________________
આપનારાં અને તેનું સર્વસંરક્ષણ કરનારાં વર્ણન હોય તે ધર્મકથા. અને જેમાં ધામ, અર્થ અને કામ એ ત્રણે વગેનું યથાસ્થાન નિરૂપણ હોય અને એ ત્રણે વર્ગોને સમજાવવા તેમજ પરસ્પર અબાધક રીતે વ્યવહારમાં લાવવા યુક્તિએ, તકે, હેતુઓ અને ઉદાહરણે વગેરે આપેલાં હોય તે ધર્મકથા. કથાઓના આ ચાર પ્રકાર પૈકી કેવળ એક ધર્મકથા જ ધર્મકથાનુયોગમાં આવે છે. મૂળ જૈન આગમમાં પણ જ્ઞાતાધર્મકથાગ, ઉપાસકદશાંગ, અંતકૃદશાંગ, અનુત્તરૌપપાતિક દશાંગ, વિપાક વગેરે અનેક આગમ પણ ધર્મ, કથાને પ્રધાનપણે વર્ણવે છે. જ્ઞાતાધર્મકથાંગનું જે પ્રાચીન કથાસંખ્યા પ્રમાણ કહેવામાં આવ્યું છે, તેમાં તે આગમમાં સાડા ત્રણ કરોડ કથાઓ અને તેટલી જ ઉપકથાઓ વગેરે હેવાનું કહેલું છે. એ જોતાં જૈન પરંપરામાં ધર્મકથાનું સાહિત્ય કેટલું વિપુલ હતું એ સહજમાં જ કલ્પી શકાય તેમ છે. ધર્મકથાઓમાં પણ યુદ્ધ, ખેતી, વણજ, કળાઓ, શિદ, લલિતકળાઓ, ધાતુવાદે વગેરેનું વર્ણન આવે છે, પરંતુ ધર્મ પ્રધાન સ્થાને હોય અને બાકી બધું આનુષંગિક રીતે ધર્મનું પિષક હેય, એ જ રીતે અર્થકથા અને કામકથામાં પણ ધર્મનું વર્ણન ન જ આવે એમ નહિ, પણ અર્થ અને કામ માં પ્રધાન હોય; એ જ દષ્ટિએ તે તે કથાને તેવાં તેવાં નામ અપાએલાં છે. પ્રસ્તુત કથાનકેશ, ધર્મકથાઓને મહાન ગ્રંથ છે. તેમાં ઉપર કહ્યા પ્રમાણે અર્થકથા અને કામકથાનું પ્રાસંગિક નિરૂપણ હોવા છતાં, ધર્મ પ્રધાન સ્થાને હોઈ તેને ધર્મકથાને ગ્રંથ ગણવામાં કશેય બાધ નથી. આવી કથાઓમાં કથાઓનું વસ્તુ દિવ્ય હોય છે, માત્ર હોય છે અને દિવ્યમાનવ્ય પણ હોય છે. કથારત્નકેશની ધર્મકથાઓનું વધુ પ્રધાનપણે માનવ્ય છે અને કવચિત દિવ્યમાનવ્ય પણ છે. ૪. કથારત્નકોશ ગ્રંથને પરિચય.
પ્રસ્તુત ગ્રંથ પ્રાકૃત ભાષામાં ગદ્ય-પદ્યરૂપે અતિપ્રાસાદિક સાલંકાર રચનાથી રચાએલ અને અનુમાન સાડાઅગીઆર હજાર કલેકપ્રમાણ છે. બહુ નાની નહિ, બહુ મોટી પણ નહિ, છતાં સંક્ષિપ્ત કહી શકાય તેવી મૌલિક પચાસ કથાઓના સંગ્રહરૂપ આકૃતિ છે. પ્રસ્તુત ગ્રંથ મુખ્ય પ્રાકૃત ભાષામાં રચાયેલા હોવા છતાં તેમાં પ્રસંગોપાત સંસ્કૃત અને અપભ્રંશ ભાષાને ઉપગ પણ ગ્રંથકારે કરેલ છેખાસ કરી દરેક કથાના ઉપસંહારમાં ઉપદેશ તરીકે જે ચાર શ્લોક અને પુપિકા આપવામાં આવ્યાં છે એ તો સંસ્કૃત ભાષામાં જ છે. આ ગ્રંથમાં સમ્યક્ત્વ આદિ તેત્રીસ સામાન્ય ગુણે અને પાંચ અણુવ્રત આદિ સત્તર વિશેષ ગુણને લગતી કથાઓને સમાવેશ કરવામાં આવ્યું છે. ધર્મકથાઓના ગ્રંથોમાં શૃંગાર આદિ રસની વિપુલતાને લીધે ધર્મકથાનું ધર્મકથાપણું ગૌણ થવાના દેાષ જેમ કેટલીક ધર્મકથાઓની રચનામાં આવી જાય છે તેમ આ ગ્રંથમાં ગ્રંથકારે જરાપણ થવા દીધું નથી; એટલું જ નહિ પણ પ્રસ્તુત ધર્મકથાગ્રંથમાં શગાર આદિ જેવા રસેને લગભગ અભાવ છતાં આ ધર્મકથાગ્રંથ શુગાર રહિત બની ન જાય અથવા એમાંની ધર્મકથાના વાચન કે શ્રવણમાં વક્તા શ્રેતાની રસવૃત્તિ લેશ પણ નીરસ અથવા રક્ષ ન બની જાય એ વિષેની દરેક ચોકસાઇ ગ્રંથકારે રાખી છે. પ્રસ્તુત ગ્રંથમાં અંધકાર જે જે ગુણ વિષે કથા કહેવી શરૂ કરે છે તેના પ્રારંભમાં કથાના વર્ણનમાં અને એના
"Aho Shrutgyanam"