SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪] દર્શન અને ચિંતન ભગવાનદાસ. ડૉ. સાહેબ એમને એમની વિદ્વત્તા, વિચારસમૃદ્ધિ અને ત્યાગવૃત્તિને કારણે ગાંધીજીની પેઠે જ માનતા. આચાર્ય નરેન્દ્રદેવજી વગેરે બધા. જ વિદ્યાપીઠના કાર્યકર્તાઓ તેમને મેળવવામાં ગૌરવ લેખતા. કૌશાંબીજી પુરાતત્વમંદિરમાં હતા ત્યારે જ તેમની સામે જૈન પર પરાને પુણ્યપ્રકોપ પ્રગટેલે. પ્રાચીનકાળમાં જૈન ભિક્ષુઓ પણ બૌદ્ધભિક્ષુઓની પેઠે પ્રસંગે માંસાદિ લેતા એવું તેમણે બુદ્ધ વિષેની લેખમાળામાં લખેલું. આ વિધાનને લીધે માત્ર કૌશાંબીજી જ નહિ પણ તેમને આશ્રય આપનાર ગુજરાત વિદ્યાપીઠ અને તેમના સહવાસમાં રહેનાર કે આવનાર બધા જ જૈન મિત્રો કે પંડિતે પણ જૈન પરંપરાના પુણ્યપ્રકોપના પાત્ર બન્યા હતા.. આ વસ્તુ સંપૂર્ણપણે ભુલાઈ ન હતી ત્યાં ફરી ન ધડાકો થયે. કૌશાંબીજીએ મરાઠીમાં “બુદ્ધચરિત” લખ્યું તેમાં પણ એ વિધાન તેમણે કર્યું. પહેલાં તેમના લેખો ગુજરાતીમાં પ્રસિધ્ધ થયેલા અને ગુજરાતમાં તે મુખ્યપણે શ્વેતામ્બર જૈનો જ એટલે તેમના પુણ્યપ્રકાપે બહુ ઊંડાં મૂળ ઘાલ્યાં ન હતાં, પણ મરાઠી બુધ્ધચરિત પ્રસિદ્ધ થયા પછી તે જુદી જ સ્થિતિ આવી. મહારાષ્ટ્ર અને સી. પી.-બિરારમાં મરાઠીને પ્રચાર વિશેષ; ત્યાં દિગમ્બર જૈની પ્રધાનતા અને તેમાંય વિશેષ કદરપણું એટલે દિગમ્બર સમાજે કૌશાંબીજી વિરુદ્ધ હિટલરી આંદોલન શરૂ કર્યું. એ આંદોલનમાં ગુજરાત. પણ જોયું. યુ. પી. અને બંગાળમાં પણ એના પડઘા પડ્યા. એક રીતે ભારતવ્યાપી આખે જનસમાજ કૌશાંબીજી સામે ઊકળી ઊઠયો. કૌશાંબીજને, પ્રતિવાદ કરવા અનેક સ્થળે મંડળ અને પરિષદે સ્થપાયાં. તેમને કોર્ટ ધસડવાની ધમકી પણ આપવામાં આવી. તેઓ પિતાનું વિધાન પાછું ખેંચી લે તે માટે તેમને લાલચ પણ આપવામાં આવી. અનેક પરિચિત. મિત્રો તેમને અંગત રીતે મળ્યા, પણ કૌશાંબીજી એટલું જ કહેતા કે આમ તમારે ઉકળી જવાની જરૂર નથી. હું કૅટે સુખેથી આવીશ અને મારા કથનને ખુલાસે કરીશ. જ્યારે એમણે કદર દિગમ્બર પંડિતને એમ લખી આપ્યું કે જે કાંઈ મેં લખ્યું છે તે તે પ્રાચીન આગને આધારે લખ્યું છે, દિગમ્બર અને આધારે નહિ, ત્યારે દિગમ્બર સમાજનો રોષ તે એક રીતે શ. એણે વિચારી લીધું કે નથી કૌશાંબીજી ધમકીથી ડરવાના કે નથી લાલચમાં આવવાની કે નથી પૈસાદારની શેહમાં આવવાના અને તેઓ દિગમ્બર ને તો પિતાના આધારમાંથી બાતલ રાખે છે તે એમની સાથે બાખડવું નકામું છે. એટલે દિગમ્બર સમાજનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249282
Book TitleKaushamijina Prernadayi Smarano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size311 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy