Book Title: Kaushamijina Prernadayi Smarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ દર્શન અને ચિંતન બીજીને અચાનક ભેટો થયો. એટલે મારી જિજ્ઞાસા સતેજ બની તેમ જ કૌશાંબીજી પ્રત્યે વિશેષ આકર્ષચે. પણ તે વખતે મારી ઈચ્છા સિદ્ધ ન થઈ અને હું આગ્રા ચાલ્યો ગયે. બેએક વર્ષ પછી ફરી હું પૂનામાં ગયે, પણ ઘણું કરી તે વખતે કૌશાંબી છે ત્યાં ન હતા. તેમના એક પ્રતિભાશાળી શિષ્ય હૈ. રાજવાડે મળેલા પણ એમની મુલાકાત મારા માટે તે કૌશાંબીજી પ્રત્યેના આકર્ષણમાં જ પરિણમી. જે કે મળે ત્યાંથી મરાઠીમાં પ્રસિદ્ધ થયેલ બૌદ્ધ વાડ્મય મેળવી મારી જિજ્ઞાસા અલ્પાંશે સતિષત હતું, છતાં તક મળે ત્યારે કૌશાંબીજી પાસે જ બોદ્ધ વાડ્મય શીખવાની ઉત્કટ વૃત્તિનાં બીજે પાયે જતાં હતાં. હું કાશી છોડી ૧૯૨૧માં અમદાવાદ આવી ગયેલ અને ગુજરાત પુરાતત્વમંદિરમાં રહેત; પણ હજી લગી હું એ સંસ્થામાં સેવક તરીકે જોડાયા ન હતો. પુરાતત્વમંદિરના બધા જ વિશિષ્ટ અધિકારીઓ અને એમાં જોડાવા કહેતા, પણ હજી લગી હું એ સંસ્થામાં તટસ્થ રહીને જ કામ કર્યો જતો. ૧૯૨૨ના છેલ્લા ભાગમાં પૂના બેઠાં મને સમાચાર મળ્યા કે કૌશાંબીજી પુરાતવમંદિરમાં નિમાયા છે. આ સમાચારે વીજળક અસર કરી અને હું પુરાતત્ત્વમંદિરમાં જોડાવાના નિર્ણય ઉપર આવી ગયો ને જોડાયો. હવે હું કૌશાંબીજીને સહવાસી બન્યું. મારું પુરાતત્ત્વમંદિરમાંનું કામ તે જુદું જ હતું, પણ આ સહવાસની તકે મને એમને અંતેવાસી પણ બનાવ્યો. કૌશાંબીજી પાસે બૌદ્ધ પાલી 2 શીખવાની શરૂઆત તો પુરાતત્ત્વમંદિર અને મહાવિદ્યાલયના કેટલાક અધ્યાપકોએ કરેલી, પણ હું જાણું છું ત્યાં લગી તેમની પાસેથી સતત શીખવાને યોગ મારા જ ભાગમાં લખાયો હતે. એક બાજુ હું એમની પાસે બૌદ્ધ ગ્રંથ શીખ અને બીજી બાજુ અનેક વિષયોની એમની સાથે ચર્ચા કરતો. ફરવા જતી વખતે કૌશાંબી પિતે જ મારે હાથ પકડી લે અને મારા પૂછેલા કે અણપૂછેલા સવાલે વિષે અનેકવિધ ચર્ચા કરે. તેઓ જે બૌદ્ધ વિષયે વિષે મરાઠીમાં લખાવે કે ગ્રંથ રચે તે મને પ્રથમ સંભળાવે. તેઓ મારી સૂચના ઉપર ધ્યાન આપતા. મારી શંકાનું સમાધાન પણ કરતા. મને આ નિમિત્તે ખૂબ જાણવાનું મળતું. આ ક્રમ ઘાણું કરી પાંચેક વર્ષ ચાલ્યું હશે. ત્યારબાદ તેઓ રશિયા ગયા ને થોડા વખત માટે એ ક્રમ તૂટી ગયે. કૌશાંબીજી સાથે મારે સહવાસ માત્ર અધ્યયન-અધ્યાપન પૂરતો જ ન હતું. પણ તે લગભગ ચોવીસે કલાકનો રહે. તેઓ મને વન– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17