Book Title: Katha Manjari Part 01
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 13
________________ ચાર વિદ્વાનની કથા તેઓએ કહ્યું કેઃ “આપણે હુકમ અમારે માન્ય છે.” પછી બળદ ઉપર ભેજનની સામગ્રી તથા ભાતું નાખીને તે ચારે જણા ચાલ્યા. તે ગામ પાસે જઈને એક ડુંગરની તળેટીમાં તેઓ રહ્યા. જ્યોતિષી હતું તે બળદની રક્ષા કરવા ત્યાં જ રહ્યો. તાર્કિક હતો તે ઘી લાવવા માટે વાસણ લઈને ઘીવાળાની દુકાને ગ. વૈદ્ય હતો તે આરોગ્ય વધારે તેવાં શાક લાવવા માટે શાકવાળાની દુકાને ગયે. લાક્ષણિક હતા તે રસોઈ બનાવવા માટે તે સ્થળે ચૂલા વગેરે કરવાની તૈયારી કરવા લાગ્યા. જે સ્થળે તિષી બેઠો હતો તે સ્થળે એક લુંટારે તેના બળદની પછવાડે લાગ્યો હતો. તેણે બળદને છોડી મૂક્યું, એટલે ચૂથથી છૂટા પડી ગએલા હરણની માફક તે આમતેમ દોડવા લાગ્યો. ચારે દિશામાં દષ્ટિ ફેરવતાં જ્યોતિષીએ તેને દીઠે, પણ તેની પછવાડે દેડ્યો નહિ. પરંતુ ટીપણું હાથમાં લઈને જેવા લાગે કેઃ “આ બળદ પાછો મળે તેવો રોગ છે કે નહિ?” તેટલામાં તે લુંટાર બળદ લઈને ચાલ્યા ગયે. તિષી દીન થઈને બેસી રહ્યો. તાકિક ઘી લઈને આવતો હતો, તે સમયે તે પાત્રમાં રહેલા ઘીને જોઈને તે વિચારવા લાગે કેઃ “આ પાત્રને ઘીને આધાર છે કે ઘીને પાત્રને આધાર છે?” આ વાતને નિર્ણય કરવાની ઈચ્છા થવાથી, તેણે પાત્રને નીચું નમાવ્યું એટલે ઘી ઢળીને ભૂમિ ઉપર પડી ગયું. શાક લેવા ગએલે વૈદ્ય વિચારવા લાગ્યો કેઃ આ શાક વાયુ કરશે, આ શાક પિત્ત કરનારું છે, અને આ કફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 276