વેડફવામાં આવે છે તે કૌશાંખીને જરાય પસદ
*
Page #14
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન ન હતું, તેથી તેઓ અનશન દ્વારા સમાધિ-મરણ સાધવાનો નિશ્ચય ઉપર આવ્યા હતા પણ તેઓ એવા સ્થાન અને એવી પરિસ્થિતિની શોધમાં હતા કે જ્યાં અનશન લેવાથી સમાધિમરણ સધાય અને સાથે જ આડંબર કે વ્યર્થ વ્યયથી મુક્ત રહી શકાય. આવા સ્થાનની શોધ ચાલતી જ હતી ત્યાં અનુકૂળ સંગ લા.
ગયા જુલાઈ માસના અંતમાં જ્યારે મેં કૌશાંબીજીને હરાઘાટ વિષે વાત કરી અને કહ્યું કે હું ત્યાં જવાનું છું ત્યારે તેમણે પણ જો હું જાઉં તે એકવાર આવવાની ઇચ્છા દર્શાવી. દોહરીલાટ એ કાશીથી ૫૦-૬૦ માઈલ દૂર આવેલ એક સરયૂનદીને પ્રસિદ્ધ ઘાટ છે અને ત્યાં જવાનું મારું આકર્ષણ મુખ્યપણે સ્વામી સત્યાનંદજીને લીધે હતું. સ્વામીજી મળે એ પ્રદેશના બ્રાહ્મણ અને આર્યસમાજી, પણ પાછળથી લાલા લજપતરાયદ્વારા સ્થાપિત લેક-સેવક-સમાજના આજીવન સભ્ય થયેલા. તેઓ ગ્રેજ્યુએટ છે અને સ્વભાવથી જ સેવાની જીવિત મૂર્તિ છે. તેમણે તે ઘાટ ઉપર સ્થાપેલ “હરિજન-ગુરુકુળ” એક પ્રાણવાન સંસ્થા છે, જેમાં યુ. પી. જેવા કટ્ટર જાતિભેદવાળા પ્રદેશના કેટલાક બ્રાહ્મણે કોઈ પણ જાતના ભેદભાવ સિવાય હરિજને સાથે રહે છે. સ્વામીજીની અનેકવિધ પ્રવૃત્તિમાં એક મુખ્ય પ્રવૃત્તિ ગામડાંઓમાં ચરખા ચલાવવાની અને સ્વાવલંબી ખાદી–ઉત્પાદનની છે. હું રવામીજીને પહેલેથી જ જાણતા. હમણું તેઓ જેલમાંથી છૂટી ૧૯૪૨ માં પિલીસોએ બાળી તેમ જ નષ્ટભ્રષ્ટ કરી નાખેલ ગુરુકુળના પુનરોદ્ધાર-કાર્યમાં પરોવાયા હતા. મને એ વિશે રસ હોઈ ત્યાં એકવાર જવું પસંદ હતું. સ્વામીજી પણ કાશી મારે ઉતારે આવેલ હતા. એમ તે કૌશાંબીજી પણ સ્વામીજી વિશે થોડુંક જાણતા; પણ જ્યારે મેં બન્ને વચ્ચે વિશેષ પરિચય કરાવ્યું ત્યારે કૌશાંબીજી તેમની સાથે જવા લલચાયા. હું કેટલાંક બીજાં કારણસર તે વખતે સાથે જવા અશક્ત હો, પણ સ્વામીજીના આશ્વાસનથી કૌશાંબીજી તે તેમની સાથે દેહરીઘાટ ગયા છે. ત્યાં જઈ જોયા પછી ઠીક લાગે તો તેઓ અનશન લેશે એમ તે તેમની વાતચીત ઉપરથી હું જાણતો જ હતા. એ પ્રસંગે પરિચય અને સેવાનો પૂરો પ્રબંધ કરવાની ચિંતા મને હતી જ. સ્વામીજીને તેમને સહકાર્યકર્તા અને ત્યાં રહેતા હરિજન વિદ્યાર્થીઓ ઉપર ભરે તે હતો જ, પણ કોઈ જાત અંગત સેવાભાવી માણસ સાથે જાય અને રહે એ અમને બધાને ઈટ હતું. દેવગે એ પણ સુયોગ સાંપડ્યો.
