________________
અર્થ
[૭૩ દુભાતી હોય તે તેમની કોઈપણ સગવડ લઈ દબાણ તળે રહેવું તે કરતાં બીજે ગમે ત્યાં રહેવું એ જ હિતાવહ છે. ખુદ ગાંધીજીએ પણ તેમને કહેલું કે તમે
બહુજન વિહાર” શા માટે છેડે છે ? પણ તેમણે એ વિહાર છોડ્યો તે છેડ્યો જ. તેમને પિતાનાં લખાણ વિષે એટલી જાગ્રત પ્રતીતિ હતી કે, તે ખાતર તેઓ ગમે તે સહવા તૈયાર રહેતા. એ જ પુસ્તકનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ થવાનું હતું ત્યારે તેમણે મને પ્રસ્તાવના લખવા સૂચવ્યું. મારે માટે આ પ્રસંગ “ નદી વ્યાઘન્યાય” જે હતો. એક તરફ કૌશાંબીજી સાથે મારે ગાઢ સંબંધ અને બીજી તરફ એમનાં પ્રતિપાદન વિષે ક્યાંક કયાંક મારું જુદું પડતું દૃષ્ટિબિંદુ, હું ગમે તેટલા મૃદુભાવે લખું તેય કૌશાંબીજના અમુક વિચારોને વિરોધ થતો જ હતો. તેમ છતાં તેમના આગ્રહથી મેં આબુ ઉપર કાંઈક પ્રાસ્તાવિક લખી કાઢવું. જો કે મેં એમાં કૌશાંબીજીની અમુક એકાંગી ઉ વૃત્તિને પ્રતિવાદ કર્યો જ હતો, છતાં અમારા બે વચ્ચે
ક્યારેય અંતર પડવું નહિ. ઊલટું હું મારા પ્રત્યે તેમનો ઉતરેતર પ્રેમ જ નિહાળી શકતિ. એક અથવા બીજા કારણે ભાર એ પ્રાસ્તાવિક નથી છપાયું તે નોખી વાત છે, પણ અહીં તો પ્રશ્ન કૌશાંબીજીની મકકમ વૃત્તિ અને નિખાલસતાને છે.
કૌશાંબીજી “બહુજન વિહાર” છેડી સારનાથ આવ્યા અને ત્યાં સલની તેમ જ બીજા બૌદ્ધ ભિક્ષુકાના આગ્રહથી એક ઝૂંપડી જેવા રથાનમાં રહ્યા. બધા જ ભિક્ષુકે તેમને ગુરુવાત માનતા ને તેમની પાસે ભણતા. સૌ ઇચ્છતું કે તેઓ આજન્મ ત્યાં જ રહે. ૬૦ કરોડ જેટલા બૌદ્ધોના માન્ય એ પવિત્ર તીર્થમાં રહેવાની તેમની વૃત્તિ પણ હતી, છતાં બીજાને મન નજીવા ગણાતા વિચારભેદને કારણે તેમણે અગવડનું જોખમ વહોરી એ સ્થાન છોડી દીધું. વિચારભેદ મુખ્યપણે એટલે હવે કે કૌશાંબીજી ત્યાંના બૌદ્ધમંદિરમાં એકત્ર થતા અર્થસંચય પસંદ ન હતો. ભક્તો અને યાત્રીઓ જે આપી જાય કે ચડાવી જાય તે બધું જ પરમાર્થમાં તત્કાળ વાપરી નાખવું ને મંદિર કે મૂર્તિ નિમિત્તે કાંઈ પણ કીમતી રાખી ન મૂકવું એ કૌશાંબીઝને સિધ્ધાંત હતો. કૌશાંબીજી કહેતા કે, બુદ્ધના અનન્ય ત્યાગ સાથે આવા સંચયને મેળ શો ? જે કે, બીજા બધા બહો નમ્રપણે એમની વાત માન્ય રાખતા પણ કોઈ ચાલુ પરંપરા વરુદ્ધ જઈ શકતું નહિ; તેથી કૌશાંબીજીએ સારનાથ રહેવું જ છોડી દીધું અને ફરી કાશી વિદ્યાપીઠમાં આવ્યા. ત્યાં તેમને લાવનાર અને તેમને માટે સગવડ કરી આપનાર ડૉ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org