________________
તેમાં પૂરા અનુભવ મેળવી સ્વતંત્ર વ્યાપાર ખેડતા અને પુણ્યદયે, દેવગુરુધર્મ, તપ આરાધનાવડે અહિ અને પરદેશમાં જઈ સારી લક્ષ્મી મેળવતાં અને શ્રદ્ધાથી ધમમાગે તે લક્ષ્મીના સદુપયોગ કરતાં. તે જ રીતે શેઠશ્રી છેટાલાલભાઈ ( ગુજરાતી ચાર ધારણ ) સુધીનુ સામાન્ય શિક્ષણ જન્મભૂમિમાં લઇ આર તેર વર્ષની ઉંમરે સુ`બઈમાં શેઠ કમા રામજીની ચાલતી પેઢીમાં માત્ર આઠ રૂપીના માસિક પગારથી જોડાયા. થોડા વખત વ્યાપારી લાઇનના પૂરતા અનુભવ મેળવી કરીયાણા બજારમાં શેઠ ગભરૂચ'દ નાગરદાસ માણેકચંદ સાથે પરચુરણ દલાલીને ધંધા શરૂ કર્યાં. તેમની ૧૮ વર્ષની ઉમર હતી, તે વખતે શ્રી છેટાલાલભાઈના શેઠ કરમચંદ નારણુજી અમરેલીવાળાને ત્યાં મણુિમ્હેન સાથે તેમનાં લગ્ન થયાં હતાં. પિતાશ્રી લહેરચંદભાઇના સ્વર્ગવાસ શેઠશ્રી છેટાલાલભાઇની નાની ઉંમરમાં થયેલા ડાવાથી સાધારણ સ્થિતિમાં જીવન પસાર કરી રહ્યા હતા અને વ્યાપારમાં કુટુંબના ભાર સારી રીતે ચલાવતા હતા. ધર્મના સ`સ્કાર વારસામાં મળ્યા હોવાથી આવશ્યક ક્રિયા, શ્રી દેવગુરુભકિત, શાસ્ત્રશ્રવણુ વગેરેને નિત્ય વ્યવસાય ચાલુ હતા. ઉપરાસ્ત રીતે ત્રીશ વર્ષ સુધી ભાગીદારીમાં ધંધા ચાલુ રાખ્યા હતા. હવે પૂર્વભવના પુણ્યે સ્વતંત્ર દલાલીને ધંધા શરૂ કર્યાં. પુણ્યયેાગે થાડા વખતમાં ધંધાના વિકાસ થયા. ઉપરાંત બજારમાં સારા વ્યાપારી દલાલ તરીકે પ્રતિષ્ઠા વધતાં ભારતની અહારના પ્રદેશે. ઈરાન, અરબસ્તાન તથા ઇસ જેવા રાષ્ટ્રોનાં સારા ગ્રાહકે મેળવ્યા તેથી બીઝનેસ વધતાં, આર્થિક સ્થિતિ સારી થતાં લક્ષ્મીની પણ સારી પ્રાપ્તિ થઈ અને મળેલી સુકૃતની લક્ષ્મીને સમાગે વ્યય પણ કરવા લાગ્યા. અનેક પૂજ્ય આચા અને મુનિમહારાજોના વ્યાખ્યાનશ્રવણ વગેરેથી ધર્મશ્રદ્ધા વધતાં શ્રી સિદ્ધાચલજીની નવાણું યાત્રા, ચાતુર્માસ વગેરે કર્યુ હતુ. અને દર વર્ષે અન્ય તીર્થાંની યાત્રાને લાભ લીધા હતા. ૪૭ વર્ષની ઉંમરે ચતુર્થં વ્રત ( બ્રહ્મચર્ય ) લીધું હતું. પૂજ્યા પ્રવત કજી શ્રી કાન્તિવિજયજી મહારાજ, આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના વિશેષ પરિચયમાં આવતા ધર્મ શ્રદ્ધાની દિવસાનુદિવસ વૃદ્ધિ થવા લાગી. સાધુ સાધ્વી મહારાજાઓની ભક્તિ કરવાને પણ નિર'તર ચૂકતા ન હેાતા, શ્રીયુત છોટાલાલભાઈને સંતતિમાં સુપુત્રી હીરાન્હેન, લીલાવતીબ્ડેન તેમજ સુપુત્રા મ્હાટા પુત્ર શ્રી નટવરલાલભાઇ અને લઘુ પુત્ર રમણલાલભાઈ એ ચાર હતા.
"Aho Shrutgyanam"