Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 15
________________ ઉપસંહારમાં તે તે ગુણનું સ્વરૂપ, તેનું વિવેચન અને તેને લગતા ગુણદોષ લાભ-હાનિનું નિરૂપણ તેમણે અતિ સરસ પદ્ધતિએ કર્યું છે. ઉપર જણાવવામાં આવ્યું તેમ આ ગ્રંથમાં તેત્રીસ સામાન્ય ગુણ અને સત્તર વિશેષ ગુણ મળી જે પચાસ ગુણાનું વર્ણન કરવામાં આવ્યું છે તે ઉપરાંત પ્રસંગોપાત બીજા અનેક મહત્વના વિષયે વર્ણવવામાં તેમજ ચર્ચવામાં આવ્યા છે. જેવાકે ઉપવનવણન, તુવર્ણન, રાત્રિવર્ણન, યુદ્ધવણન, સ્મશાનવર્ણન આદિ વર્ણ; રાજકુલના પરિચયથી થતા લાભો, સત્પરુષને માર્ગ, આપઘાતમાં દોષ, દેશદર્શન, પુરુષના પ્રકારે, નહિ કરવા લાયક-કરવા લાયક-છોડવા લાયક-ધારણ કરવા લાયક-વિશ્વાસ નહિ કરવા લાયક આડ આઠ બાબતે, અતિથિસત્કાર આદિ નૈતિક વિષય, છીંકને વિચાર, રાજલક્ષણે, સામુદ્રિક, મૃત્યજ્ઞાનનાં ચિહે, અકાલતંતગમક૫, રત્નપરીક્ષા આદિ લોકમાનસને આકર્ષિનાર સ્થલ વિષય; દેવગુરુધર્મતત્વનું સ્વરૂપ, ગુરુતત્વવ્યયસ્થાપનાવાદસ્થલ, અષ્ટપ્રાતિહાર્યનું સ્વરૂપ, વાપૌરુષેયત્વવાદસ્થલ, ધર્મતવપરામર્શ, રત્નત્રયી, જિનપ્રતિમાકારધારી મત્સ્ય અને કમળો, જિનપૂજાનું વિસ્તૃત સ્વરૂપ, સામાન્ય ધર્મોપદેશ, મૂર્તિપૂજાવિષયક ચર્ચાસ્થલ, હરિતતાપસ તથા શૌચવાદમતનું નિરસન, અનંતકાય કંદમૂળના ભક્ષણનું સાષપણું આદિ સંભીર ધાર્મિક વિચારે; ઉપધાનવિધિ, દવજારેપણુવિધિ, મૂર્તિ પ્રતિષ્ઠાવિધિ આદિ વિધાને અને તે ઉપરાંત અનેક કથાઓ, તથા સુભાષિતાદિ વિવિધ વિષયો આલેખવામાં આવેલા છે. આ બધી વસ્તુ પ્રસ્તુત ગ્રંથની વિષયાનુક્રમણિકા જેવાથી ધ્યાનમાં આવી શકશે. આ ઉપરથી પ્રસ્તુત ગ્રંથકાર કેટલા સમર્થ અને બહુકૃત આચાર્ય હતા અને તેમની કૃતિ કેટલી પાંડિત્યપૂર્ણ અને અર્થગભીર છે એ પણ સમજી શકાશે. પ્રસ્તુત કથારકેશની ખાસ વિશેષતા એ છે કે બીજા કથાકેશ ગ્રંથમાં એકની એક પ્રચલિત કથાઓ સંગ્રહાએલી હોય છે ત્યારે આ કથાસંગ્રહમાં એમ નથી; પણ કઈ કઈ આપવાદિક કથાને બાદ કરીએ તો લગભગ બધી જ કથાઓ અપૂર્વ જ છે, જે બીજે સ્થળે ભાગ્યે જ જોવામાં આવે. આ બધી ધર્મકથાઓને નાના બાળકની બાળભાષામાં ઉતારવામાં આવે તો એક સારી એવી બાળકથાની શ્રેણિ તૈયાર થઈ શકે તેમ છે. ગ્રંથકારે વર્ણનશૈલી એવી રાખી છે કે એ રીતે કથાશ્રેણિ તૈયાર કરવા ઈચછનારને ધાણું શોધવાનું નથી રહેતું. ૫. કથા રત્નકેશના પ્રણેતા આચાર્ય શ્રી દેવભદ્રસૂરિ પ્રસ્તુત ગ્રંથના પ્રણેતા આચાર્ય શ્રી દેવભદ્રસૂરિ છે. તેઓશ્રી વિક્રમની બારમી શતાબ્દિના માન્ય આચાર્યું છે. ખરતરગચ્છીય પટ્ટાવલિમાં તેમના વિશે માત્ર એટલો જ ઉલ્લેખ મળે છે કે “તેમણે વિ. સં. ૧૧૬૭ માં શ્રીમાન જિનવલભગણિને અને વિ. સં. ૧૧૬૯ માં વાચનાચાર્ય શ્રી જયદેવસૂરિ શિષ્ય શ્રીજિનદત્તને આચાર્યપદારૂઢ કર્યા હતા” આથી વિશેષ એમના વિષે બીજે કશે જ ઉલેખ એ પટ્ટાવલીઓમાં દેખાતું નથી. એટલે આચાર્ય શ્રી દેવભદ્રસૂરિ વિષેની ખાસ હકીકત આપણે એમની પિતાની કૃતિઓ આદિ ઉપરથી જ તારવવાની રહે છે. "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 336