Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 12
________________ સુગમ અને સુબોધ ભાષામાં સરજાયેલું છે. આ પ્રકારનું સ્થાસાહિત્ય જેમ જૈનસંપ્રદાયમાં વિપુલ છે એ જ રીતે વૈદિક અને બૌદ્ધસંપ્રદાયમાં પણ અતિ વિપુલ પ્રમાણમાં છે; એટલું જ નહિ પણ ભારતવર્ષની જેમ ભારતવર્ષની બહાર પણ આ જાતનું કથાસાહિત્ય એટલા જ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. જ્ઞાનની દષ્ટિએ વિજ્ઞાન, તરવજ્ઞાન, ભૂગોળ, ખગોળ, ગણિત, આયુર્વેદ, અધ્યાત્મશાસ્ત્ર, યોગવિદ્યા પ્રમાણશાસ્ત્ર વગેરે વિદ્યાનું મહત્વ જરાય ઓછું નથી, પરંતુ તે બધી ગહન વિદ્યાઓને સર્વગમ્ય કરવાનું સાધન માત્ર એક કથાસાહિત્ય છે, માટે જ ભારતવર્ષના તેમજ ભારતની બહારના પ્રાચીન અર્વાચીન કુશાગ્રમતિ વિદ્વાનો પણ કથાસર્જનની પ્રવૃત્તિમાં પડ્યા છે અને એ દ્વારા એમણે આમજનતાને ત્યાગ, તપ, વૈરાગ્ય, ધીરજ, ક્ષમા, નિઃસ્પૃહતાપ્રાણિ સેવા, સત્ય, નિલભતા, સરળતા આદિ ગુણેની સિદ્ધિ માટે વિવિધ પ્રેરણા આપી છે. આમજનતાને કેળવવાનું કામ સહજ સાથ નથી, તેમ છતાં ત્યાગ, સદાચાર, સરળતા, સમયજ્ઞતા આદિ સદ્દગુણેથી વિભૂષિત મહાપુરુષે આમજનતાને ઉપદેશદ્વારા કેળવી શકે છે, સાહિત્યસજનદ્વારા દેરી શકે છે અને અનેક ગુંચ ઉકેલી તેની સાધનાના માર્ગને સરળ બનાવી આપે છે. આ દષ્ટિએ પણ કથાસાહિત્યનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. ૨. જૈન પ્રવચનમાં કથાનુયોગનું સ્થાન. - જેમ મહાભારત અને રામાયણના પ્રણેતા વૈદિક મહર્ષિઓએ આમજનતાના પ્રતિનિધિ બની એ ગ્રંથની રચના કરી હતી, એ જ પ્રમાણે જેનપરંપરાએ પણ આમજનતાની વિશેષ ખેવના કરવામાં જ પિતાનું ગૌરવ માન્યું છે. એક કાળે જ્યારે વૈદિક પરંપરા આમજનતાની માટી રાજાઓની આશ્રિત થઈ આમજનતાનું પ્રતિનિધિપણું ગુમાવી બેઠી, એટલું જ નહિ પણ એ આમ જનતાની સ્વાભાવિક ભાષા તરફ પણ સુગાળવી થઈ ગઈ, બરાબર એ જ વખતે જૈન પરંપરામાં અનુક્રમે થયેલ મહામાન્ય તીર્થકર ભગવાન શ્રી પાર્શ્વનાથ અને શ્રમણ ભગવાન શ્રીવીરવધમાનવામીએ આમજનતાનું પ્રતિનિધિયાણું કર્યું અને તેની સવાભાવિક ભાષાને અપનાવી, તે દ્વારા જ પિતાનું ધર્મતીર્થ પ્રવર્તાવ્યું અને આમજનતા સુધી પહોંચે એવા સાહિત્યનિમણુને પૂરેપૂરો ટેકો આપે. એટલું જ નહિ પણ જેનપ્રવચનના જે મુખ્ય ચાર વિભાગે બતાવ્યા છે તેમાં આમજનતાના અતિપ્રિય એ કથાસાહિત્યને ખાસ સ્થાન પણ આપ્યું છે. જેનપ્રવચન ચરણકરણાનુગ, ધર્મકથાનુગ, ગણિતાનુગ અને દ્રવ્યાનુયોગ એ ચાર વિભાગમાં વહેંચાએલું છે. આમાં આમજનતાનું પ્રતિનિધિત્વ ધરાવનાર ધર્મકથાનુગ વિનાષ્ટ સ્થાન ભેગવે છે. સદાચરણના મૂળ નિયમ અને તેમને આચરણમાં મૂકવાની વિવિધ પ્રતિક્રિયાઓના સાહિત્યનું નામ ચરણ કરાશાનાગ છે. એ સદાચર જેમણે જેમણે–સ્ત્રી કે પુરુષેઆચરી બતાવ્યાં હોય, એવાં આચરણેથી જે લાભ મેળવ્યા હોય અથવા એ આચરણે આચરતાં આવી પડતી મુશીબતેને વેઠી તેમને જે રીતે પાર કરી હોય તેવા સદાચારપરાયણ ધીર વીર ગંભીર સ્ત્રી પુરુષોનાં ઐતિહાસિક કે કથારૂપ જીવનના સર્જનનું નામ ધર્મકથાનુગ છે, "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 336