Book Title: Kaushamijina Prernadayi Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 16
________________ દર્શન અને ચિંતન જાગૃતિ અને પ્રસન્નતામાં કાંઈ ફેર પડ્યો ન હતો. છેવટે લાંબા ઉપવાસે પછી કૌશાંબીજી ગાંધીજીના દબાણને વશ થયા ને પારણું કર્યું. પારણા પછી ઉત્તરોત્તર માંદગી વધી. ચૈતન્યજી પણ મુંઝાયા. છેવટે એમને કાશી લાવવામાં આવ્યા. મને કશાંબીજી કહે, “પંડિતજી! હું ઘરને કે ઘાટને રહ્યો નથી. ઉપવાસ તે છોડ્યા પણ માંદગી વધી અને બીજા પાસેથી સેવા ન લેવાની જે વૃત્તિએ મને અનશન તરફ ધકેલે હતા તે જ વૃત્તિને દબાવી આજે અનેક પાસેથી વિવિધ સેવા લેવી પડે છે.” અમે એમને લેશ પણ ઓછું ન આવે તે જ રીતે બધે વ્યવહાર કરતા. એમના સદાના યજમાન છે. પવાર અને બીજા અનેક ડૉકટર-વૈદ્ય આદિ મિત્રો એમને માટે શ્રદ્ધાપૂર્વક ખડે પગે રહેતા. એમના પુત્ર અને પુત્રી તરફથી અમારા ઉપર ઉપરાઉપર અનેક પત્રો આવતા કે અમારા પિતાની કીમતી જિંદગી ગમે તે રીતે બચાવો અને ઈતિ બધે ખર્ચ છૂટથી કરે. એમના પુત્ર ચેક એક જ જતા. અમે પાસેના મિત્રો પણ કશી ગણુતરી કર્યા વિના જ તેમને આરામ આપવા બધું કરતા. છેવટે ત્રણેક માસ પછી તેઓ કાંઈક બેસતા-ઊઠતા થયા, ખોટાં પડેલ અંગે કાંઈક ક્રિયાશીલ થયાં. મેં તેમને કહ્યું કે, એકવાર મુંબઈ જાઓ ને કુટુંબને મળે. એમનું મન પણ એવું હતું કે ગાંધીજીને મળવું અને શક્ય હોય તે સેવાગ્રામમાં જ જઈ વસવું. તેઓ મુંબઈ ગયા, ને પાછા વર્ધા આવ્યા. વર્ધા કયારે આવ્યા તે હું નથી જાણતા પણ તેમની માંદગીના ઊડતા સમાચાર મળેલા, જનની ૧૦મી તારીખે કાકા કાલેલકર અણધારી રીતે મને કલકત્તામાં સિંધીપાર્કમાં મળ્યા ત્યારે તેમણે કૌશાંબીછના અનશન વિષે વાત કરતાં કહ્યું કે તેઓ ૨૭ દિવસ લગી માત્ર જળ ઉપર રહ્યા અને છેલ્લા ત્રણ દિવસમાં તે જળને પણ ત્યાગ કરે. કૌશાંબીજી કાકાને મળવા ઇંતેજાર હતા, ને જેવા કાકા બહારગામથી આવ્યા ને મૌનપણે એકબીજાએ આંખ મેળવી કે ચડી જ વારમાં તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. કાકાએ કહ્યું કે, છેલ્લી ક્ષણ લગી કૌશાંબીઝની સ્મૃતિ, જાગૃતિ અને પ્રસન્નતા અખંડ જ હતાં. મને આ સાંભળી આનંદ થયો અને એમ થયું કે દેહરી વાટવાળું અનશન એ છેલ્લા અને પૂર્ણ અનશનની તૈયારીરૂપ જ નીવડયું. એ અભ્યાસે તેમને છેલ્લા માસિક અનશન દ્વારા સમાધિ-મૃત્યુ સાધવામાં ભારે મદદ આપી. કૌશાંબી આ લેક છોડી ગયા એમ હરકેઈને લાગે, પણ જ્યારે એમની જીવતી વિવિધ કૃતિઓ અને અખંડ પુરુષાર્થના સમાજમાણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17