SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન અને ચિંતન ન હતું, તેથી તેઓ અનશન દ્વારા સમાધિ-મરણ સાધવાનો નિશ્ચય ઉપર આવ્યા હતા પણ તેઓ એવા સ્થાન અને એવી પરિસ્થિતિની શોધમાં હતા કે જ્યાં અનશન લેવાથી સમાધિમરણ સધાય અને સાથે જ આડંબર કે વ્યર્થ વ્યયથી મુક્ત રહી શકાય. આવા સ્થાનની શોધ ચાલતી જ હતી ત્યાં અનુકૂળ સંગ લા. ગયા જુલાઈ માસના અંતમાં જ્યારે મેં કૌશાંબીજીને હરાઘાટ વિષે વાત કરી અને કહ્યું કે હું ત્યાં જવાનું છું ત્યારે તેમણે પણ જો હું જાઉં તે એકવાર આવવાની ઇચ્છા દર્શાવી. દોહરીલાટ એ કાશીથી ૫૦-૬૦ માઈલ દૂર આવેલ એક સરયૂનદીને પ્રસિદ્ધ ઘાટ છે અને ત્યાં જવાનું મારું આકર્ષણ મુખ્યપણે સ્વામી સત્યાનંદજીને લીધે હતું. સ્વામીજી મળે એ પ્રદેશના બ્રાહ્મણ અને આર્યસમાજી, પણ પાછળથી લાલા લજપતરાયદ્વારા સ્થાપિત લેક-સેવક-સમાજના આજીવન સભ્ય થયેલા. તેઓ ગ્રેજ્યુએટ છે અને સ્વભાવથી જ સેવાની જીવિત મૂર્તિ છે. તેમણે તે ઘાટ ઉપર સ્થાપેલ “હરિજન-ગુરુકુળ” એક પ્રાણવાન સંસ્થા છે, જેમાં યુ. પી. જેવા કટ્ટર જાતિભેદવાળા પ્રદેશના કેટલાક બ્રાહ્મણે કોઈ પણ જાતના ભેદભાવ સિવાય હરિજને સાથે રહે છે. સ્વામીજીની અનેકવિધ પ્રવૃત્તિમાં એક મુખ્ય પ્રવૃત્તિ ગામડાંઓમાં ચરખા ચલાવવાની અને સ્વાવલંબી ખાદી–ઉત્પાદનની છે. હું રવામીજીને પહેલેથી જ જાણતા. હમણું તેઓ જેલમાંથી છૂટી ૧૯૪૨ માં પિલીસોએ બાળી તેમ જ નષ્ટભ્રષ્ટ કરી નાખેલ ગુરુકુળના પુનરોદ્ધાર-કાર્યમાં પરોવાયા હતા. મને એ વિશે રસ હોઈ ત્યાં એકવાર જવું પસંદ હતું. સ્વામીજી પણ કાશી મારે ઉતારે આવેલ હતા. એમ તે કૌશાંબીજી પણ સ્વામીજી વિશે થોડુંક જાણતા; પણ જ્યારે મેં બન્ને વચ્ચે વિશેષ પરિચય કરાવ્યું ત્યારે કૌશાંબીજી તેમની સાથે જવા લલચાયા. હું કેટલાંક બીજાં કારણસર તે વખતે સાથે જવા અશક્ત હો, પણ સ્વામીજીના આશ્વાસનથી કૌશાંબીજી તે તેમની સાથે દેહરીઘાટ ગયા છે. ત્યાં જઈ જોયા પછી ઠીક લાગે તો તેઓ અનશન લેશે એમ તે તેમની વાતચીત ઉપરથી હું જાણતો જ હતા. એ પ્રસંગે પરિચય અને સેવાનો પૂરો પ્રબંધ કરવાની ચિંતા મને હતી જ. સ્વામીજીને તેમને સહકાર્યકર્તા અને ત્યાં રહેતા હરિજન વિદ્યાર્થીઓ ઉપર ભરે તે હતો જ, પણ કોઈ જાત અંગત સેવાભાવી માણસ સાથે જાય અને રહે એ અમને બધાને ઈટ હતું. દેવગે એ પણ સુયોગ સાંપડ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249282
Book TitleKaushamijina Prernadayi Smarano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size311 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy