Book Title: Kaushamijina Prernadayi Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ અર્થ , [ આંદોલન શમ્યું; પણ શ્વેતામ્બર સમાજમાં એ આંદોલન બેવડા વેગે શરૂ થયું. ગુજરાતમાં તે પહેલાં પણ આંદોલન જાગેલું. હવે એનાં મેજ રજપૂતાના, યુ. પી., પંજાબ અને બંગાળના શ્વેતામ્બર સમાજ સુધી ફરી વળ્યાં. આના છાંટા મને પણ સ્પર્શવા લાગ્યા. પહેલાં મહારાષ્ટ્ર અને સી. પી. માંથી અનેક દિગમ્બર ભાઈઓના મારા ઉપર પત્રો આવતા કે “તમે. આને જવાબ લખે. તમે કૌશાંબીજના પરિચિત છે અને કદાચ તમે જ જૈનશાસ્ત્ર વિષે તેમને માહિતી આપી હશે.” મુનિશ્રી જિનવિજયજી ઉપર પણ એવી જ મતલબના પત્રો આવતા. કેટલીક વાર કેટલાક લેખકે અમને એવી પણ ધમકી આપતા કે તમે જવાબ નહિ લખે તે તમને પણ દેશપાત્ર ગણવામાં આવશે. ઈત્યાદિ. હવે યુ.પી., રજપૂતાના અને ગુજરાતમાંથી પણ અનેક પરિચિત-અપરિચિત જૈન ગૃહસ્થના અને ત્યાગીઓના પત્રો મારા ઉપર આવવા લાગ્યા. એમાં કાંઈક દબાણ, કાંઈક અનુરોધ અને કાંઈક ધમકી પણ રહેતાં. એકાદ એવા પત્રને બાદ કરી મેં કઈને યદ્યપિ ઉત્તર વાળ્યો નથી. પણ મિત્રો આ મુદ્દા વિષે મને મોઢે પૂછતા અને ચર્ચા પણ કરતા. કૌશાંબીજી આ વખત દરમ્યાન કાશી વિદ્યાપીઠ અને સારનાથમાં રહેતા. છેવટે તેઓ ૧૭૪૫માં મુંબઈ મળ્યા. તેમણે પિતાની વિરુદ્ધ જૈનેમાં ઊભા થયેલ વ્યાપક આંદોલન વિષે મને વાત કરી અને તેમને કાશીમાં કેવી રીતે લલચાવવામાં અને શરમાવવામાં આવ્યા તથા કેવી રીતે ધમકીઓ આપવામાં આવી એ વિષે બધી વાત કરી. હવે તેઓ મુંબઈમાં જ હતા અને મુંબઈમાં તે સેંકડે જેને, તેમના ચાહકે તેમ જ વિધીઓ પણ હતા. જે તેમના ચાહકે હતા તેઓ પણ તેમના વિધાનથી વિરુદ્ધ હોવાને કારણે તેમની પાસે ખુલાસે મેળવવા ઈતેજાર હતા. કેટલાય. સાધુ-સાધ્વીઓ તેમને ઉતારે ચર્ચા અર્થે જતાં, કેટલાય શિક્ષિત અને ધનિક જૈન મિત્રો પિતાને ત્યાં નિમંત્રી તેમની સાથે પ્રસ્તુત ચર્ચા કરતા. કૌશાંબીજી આ બધી વાત મને મળતા ત્યારે કહેતા અને એમ કહેતા કે મને જે કોઈ ઐતિહાસિક આધાર અને દલીલથી મારી ભૂલ સમજાવે તે હું આજને આજ મારું વિધાન બદલી નાખું. પણ કશું વિશેષ બોલ્યા વિના બધું સાંભળી લે. હું જાણતો હતો કે જેનપરંપરા બચાવમાં જે વાત કરે છે તે પિતાના અહિંસક-સિદ્ધાંતની ભૂમિકા પ્રમાણે અમુક દૃષ્ટિએ વાત કરે છે, જ્યારે કૌશાંબીજી અમુક ઐતિહાસિક ભૂમિકાના આધારે વાત કરે છે. બનેની પરસ્પર અથડાતી દષ્ટિઓનું અંતર સાંધવા કે સમજવાને મને એક રસ્ત સૂઝી આવ્યો અને મેં તે કશાં બીજીને સૂચવ્યું. કૌશાંબીજી એમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17