Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 13
________________ આ વિષે શાસકારો તો એમ પણ કહે છે કે-આવા પ્રકારના ધર્મકથાનુગ વિના ચરણકરણનુયેગની સાધના કઠણ બની જાય છે અને જનતા તે તરફ વળતી કે આકર્ષતી પણ નથી. આમ જૈન દષ્ટિએ “એક અપેક્ષાએ ચાર અનુગમાં ધર્મ કથાનુયોગ પ્રાધાન્ય ધરાવે છે. એમ કહેવું લેશ માત્ર અનુચિત નથી. જેમાં ખગોળ, ભૂગોળનાં વિવિધ ગણિત આવે તે ગણિતાનુયોગ અને જેમાં આત્મા, પરમાત્મા, જીવાદિ ત, કર્મ, જગતનું સવરૂપ વગેરે કેવલ સૂક્ષમબુદ્ધિગ્રાહ્ય વિષયે વર્ણવવામાં આવ્યા હોય તે દ્રવ્યાનુયોગ. આ ચાર અનુગ પૈકી માત્ર એક ધર્મકથાનુગ જ એવો છે જે આમજનતા સુધી પહોંચી શકે છે અને તેથી જ બીજા અનુગે કરતાં કેઈ અપેક્ષાએ તેનું મહત્વ સમજવાનું છે. જૈન પરંપરા અને વૈદિક પરંપરાની પેઠે બૌદ્ધપરંપરાએ પણ કથાનુગને સ્થાન આપેલું છે, એટલું જ નહિ પણ સરખામણીમાં વૈદિક પરંપરા કરતાં બોદ્ધપરંપરા, જેના પર પરાની પેઠે આમજનતાની સવિશેષ પ્રતિનિધિ રહેલી છે. જેને પરંપરાના ચરણકરણનુએગ માટે બોદ્ધપરંપરામાં “વિનયપિટક’ શબ્દ, ધર્મકથાનુગ “સુત્તપિટક” અને ગણિતાનુગ તથા દ્રવ્યાનુગ માટે “અભિધમપિટક શબ્દ એજા છે. “પિટક’ શબ્દ જેન પરંપરાના “દ્વાદશાંગીગણિપિટક સાથે જોડાએલા “પિટક” શબ્દને મળતો પેટી” અર્થને બતાવતા જ શબ્દ છે. સુતપિટકમાં અનેકાનેક કથાઓને સમાવેશ છે. હીપનિષ્ઠા, મક્સિમનાથ, કુરિવાર વગેરે અનેકાનેક ગ્રંથને “સુત્તપિટક" માં સમાવેશ થાય છે. જેનપરંપરાને ધર્મકથાનુગ, બોધપરંપરાને સુરપટિક અને વૈદિક પરંપરાને ઇતિહાસ એ ત્રણે શબ્દ લગભગ એકાWક શબ્દ છે. ધર્મકથાનુગ પભેજનપાન જેવે છે. જેમ પથ્ય અન્નપાન માત્ર શરીરને દઢ, નિરોગી, પુરુષાર્થી, દીર્ઘજીવી અને માનવતાપરાયણ બનાવે છે તેમ ધર્મકથાનુગ પણ માનવના મનને પ્રેરણા આપી બલિષ, સ્વસ્થ, નિગ્રહી, સદાચારી અને સદાચારપ્રચારી બનાવે છે અને અજરામર પરિસ્થિતિ સુધી પહોંચાડે છે. બોલતાં, ચાલતાં ઉપદેશ કરતાં, ધર્મકથાનુયોગ માનવના મન ઉપર એવી સારી અસર ઉપજાવે છે જે ધીરે ધીરે પણ પાકી થયેલી અને જીવનમાં ઉતરેલી હોય છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે ધર્મકથાનુગ માનવને ખરા અર્થમાં માનવરૂપે ધી શકે છે અને આધ્યાત્મિક દૃષ્ટિએ પૂર્ણ સ્વતંત્રતા સુધી પણ પહોંચાડે છે. ૩. કથાના પ્રકાર અને કથાવસ્તુ, આચાર્ય શ્રી હરિભદ્રસૂરિવરે સમરાઈકહામાં કથાઓના વિભાગ કરતાં અર્થકથા, કામકથા, ધર્મકથા અને સંકીર્ણકથા એમ ચાર વિભાગ બતાવ્યા છે. જે કથામાં ઉપાદાનરૂપે અર્થ હોય, વણજવેપાર, લડાઈઓ, ખેતી, લેખ, લખત વગેરેની પદ્ધતિઓ, કળાઓ, શિ, સુવર્ણસિદ્ધિ વગેરે ધાતુવાદ, તથા અર્થોપાર્જનના નિમિત્તરૂપ સામ, દામ, દંડ આદિ નીતિઓનું વર્ણન હોય તેનું નામ અર્થ કથા. જેમાં ઉપાદાનરૂપે કામ હોય અને પ્રસંગે પ્રસંગે તીના અભિસાર, સ્ત્રીઓના રમ, અનંગલે, લલિતકળાઓ, અનુરાગપુલકિત નિરૂપેલાં હોય તે કામકથા. જેમાં ઉપાદાનરૂપે ધર્મ હોય અને ક્ષમા, માર્દવ, આજંવ, અલભ, તપ, સંયમ, સત્ય, શોચ વગેરેને લગતાં માનવસમાજને ધારણુપેષણ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 336