Book Title: Kaushamijina Prernadayi Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 12
________________ દર્શન અને ચિંતન રીતે હસતે મોઢે જન્મ્યા, હસતે મેઢે આખી જિંદગી ગાળી, તેવી જ રીતે પ્રસન્ન ચિતે કોઈને ઉપર ભાર નાખ્યા સિવાય મૃત્યુને ભેટવા માગે છે. તેઓ મને કહેતા, કે “જાઓને શિવપ્રસાદ ગુપ્તા કેવી રીતે બેભાન દશામાં બિસ્તરે વર્ષો થયાં પડ્યા છે અને તેમની શારીરિક હાજતે માટે પણ અનેક નોકરને કેવું રેકાવું પડે છે ! તેઓ એમ પણ કહેતા કે, “પંડિત માલવિયજી જેવા પણ અતિ લાંબા જીવનથી કેટલું દુઃખ અનુભવે છે ?” બૌદ્ધ અને બીજાં શાસ્ત્રોમાંથી તેઓ અનેક ઉદાહરણે ટાંકી મને કહેતા કે, “જુઓ! પાકું પાન ખરી પડે તે રીતે પ્રાચીન સંતો અને તપસ્વીઓ વૃદ્ધાવસ્થામાં ખરી પડતા. -જીવનને અંતે બહાદુરીથી કરતા, મૃત્યુથી ન ડરતા અને કર્તવ્ય કર્યાને સંતોષ મેળવ્યા પછી તેઓ જીવવા માટે તડફડિયાં ન મારતા. તેથી હું પણ વીરતા, સ્મૃતિ અને જાગૃતિપૂર્વક મૃત્યુને ભેટવા ઇચ્છું છું.” હું બધું સાંભળી ચૂપ રહે; અને બચાવની લીલેમાં ન ઊતરતે. ક્યારેક કયારેક મારાં ધર્મભગિની મોતીબહેન જીવરાજ જેમના ઉપર કૌશાંબીઝની બહુ શ્રદ્ધા હતી તે-પિતાની દલલે કૌશાંબીજી સામે આદરપૂર્વક પણ ભારપૂર્વક વહેતી મૂકતાં છતાં હું જોઈ શકતા કે કૈરાઈબીજીના વલણમાં કાંઈ ફેર ન પડત. જીવનનો અંત કરવાની ઉચ્ચ વૃત્તિએ તેમને જેનોના ચિરપ્રચલિત સંથારાત પ્રત્યે વાળ્યા. કેશાં બીજી કાયરતાપૂર્વક મૃત્યુને ભેટવા ઈચ્છતા નહિ તેથી તેમને તત્કાળ મરણને શરણ થવાને સહેલે રસ્તે પસંદ ન હતો. તેમની નસેનસમાં પિતૃક વીરતાના સંસ્કાર હતા. એ જ વીરતાને લીધે તેઓ ૧૯૩૦ની સત્યાગ્રહની લડાઈના અનુસંધાનમાં જેલવાસ પણ કરી આવેલા, એ જ વીરતાને લીધે તેમણે સારનાથની અસહ્ય લૂના દિવસમાં એક કપડાની ઓથે બેસી ધ્યાનનો અભ્યાસ કરેલું. એ જ વીરતાને લીધે તેઓ બ્રહ્મદેશનાં જંગલમાં ભયાનક ઝેરી જંતુઓ વચ્ચે એકલા રહી સમાધિમાર્ગને અભ્યાસ કરવા ગયેલા. એમના પ્રત્યેક જીવનકાર્યમાં વિરતા ભારેભાર દેખાતી. ગમે તેવા મોભાદાર વિદ્વાન કે શ્રીમતિ હોય અને તેઓ કાંઈ બોલવામાં ભૂલે તે કૌશાંબીજી નાની કે મોટી કઈ પણ પરિષદમાં તેની ખબર લીધા વિના રહી જ ન શકતા. મેં એવા અનેક પ્રસંગે જોયા છે. એમની વીરતાએ એમને સૂઝાડયું કે તું મૃત્યુને ભેટ પણ ભરણાનિક સલેખના જેવી તપશ્ચર્યાના માર્ગે જ મૃત્યુને ભેટ. કૌશાંબીજીએ આવી સલેખનાને વિચાર તે મને બે એક વર્ષ પહેલાં જ કહે, પણ તેઓ તે માટે એગ્ય સ્થાન શેધતા. અને મને પણ તેવા સ્થાન માટે પૂછતા. એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17