Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 10
________________ T આવેલી છે. જે ઊયા ટકાઉ પિપર ઉપર સુંદર ગુજરાતી ટાઈમાં અને રંગબેરંગી સુંદર કાર ટ અને પાકા બાઈડીંગ સાથે દિવસાનદિવસ વધતા જતા ભાવોથી સખ્ત વધતી જતી મોંધવારી હોવા છતાં જેમ બને તેમ સુંદર અને આકર્ષક રીતે આ પ્રથમ ભાગનું પ્રકાશન કરવામાં આવેલ છે. આ મૂળ ગ્રંથ પ્રગટ થયા પછી તેને ગુજરાતી અનુવાદ જલદી પ્રકટ થાય તે ગુજરાતી ભાષાના જાણકાર, શ્રદ્ધાળુ ભવ્યાત્માઓ તેને લાભ સારી રીતે લઈ આત્મકલ્યાણ સાધે વગેરે અતિ લાભનું કારણ જાણી, તેના અનુવાદ માટેનો પણ પ્રબંધ જલદી કરી આપવા માટે પરમકૃપાળ મુનિરાજ શ્રી પુર્યાવજયજી. મહારાજનો આભાર સભા ભૂલી શકતી નથી. આ સભા તરફથી પ્રકાશન થતાં અતિ મહત્વના ઉચ્ચ કોટી સાહિત્ય ગ્રંથના સંશોધનના ઉત્તમ પ્રયને માટે હરહંમેશ આ સભા તે કૃપાળુ ગુરૂમહારાજની કણી છે. આવા પરમ ઉપકારક, મોલિક, અનુપમ સમ્યફવ સ્વરૂપને જણાવનાર કે જેના વિના જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગેરેની કંઈ કિંમત નથી તે સાથે પંચ અણુવ્રતનું જ્ઞાન અને તેનું શ્રદ્ધાપૂર્વકનું આરાધન સાગારધર્મના આરાધના માટે છે અને અણુગાર ધર્મને ક્રમે કરી પ્રહણ કરવાના મંત્રણરૂપે કથારૂપી રન્નેને ભંડાર હોઈ આ ઉત્તમ ગ્રંથમાં કઈ પુણ્યપ્રભાવક, ધર્મશ્રદ્ધાળુ જૈન બંધુનું નામ જોડાય તે સેનું અને સુગંધની જેમ સુંદર મિલન થાય તેમ આ સભા ઇચ્છા ધરાવતી હતી. દરમ્યાન આ સભાના માનનીય સભાસદ ભાઈશ્રી અનુપચંદ ઝવેરભાઈ કે જે આ સભા ઉપર મુંબઈમાં રહેવા છતાં પ્રેમ ધરાવે છે અને સભાની પ્રગતિમાં ઉમેરો કરવા નિરંતર અભિલાષા ધરાવે છે, તે શ્રી અનુપચંદભાઈએ પોતાના ધર્મ સ્નેહી મિત્ર શેઠ નટવરલાલભાઈ તથા શેઠ રમણલાલભાઈ પાટનિવાસી બંધુઓને આ અપૂર્વ ગ્રંથ સંબંધી હકીકત જણાવી અને તે બંને બંધુઓએ આ ગ્રંથરત્નની મહત્વતા, ઉપગિતા જાણી પિતાના વર્ગવાસી પૂજ્ય પિતાશ્રી શ્રીયુત છોટાલાલભાઈની ભક્તિ અને સ્મરણ નિમિત્તે તેઓશ્રીના નામથી સિરિઝ તરીકે આ સંપૂર્ણ ગ્રંથ પ્રકટ કરવા આર્થિક સહાય આપી જ્ઞાનભક્તિ કરી છે, જે માટે તે બંને બંધુઓનો આભાર માનવામાં આવે છે, તેમજ બંધુ શ્રી અનુપચંદ ઝવેરભાઈના આ ઉત્તમ પ્રયત્ન માટે આ સભા તેમને પણ ધન્યવાદ આપે છે. આ ગ્રંથની શુદ્ધિ માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યો છે છતાં તેના અનુવાદમાં કે દષ્ટિદષ, પ્રેદેષ કે અન્ય કારથી આ ગ્રંથમાં કોઈ સ્થળે ખલના જણાય તે ક્ષમા માગવા સાથે સભાને જણાવવા નમ્ર વિનંતિ કરીયે છીયે. આત્માનંદ ભુવને વીર સં, ૨૪૭૭ વિ. સં. ૨૦૦૭ વૈશાક શુદ ૩ (અક્ષય તૃતીયા ) ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ ભાવનગર, "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 336