________________
અધ્ય”,
વ્યવહારના અનેક પ્રસંગમાં મિત્રની પેઠે મહત્વની સૂચના આપતા. નાહવા કે ખાવામાં કે એવી બીજી બાબતમાં કાંઈ પણ કહેવું હોય તે તેઓ નિઃસંકોચ કહેતા. કૌશાંબીજીના સ્વભાવમાં કડકાઈનું તત્ત્વ બહુ ઉગ્ર હતું. એને લીધે કેટલીક વાર ઘણા નિકટના મિત્ર સાથે પણ તેઓ અથડામણીમાં આવતા. હું પણ એ અથડામણને સાવ અપવાદ રહ્યો છું એમ તે ન જ કહી શકાય; પણ એવે પ્રસંગે હું સાવ મૌન રહી જતે; કારણ કે મેં એમની કડક પ્રકૃતિમાં નિખાલસપણાનું અને ક્ષણિકપણાનું તત્ત્વ બરાબર જાણી લીધેલું. કૌશાંબીજી પણ થોડી વારમાં ઠેકાણે આવી જતા, મોળા પડી જતા અને ઘણીવાર “પંડિતજી” એવા મધુર આમંત્રણથી સંબોધી માફી પણ માગતા.
કૌશાંબીજી મૂળે ગેવાના, અને મહારાષ્ટ્રમાં વિશેષ રહેલા. તેમના જીવન-વ્યવહારમાં પણ મહારાષ્ટ્રીય ઉપરાંત ભિક્ષુક ધર્મનું તત્વ હતું. તેઓએ બૌદ્ધ ભિક્ષુ તરીકે સીલેન, બર્મા અને ભારતમાં જીવન ગાળેલું. બૌદ્ધ-પરંપરાના ક્ષણિકવાદની એમના જીવનમાં સજીવ છાપ હતી. વિદેશમાં વિશેષે કરી અમેરિકામાં એમણે જીવન ગાળેલું એટલે પાશ્ચાત્ય. રહેણી-કરણીના પણ એમનામાં સંસ્કાર હતા. ક્ષણિકવાદના અને પશ્ચિમના સંસ્કારેએ તે તેમના આખા જીવનમાં કામ કર્યું છે એમ મને ઠેઠ સુધી લાગતું હતું. કોઈ પણ સ્થાન કે કોઈ પણ કામને સનાતની પેઠે ચોંટી રહેવાની તેમની પ્રકૃતિ જ ન હતી. પ્રત્યેક ક્ષણે નવું નવું વાંચે અને વિચારે તેમ જ લાંબા વખત લગી સેવેલા સંસ્કારને એક ક્ષણમાત્રમાં ફેંકી દેવા સુધીને પુરુષાર્થ પણ કરે. એમને જાણનાર દરેક એ સમજો કે કૌશાંબીજી પિતાની યેજના ગમે ત્યારે અણધારી રીતે બદલી નાખશે, તેમ છતાં તેમનામાં એક અનન્ય વફાદારી તી. જે કામ એમણે લીધું હોય, જેનું વચન આપ્યું હોય તે ગમે તે ભોગે પૂરું જ કરે, અને પિતાના કામને બને તેટલું સર્વાગીણ તેમ જ વિચારયુક્ત કરવાની કોશિશ પણ કરે. ગરીબીમાં આગળ વધેલા અને ભિકપ
માં વર્ષો ગોળેલાં એટલે તેમનામાં શરૂઆતમાં મેં આતિથ્યવૃત્તિ કાંઈક ઓછી જોયેલી, પણ તેમણે ગુજરાતમાં ઘણાં વર્ષો ગાળ્યાં અને ઘણા ગુજરાતીઓનાં અસાધારણ આતિથ્યને પગલે પગલે અનુભવ કર્યો. ત્યાર બાદ મેં તેમનામાં એ સંસ્કાર બદલાય છે. તેઓ પોતે ગુજરાતના જૈન અને જૈનેતરના આતિથ્ય વિષે જ્યારે પ્રશંસાના ઉદ્દગાર કાઢતા ત્યારે હું જોઈ શકતો કે તેમના ઉપર ગુજરાતના આતિથ્યની જેવી છાપ છે તેવી બીજા એકેય પ્રાન્તની નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org