Page #15
--------------------------------------------------------------------------
________________
અધ્ય,
[૮૧ ૧૯૪૬ના એપ્રિલની ૨૦મી તારીખે કલકત્તાથી પાછા ફરતાં કાશી ઊતરેલે ને ત્યાં જ રોકાયેલ. દરમ્યાન તન્યજી જે કયારેક ચુનીલાલજી નામે સ્થાનકવાસી મુનિ હતા અને જે લગભગ ૧૩-૧૪ વર્ષ થયાં મનિષ છોડી સંતબાલની પેઠે રાતદિવસ સમાજ-સેવાનું કઠણ તપ આચરે છે તે હાપુરથી મારા બેલાબા કાશી આવ્યા હતા. તેમની સેવાવૃત્તિ અને સરળતાથી હું તદ્દન પરિચિત હતા. તેઓ પ્રાકૃતિક ચિકિત્સાના અભ્યાસી અને તે વિષે ઊંડે રસ ધરાવનાર છે. ઉપવાસ, અનશન આદિ પ્રસંગે કેમ વર્તવું એ બધું તેઓ સહેજે જાણે છે. અને વધારામાં કૌશાંબીજના પરિચિત પણ ખરા. મેં તેમને જ કૌશાંબીજી સાથે જવાનું કહ્યું અને તેઓ ગયા પણ ખરા. દેહરીઘાટ જતાંવેંત કૌશાંબીજીએ પ્રથમ તે એકાશન શરૂ કર્યો. પછી ધીરે ધીરે માત્ર દૂધ ઉપર આવ્યા. ક્રમે ક્રમે દૂધનું પ્રમાણ પણ ઘટાડતા ગયા અને છેવટે એને પણ ત્યાગ કર્યો. માત્ર પાણી લેતા; અને પાછળથી ચૈતન્યજીએ તેમને પાણીમાં લીંબુનો રસ પણ આપવા માંડે. એકાશનની શરૂઆતથી અનશનના પ્રારંભ અને તેના ત્યાગ સુધીના રેજેરેજના પૂરા સમાચાર ચેતન્યજી અમને પિસ્ટથી પાઠવતા અને કાંઈક સૂચના પણ માગતા. સાથે સાથે તેઓ કૌશાંબીઝના શારીરિક અને માનસિક બધા ફેરફારની નોંધ રાખતા જેની ડાયરી હજી તેમની પાસે છે. ચિતન્યજીએ પરિચર્યાને એવો સુંદર અને સર્વાગીણ પ્રબંધ કર્યો હતો કે કૌશાંબીજની ઉગ્ર પ્રકૃતિ પણ તેથી પૂર્ણપણે સંતવાઈ હતી. તન્યજી ડો. સુશીલા નાયર અને ગાંધીજી પાસેથી કેટલીક સૂચનાઓ મંગાવતા. કૌશાંબીજી ગમે તેટલું ગેપવવા ઈચ્છે છતાં એમના જેવો વિશ્વવિખ્યાત માણસ અનશન ઊપર ઊતરે અને એ વાત સાવ અછતી રહે એ અસંભવ હતું. સ્વામીજીને પોતાના કામે અલ્લાહાબાદ, દેહલી, લખન વગેરે સ્થળે જવાનું બન્યા કરતું. પુરુષોત્તમદાસ ટંડને સ્વામીજીને કહ્યું કે ગમે તે ભેગે કૌશાંબીજનો પ્રાણ બચાવે. એ માણસ ફરી નહિ મળે. ગાંધીજી દિલ્હીમાં હતા. તેમણે ચૈતન્યજીને તાર કર્યો કે, કૌશાંબીજી ઉપવાસ છોડી દે. કૌશાંબીજીએ જવાબ અપાવ્યો કે, “બાપુજી અહીં આવી મારા મનનું સમાધાન કરે તે જ હું ઉપવાસ છોડવાનો વિચાર કરું. એક બાજુ કૌશાંબીઝને અટલ નિર્ણય હતા અને બીજી બાજુ ચોમેરથી ઉપવાસ છોડાવવાના પ્રબળ પ્રયત્નો પણ થતા. સૌથી વધારે ધ્યાન ગાંધીજીને કથન ઉપર અપાતું. કૌશાંબીજી સાવ ક્ષીણ થઈ ગયેલા. પડખું પણ ફેરવી ન શકતા. બલી પણ ન શકતા. બધી શારીરિક હાજતો સૂતાં સૂતાં જ ચિતન્યજીના વેગકૌશલ્યથી પતાવવામાં આવતી. કૌશાંબીજીની સ્મૃતિ,
Page #16
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન જાગૃતિ અને પ્રસન્નતામાં કાંઈ ફેર પડ્યો ન હતો. છેવટે લાંબા ઉપવાસે પછી કૌશાંબીજી ગાંધીજીના દબાણને વશ થયા ને પારણું કર્યું. પારણા પછી ઉત્તરોત્તર માંદગી વધી. ચૈતન્યજી પણ મુંઝાયા. છેવટે એમને કાશી લાવવામાં આવ્યા. મને કશાંબીજી કહે, “પંડિતજી! હું ઘરને કે ઘાટને રહ્યો નથી. ઉપવાસ તે છોડ્યા પણ માંદગી વધી અને બીજા પાસેથી સેવા ન લેવાની જે વૃત્તિએ મને અનશન તરફ ધકેલે હતા તે જ વૃત્તિને દબાવી આજે અનેક પાસેથી વિવિધ સેવા લેવી પડે છે.” અમે એમને લેશ પણ ઓછું ન આવે તે જ રીતે બધે વ્યવહાર કરતા. એમના સદાના યજમાન છે. પવાર અને બીજા અનેક ડૉકટર-વૈદ્ય આદિ મિત્રો એમને માટે શ્રદ્ધાપૂર્વક ખડે પગે રહેતા. એમના પુત્ર અને પુત્રી તરફથી અમારા ઉપર ઉપરાઉપર અનેક પત્રો આવતા કે અમારા પિતાની કીમતી જિંદગી ગમે તે રીતે બચાવો અને ઈતિ બધે ખર્ચ છૂટથી કરે. એમના પુત્ર ચેક એક જ જતા. અમે પાસેના મિત્રો પણ કશી ગણુતરી કર્યા વિના જ તેમને આરામ આપવા બધું કરતા. છેવટે ત્રણેક માસ પછી તેઓ કાંઈક બેસતા-ઊઠતા થયા, ખોટાં પડેલ અંગે કાંઈક ક્રિયાશીલ થયાં. મેં તેમને કહ્યું કે, એકવાર મુંબઈ જાઓ ને કુટુંબને મળે. એમનું મન પણ એવું હતું કે ગાંધીજીને મળવું અને શક્ય હોય તે સેવાગ્રામમાં જ જઈ વસવું. તેઓ મુંબઈ ગયા, ને પાછા વર્ધા આવ્યા. વર્ધા કયારે આવ્યા તે હું નથી જાણતા પણ તેમની માંદગીના ઊડતા સમાચાર મળેલા, જનની ૧૦મી તારીખે કાકા કાલેલકર અણધારી રીતે મને કલકત્તામાં સિંધીપાર્કમાં મળ્યા ત્યારે તેમણે કૌશાંબીછના અનશન વિષે વાત કરતાં કહ્યું કે તેઓ ૨૭ દિવસ લગી માત્ર જળ ઉપર રહ્યા અને છેલ્લા ત્રણ દિવસમાં તે જળને પણ ત્યાગ કરે. કૌશાંબીજી કાકાને મળવા ઇંતેજાર હતા, ને જેવા કાકા બહારગામથી આવ્યા ને મૌનપણે એકબીજાએ આંખ મેળવી કે ચડી જ વારમાં તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. કાકાએ કહ્યું કે, છેલ્લી ક્ષણ લગી કૌશાંબીઝની સ્મૃતિ, જાગૃતિ અને પ્રસન્નતા અખંડ જ હતાં. મને આ સાંભળી આનંદ થયો અને એમ થયું કે દેહરી વાટવાળું અનશન એ છેલ્લા અને પૂર્ણ અનશનની તૈયારીરૂપ જ નીવડયું. એ અભ્યાસે તેમને છેલ્લા માસિક અનશન દ્વારા સમાધિ-મૃત્યુ સાધવામાં ભારે મદદ આપી.
કૌશાંબી આ લેક છોડી ગયા એમ હરકેઈને લાગે, પણ જ્યારે એમની જીવતી વિવિધ કૃતિઓ અને અખંડ પુરુષાર્થના સમાજમાણમાં
Page #17
--------------------------------------------------------------------------
________________ [83 સંક્રાંત થએલા સંસ્કારને વિચાર કરું છું ત્યારે મને તેઓ અનેક રીતે જીવતા જ દેખાય છે. પુનર્જન્મને વ્યવહારુ અને સૌની બુદ્ધિમાં સહેલાઈથી ઊતરે એવે આ એક જ ખુલાસો છે. એમનું આટઆટલું લખાણ, એમના આટઆટલા સંસ્કારગ્રાહી શિષ્ય, એમની આટઆટલી સેવા અને ત્યાગવૃત્તિ, એમને સંસ્કારી વિશાળ પુત્ર-પુત્રી–પરિવાર–આ બધું હોવા છતાં જે સ્થળ દેહને અભાવ જ પૂર્ણ મૃત્યુ ગણાતું હોય તે એવું મૃત્યુ અનિવાર્ય હોઈ તે લેશ પણ ચિંતાનો વિષય હોવો ન જોઈએ. અને બીજા મિત્રો મુંબઈ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કૌશાંબીજીને આમંત્રણ આપતા ત્યારે તેઓ તેમાં વ્યાખ્યાન આપવા આવતા. જ્યારે જ્યારે મેં એમની પાસેથી કાંઈપણ વિદ્યાકૃત્ય સાધવા ઈચ્છેલું ત્યારે તેઓએ પ્રસન્નતાપૂર્વક મને મદદ આપેલી છે. તેમની સાથેનાં મારાં નાનાંમોટાં અનેકવિધ સ્મરણે અને તેમણે કહેલા પિતાના જીવન–પ્રસંગે જેમ તત્કાળ મૃતિપથમાં નથી આવતાં તેમ તે આ મર્યાદિત લેખમાં સમાવેશ પણ પામી નથી શકતાં. કૌશાંબીજના બધા જ પરિચિત મિત્રોએ પોતાનાં સ્મરણો અને તેમની સાથેના પ્રસંગે લખી તે ઉપરથી પુનક્તિ વિનાની એક કૌશાંબીઓ-સ્મૃતિપથી તૈયાર કરી છે તે જ તેમનું સમગ્ર ચિત્ર કાંઈક અંશે આલેખી શકાય. -પ્રબુદ્ધ જૈન, 15 જુલાઈ 1947